Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મખાનાની ખેતીથી લાખો કમાવાની તક… જાણો આને લગતી બધી વાતો

દેશમાં આશરે 15 હજાર હેક્ટર વિસ્તારમાં માખાનાની ખેતી થાય છે, જેમાં 80 થી 90 ટકા ઉત્પાદન એકલા બિહારમાં થાય છે. મિથિલાંચલ તેના ઉત્પાદનમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. જ્યાં લગભગ 120,000 ટન બીજ મખાના ઉત્પન્ન થાય છે, જેમાંથી 40,000 ટન મખાનાના સ્લેગ મળે છે. મખાનાનું વનસ્પતિશાસ્ત્રનું નામ યુરીયલ ફેરોક્સ સલીબ છે, જેને સામાન્ય બોલચાલની ભાષામાં કમળના બીજ પણ કહેવામાં આવે છે. તે એક પાક છે જે પાણીમાં ઉગાડવામાં આવે છે. બિહારના મિથિલાંચલ (મધુબાની અને દરભંગા) માં મોટા પાયે તેની ખેતી થાય છે.

KJ Staff
KJ Staff
Makhana Farming
Makhana Farming
દેશમાં આશરે 15 હજાર હેક્ટર વિસ્તારમાં માખાનાની ખેતી થાય છે, જેમાં 80 થી 90 ટકા ઉત્પાદન એકલા બિહારમાં થાય છે.  મિથિલાંચલ તેના ઉત્પાદનમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. જ્યાં લગભગ 120,000 ટન બીજ મખાના ઉત્પન્ન થાય છે, જેમાંથી 40,000 ટન મખાનાના સ્લેગ મળે છે.  મખાનાનું વનસ્પતિશાસ્ત્રનું નામ યુરીયલ ફેરોક્સ સલીબ છે, જેને સામાન્ય બોલચાલની ભાષામાં  કમળના બીજ પણ કહેવામાં આવે છે.  તે એક પાક છે જે પાણીમાં ઉગાડવામાં આવે છે.  બિહારના મિથિલાંચલ (મધુબાની અને દરભંગા) માં મોટા પાયે તેની ખેતી થાય છે.
ભારતમાં જે પ્રકારનું વાતાવરણ છે તે અનુસાર તેની ખેતી સરળ માનવામાં આવે છે. આ પાકને વધારવા માટે ગરમ હવામાન અને મોટા પ્રમાણમાં પાણીની આવશ્યકતા રહે છે  મખાનાનું દેશના ઈશાન-પૂર્વીય વિસ્તારોમાં પણ અમુક અંશે વાવેતર થાય છે.  આસામ, મેઘાલય સિવાય, તે ઓડિશામાં તે નાના પાયે ઉગાડવામાં આવે છે.  ઉત્તર ભારતની વાત કરીએ તો તેની ખેતી ગોરખપુર અને અલવરમાં પણ થાય છે.  જંગલીરૂપમાં જોઈએ તો તે જાપાન, કોરિયા, બાંગ્લાદેશ, ચીન અને રશિયામાં પણ જોવા મળે છે.
એપ્રિલ મહિનામાં માખાનાના છોડના ફૂલો દેખાવા લાગે છે.  ફૂલો 3-4 દિવસ છોડ પર રહે છે. અને તે દરમિયાન છોડમાં બીજ બનાવવાની પ્રક્રિયા ચાલુ રહે છે. એકથી બે મહિનામાં બીજ ફળોમાં પરિણમે છે.  જૂન-જુલાઇમાં ફળો 24 થી 48 કલાક પાણીની સપાટી પર તરતા રહે છે અને પછી નીચે બેસી જાય છે.
મખાનાના ફળ કાંટાદાર હોય છે.  કાંટો ઓગળતાએક થી બે મહિનાનો જેટલો સમય લાગે છે, સપ્ટેમ્બર- ઓક્ટોબર મહિનામાં ખેડુતો તેમને પાણીની નીચેની સપાટીથી એકત્રિત કરે છે, ત્યારબાદ તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.  બીજને  સૂર્યના તડકામાંમાં સૂકવવામાં આવે છે. બીજોના  કદના આધારે તેનું ગ્રેડિંગ કરવામાં આવે છે.

માખાનાની નિકાસમાં થાય છે મોટી કમાણી

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રિય કૃષિ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પ્લાન્ટ પેથોલોજી અને ડિરેક્ટર રિસર્ચ ડો. એસ.કે.સિંઘે જણાવ્યું છે કે માખાનાના નિકાસથી દેશમાં દર વર્ષે 22 થી 25 કરોડનું વિદેશી નાણા મળે છે.
વેપારીઓ મખાનાને બિહારથી દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મોકલે છે. પરંપરાગત મખાનાની ખેતીમાં  કૃષિ રસાયણોનો ઉપયોગ નહિવત્ છે, જેના કારણે તેને ઓર્ગેનિક ફૂડ પણ કહેવામાં આવે છે.
બહુ ઓછી એવી વસ્તુઓ હોય છે જે સ્વાદની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. આવામાં  મખાના તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

કેટલી કમાણી થાય છે?

પાણીમાં ઉગેલા ફૂલો અને પાંદડા જેવા દેખસવ વાળા મખાના એક વર્ષમાં 3-4લાખ રૂપિયા કમાય આપે છે.  મોટી વાત એ છે કે માખાનાને પાણીમાંથી  કાઢયા પછી  સ્થાનિક બજારોમાં તેના કંદ અને દાંડીની પણ ભારે માંગ છે, જેને પણ ખેડુતો વેચીને પૈસા કમાઈ શકે છે.
હવે માછલીઓની ખેતી કરતા ખેડુતો મખાનાથી વધુ આવક મેળવી રહ્યા છે. બિહાર સિવાય મણિપુરના ખેડૂતોમાં પણ તેની ખેતી દિવસેને દિવસે લોકપ્રિય થઈ રહી છે.  તેની ખેતી જૂનથી નવેમ્બર સુધી કરવામાં આવે છે.  મખાનામાંથી કેટલું નાણું થશે તે તળાવના કદ પર આધારિત છે.
માખાનાના છોડનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.  તેના કંદનો ઉપયોગ કમળા જેવા રોગોની સારવારમાં થાય છે.  ખેડૂતો તેને બજારોમાં વેચીને સારી કમાણી કરે છે.  તેના કાચા બીજનો ઉપયોગ ઝાડાની સારવારમાં થાય છે.
આમ તો સમગ્ર ભારતના કુલ ઉત્પાદનો 85% ફક્ત બિહારમાં જ થાય છે.  પરંતુ બિહાર સિવાય બંગાળ, આસામ, ઓરિસ્સા, જમ્મુ-કાશ્મીર, મણિપુર અને મધ્યપ્રદેશમાં પણ તેનું વાવેતર થાય છે.  જોકે, વ્યાપારી સ્તરે તેની ખેતી ફક્ત બિહારમાં જ થઈ રહી છે.  પરંતુ કેન્દ્ર સરકાર હવે બિહાર તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ તેની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહી છે.

ક્યાં ક્યાં થાય છે મખાનની ખેતી?

આપણા દેશમાં બિહારના દરભંગા અને મધુબાનીમાં માખાનાની ખેતી સૌથી વધુ થાય છે. તાજેતરના વર્ષોમાં બિહારના કટિહાર અને પૂર્ણિયામાં પણ મખનાની ખેતી કરવામાં આવી રહી છે.
વસ્તી વૃદ્ધિના દબાણને કારણે તળાવોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, જેના કારણે માખાનાના  પરંપરાગત વાવેતરમાં ઘટાડો થયો છે, પરંતુ મખાણા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દરભંગાના વૈજ્ઞાનિકોએ એવી ટેકનીક વિકસાવી છે, જેમાં માખાનાની ખેતી હવે ખેતરોમાં પણ કરી શકાશે.
ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ, તેરાઇ અને મધ્ય યુપીના આવા ઘણા વિસ્તારો છે, જ્યાં આખા વર્ષ દરમિયાન ખેતરોમાં પાણીનો ભરાવો રહે છે.  આવી સ્થિતિમાં ખેડુતો આ ખેતરોમાં મખાનાની ખેતી કરીને આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકે છે.

Related Topics

Makhana Farmer earning

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More