Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Papaya Farming: પપૈયાની ખેતી થકી ઘરમાં કરો ધનના ઢગલા

ગુજરાત અને આખા દેશમાં હવે ખેડૂતોએ પરંપરાગત ખેતીને છોડીને વધુ નફો આપતી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. કેમ કે બાગાયતી ખેતી ખેડૂતોને વધું નફો આપે છે. તેમાંથી એક બાગાયતી ખેતી છે પપૈયાની, જેની બાજારમાં માંગ ઘણી વઘારે છે. સાથે જ તેની પૈદાયશ માટે ઓછા પૈસા ખર્ચ થાય છે અને નફો 10 ગણો મળે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પપૈયાની ખેતી થકી આખા ગામડા થયું અજબોપતિ (સૌજન્ય: કિસાન ખેતી ગંગા)
પપૈયાની ખેતી થકી આખા ગામડા થયું અજબોપતિ (સૌજન્ય: કિસાન ખેતી ગંગા)

ગુજરાત અને આખા દેશમાં હવે ખેડૂતોએ પરંપરાગત ખેતીને છોડીને વધુ નફો આપતી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. કેમ કે બાગાયતી ખેતી ખેડૂતોને વધું નફો આપે છે. તેમાંથી એક બાગાયતી ખેતી છે પપૈયાની, જેની બાજારમાં માંગ ઘણી વઘારે છે. સાથે જ તેની પૈદાયશ માટે ઓછા પૈસા ખર્ચ થાય છે અને નફો 10 ગણો મળે છે. કૃષિ જાગરણ ગુજરાતી તમને ત્યાં એક ખેડૂત વિશે જણાવશે, આથી તમને ખબર પડશે કે પપૈયાની ખેતી કરવાથી કેટલો ફાયદો તમને થઈ શકે છે. આપણે જે ખેડૂત વિશે વાત કરી રહ્યા છે તેનું નામ મેહમ્મદ ઈરફાન છે અને તે બિહારના ગયા જિલ્લાના ભદેજા ગામના ખેડૂત છે. ઈરફાન છેલ્લા 20 વર્ષથી પરંપરાગત ખેતી છોડીને બગાયતી પાક પપૈયાનું વાવેતર કરી રહ્યો છે. જેના દ્વારા તેમને પોતાના ઘરમાં ધનના ઢગળા કરી દીધા છે.

દર વર્ષે 1500 ક્વિન્ટલ પપૈયાનુ ઉત્પદાન કરે છે

બિહારના ગયા જિલ્લાના ખેડૂત મોહમ્મદ ઇરફાને દર વર્ષે 1500 ક્વિન્ટલ પપૈયાનું ઉત્પાદાન પોતાની 1.15 વીધા જમીન ઉપર કરે છે. જેના તેને સારામાં સારા ભાવ મળે છે. જો હોલસેલના પ્રમાણે વાત કરીએ તો માર્કેટમાં એક કિલોના પપૈયાની કીમત 35 થી 40 રૂપિયા છે. 20 વર્ષ પહેલા શરૂ કરેલી પપૈયાની ખેતી હવે ઈરફાનના ઘરે ધનના ઢગળા કરી દીધા છે. તેમની આ અધધ કમાણી જોઈને હવે અન્ય ખેડૂતો પણ પપૈયાની ખેતી તરફ વળ્યા છે.

ઇરફાનને જોઈને તેના આજુ-બાજુના 50 ખેડૂતો પણ કરવા લાગ્યા વાવેતર

પપૈયાની ખેતી વિશે વાત કરતા ઇરફાન કૃષિ જાગરણ ગુજરાતી ને જણાવે છે કે. મારી સફળતાને જોતા આજે મારા આજુ-બાજુના ખેડૂતો પણ પપૈયાની ખેતી તરફ વળ્યા છે. તેમણે જણાવ્યું કે આજે મારા ગામ પપૈયાની ખેતી માટે ઓળખાઈ રહ્યું છે. સાથે જ આજે મારા ગામના દરેક ખેડૂત પૈસાદાર થયા છે. પોતાના પૈપયાના પાક વિશે જણાવતા ઇરાફાન જણાવે છે કે ભદેજાનું આ સ્વદેશી પપૈયા ખૂબ જ મીઠું છે. જેને તૈયાર કરવામાં એક વર્ષનું સમય લાગે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પપૈયાના નાના રોપા નર્સરીમાં તૈયાર કરવામાં આવે છે અને પછી તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. પપૈયાનું ઝાડ લગભગ 2 વર્ષ સુધી ફળ આપે છે.

માવજત માટે શું કરવું

ઇરફાન કહે છે કે પપૈયાના બીજની રોપણી કર્યા પછી જ્યારે તેમાથી છોડ ઉગી આવે છે. ત્યારે તેની માવજત પર ખાસ ધ્યાન આપવું પડે છે. તેમા સમયાંતરે દવાનો છંટકાવ કરવો પડે છે. સાથે જ ઉનાળાના સમયમાં દર 3થી 4 દિવસમાં જમીનનું સમતલીકરણ કરવામાં આવે છે. સાથે જ પાણી આપવા પછી તે જામ નહી થાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. કેમ કે તેનાથી પાકને નુકસાન થવાની ભીતી હોય છે. જણવી દઈએ કે ખેડૂતે પપૈયાની ખેતીથી દર વર્ષે 5 લાખનો નફો મેળવે છે.

પપૈયાના છે ઘણા સ્વસ્થ લાભો

જો પપૈયાના સ્વાસ્થ્ય લાભની વાત કરીએ તો તેમા ફાઇબર્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન C, વિટામિન B 9, પોટેશિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત હોય છે. આ ઉપરાંત, પપૈયામાં વિટામિન B1, વિટામિન B3, કેલ્શિયમ, વિટામિન B5, વિટામિન E અને વિટામિન K જેવા પોષક તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. આથી પપૈયાની માંગ પણ ખૂબ જ વધારે હોય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More