Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શિયાળું પાક રજકોની ખેતી કરવાની વૈજ્ઞાનિક રીત

ગુજરાત અને દેશમાં જગતના તાત દ્વારા શિયાળું પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યો છે. એજ શિયાળું એટલે કે રવિ પાકોમાં એક મહત્વપૂર્ણ પાક છે રજકો. જો તે શિયાળું ઘાસચારાનો કઠોળ વર્ગનો પાક છે. કઠોળ વર્ગના પાક થવાથી તે જમીનની ફળદ્રુપતા સુઘારવાનું પણ કામ કરે છે. ગુજરાતમાં મોટા પાચે તેનો વાવેતર મહેસાણા, બનાસકાંઠા, જૂનાગઢ, આણંદ, ખેડા અને મહેસાણામાં થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સૌજન્ય: ફેસબુક
સૌજન્ય: ફેસબુક

ગુજરાત અને દેશમાં જગતના તાત દ્વારા શિયાળું પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યો છે. એજ શિયાળું એટલે કે રવિ પાકોમાં એક મહત્વપૂર્ણ પાક છે રજકો. જો તે શિયાળું ઘાસચારાનો કઠોળ વર્ગનો પાક છે. કઠોળ વર્ગના પાક થવાથી તે જમીનની ફળદ્રુપતા સુઘારવાનું પણ કામ કરે છે. ગુજરાતમાં મોટા પાચે તેનો વાવેતર મહેસાણા, બનાસકાંઠા, જૂનાગઢ, આણંદ, ખેડા અને મહેસાણામાં થાય છે. એમ તો તેને ઘાસચારા માટે ઉગાડવામાં આવે છે પરંતુ હવે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તેની બહુલવર્ષાયુ જાતો વિકસાવવામાં આવી છે. તેનું ઉત્પાદન વધારવા માટે ગોરાડુ, બેસર અને મધ્યમકાળી જમીન વધુ અનુકૂળ ધરાવે છે. જમીનની અલ્યતાનો આંક ૭.૫ થી ૮ અને વધુ કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટાશવાળી જમીનો આ પાક માટે ઉત્તમ ગણાય છે..

વાવણી

મધ્ય ગુજરાત વિસ્તારમાં રજકોની વાવણી નવેમ્બરના બીજ અઠવાડિયા દરમિયાન બે હરોળ વચ્ચે ૨૫ સે.મી.નું અંતર રાખીને બિયારણનો દર ૧૦ કિલો હેકટર રાખીને કરવી જોઈએ. ઉત્તર ગુજરાત વિસ્તારમાં રજકાની વાવણી ઑકટોબરના છેલ્લા અઠવાડિયામાં બિયારણનો દર ૧૦ કિલો/હેકટર રાખીને કરવાની ભલામણ છે. બિયારણ માટેના રાજકોની બીજનો દર ૫ કિલો હેકટર રાખવો.

ખાતર વ્યવસ્થાપન :

રજકોના પાકને હેકટર દીઠ ૨૦ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને પ૦ કિલો પોટાશ વાવણી વખતે આપવું જોઈએ. રાજકોની બીજ ઉત્પાદન માટે ઝિંકની ઉણપ વાળી જમીનોમાં ર૫ કિલો હેકટર ઝિંક સલ્ફટ તથા ૪૦ કિલો/ હેકટર સલ્ફર આપવાની ભલામણ કરે છે.

પિયત :

રજકોની પાકને પાણીની વધુ જરૂરિયાત રહે છે. વાવણી પછી પ્રથમ પિયત તૂરત જ અને બીજુ પિયત એક અઠવાડિયે આપવું. ત્યારબાદ શિયાળામાં ૧૦-૧૨ દિવસે અને ઉનાળામાં ૭-૮ દિવસના અંતરે પિયત આપવાં. ક્યારા પદ્ધતિથી પિયતને બદલે ફુવારા પદ્ધતિ (સ્મિકલર) થી પિયત આપવાથી ૧૫ થી ૩૫ ટકા પાણીનો બચાવ થાય છે અને ૨૧ થી ૨૪ ટકા જેટલી વધુ આવક મેળવી શકાય છે.

પાછલી માવજત :

જરૂરિયાત મુજબ નીંદામણ અને આંતરખેડ કરવી. નીંદણના નિયંત્રણ માટે રજકાના પાકમાં વાવણી બાદ ૧૦ થી ૧૨ દિવસે પેન્ટીમીથાલીન (૩૦ ઈ.સી.) દવાનો ૦.૫ લિટર/હેકટર પ્રમાણે છંટકાવ કરવો.

પાક સંરક્ષણ :

રજકોની મોલોમશીનો ઉપદ્રવ જણાય ત્યારે કાપણી કર્યા બાદ સાત દિવસે ડાયમિથોએટ ૩૦ ઈસી ર૦મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. તળછારાના રોગ સામે કાપણી બાદ બે દિવસમાં ડાયથેનઝેડ-૭૮ અથવા ડાયથેન એમ-૪૫ દવા 0.2% નું દ્રાવણ (૨૦ ગ્રામ પાઉડર ૧૦ લિટર પાણીમાં) છાંટવું.

કાપણી :

લીલાચારા માટે પ્રથમ કાપણી વાવણી બાદ બે મહિને અને ત્યારબાદ શિયાળામાં ૨૮-૩૦ દિવસે અને | ઉનાળામાં ર૦-રપ દિવસે એટલે કે ૫૦ ટકા ફૂલ આવે ત્યારે કરવી જોઈએ. તેમજ બિયારણ માટે રજકાની કાપણી મે માસના બીજા પખવાડીયામાં કરવી જોઈએ.

ઉત્પાદન :

ઋતુ દરમ્યાન પાંચ થી છ કાપણીમાં 800 થી ૮૦૦ ક્વિન્ટલ હેકટર લીલો ચારો મેળવી શકાય છે. વર્ષાયુ પાકમાં ૧000 થી ૧૨૦ ક્વિન્ટલ પ્રતિ હેકટર લીલા ચારાનું ઉત્પાદન મળે છે. બે કાપણી પછી બિયારણ ઉત્પાદન માટે રજકો છોડતા ૩૦ થી ૪% કિલો પ્રતિ હેકટર બિયારણનું ઉત્પાદન મેળવી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More