Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

પીપરમેન્ટની વૈજ્ઞાનિક ખેતી બનાવી દેશે લખપતિ, અહીં આપી છે સંપૂર્ણ માહિતી

મેંથા અથવા પીપરમેંટ જાપાનની ફુદીનાના નામથી ઓળખાય છે. વાસ્તવમાં તેની ઉત્તપ્તિ ચીનમાં થઈ છે પરંતુ ચીનથી તે જાપાન પહોંચી. જાપાનથી મેંથા (પીપરમેંટ) ભારત અને વિશ્વના અન્ય દેશોમાં લાવવામાં આવી. આ જ કારણ છે કે મેંથા ભારતમાં જાપાની ફુદીનાના નામથી ઓળખાય છે.

Sagar Jani
Sagar Jani
Peppermint
Peppermint

મેંથા અથવા પીપરમેંટ જાપાનની ફુદીનાના નામથી  ઓળખાય છે. વાસ્તવમાં તેની ઉત્તપ્તિ ચીનમાં થઈ છે પરંતુ ચીનથી તે જાપાન પહોંચી. જાપાનથી મેંથા (પીપરમેંટ) ભારત અને વિશ્વના અન્ય દેશોમાં લાવવામાં આવી. આ જ કારણ છે કે મેંથા ભારતમાં જાપાની ફુદીનાના નામથી ઓળખાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર મેંથાનું વનસ્પતિક નામ મેંથા આર્વેન્સિસ છે.  તેની શાખાઓમાં સારી માત્રામાં તેલ જોવા મળે છે.

આ ઉપરાંત તેના તેલમાં મેન્થોન, મેન્થાલ અને મિથાઈલ એસિટેટ પણ મળી આવે છે. તેનો ઉપયોગ માથાનો દુખાવો, પીઠનો દુખાવો, શ્વસન રોગોની મ દવાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.  મેન્થાનો ઉપયોગ વિવિધ પ્રકારના કોસ્મેટિક્સમાં પણ થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર મેંથાની ખેતીથી ખેડૂતોના આર્થિક સ્વાસ્થ્યમાં પણ  સુધારો થઈ શકે છે.  તો ચાલો જાણીએ લાખો રૂપિયા કમાવવા માટે મેંથાની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી જોઈએ.

ભારતમાં મેંથાની ખેતી

ભારતમાં મેંથાની ખેતી પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગધમાં થાય છે. આ ઉપરાંત તેની ખેતી રાજસ્થાનમાં પણ શક્ય છે. અત્રે  ઉલ્લેખનીય છે કે મેંથાની ખેતી ભારત સિવાય જાપાન, ચીન, બ્રાઝિલ અને થાઇલેન્ડમાં પણ  થાય છે.

મેંથાની ખેતી માટે વાતાવરણ અને જમીન

મેંથાની ખેતી માટે અનુકૂળ વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે.  જો મેંથાની ખેતી અનુકૂળ વાતાવરણ ન હોય તો તેના ઉત્પાદનની સાથો સાથ તેમાંથી નીકળતા તેલની માત્રા પર પણ અસર થાય છે. તમને જણાવી દઈએ કે તેની ખેતી માટે કે સમશીતોષ્ણ હવામાન  શ્રેષ્ઠ માનવામાં આવે છે.  બીજી બાજુ  શિયાળા દરમિયાન હિમ અને બરફ પડતા વિસ્તારોમાં મેંથની ખેતી કરી શકાતી નથી.  હિમ અથવા બરફ પડવાના કારણે છોડની વૃદ્ધિ ઓછી થાય છે,તો બીજી બાજુ, તેલની માત્રા પણ ઓછી આવે છે. આ ઉપરાંત રેતાળ લોમ માટી તેની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.  બાયોમાસવાળી આવી માટી જેનું પીએચ મૂલ્ય 6 થી 7 છે તે તેની ખેતી માટે યોગ્ય છે.  આ ક્ષેત્રમાં ડ્રેનેજની સારી વ્યવસ્થા હોવી જોઈએ.

મેંથાની ખેતી માટે ખેતરની તૈયારી

મેંથાની સારી ઉપજ માટે તો  સૌ પ્રથમ ખેતરને ઊંડે સુધી સ્કરી રીતે ખેડવું  જોઈએ. ઓછામાં ઓછું બે વાર ખેતરને ખેડીને તૈયાર કરવું જઈએ. ત્યારબાદ  હવે તેમાં 20 થી 25 ટન ગોબરનું સળેલું ખાતર ઉમેરવું. ખાતર ઉમેર્યા પછી ખેતરને સમથળ બનાવી લેવું જોઈએ.

લીલા સોના જેવી છે વાંસની ખેતી, ખેડૂતોને હેકટર દીઠ 3.5 લાખ રૂપિયા સુધી આવક થઈ શકે

મેંથાની ખેતી માટે ઉન્નત જાતો

કોઈપણ પાકની સારી ઉપજ માટે સારી જાતો પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગણાય છે.  મેંથાની કેટલીક સુધારેલી જાતો આ પ્રમાણે છે- કાલ્કા, ગોમતી, ​​એમ.એ.એસ.-1 હાઈબ્રીડ -77, કોશી, હિમાલય અને શિવાલિક વગેરે.

મેંથની ખેતી માટે  વાવણીનો યોગ્ય સમય

મેદાની અને પહાડી વિસ્તારોમાં તેની વાવણીનો સમય અલગ અલગ હોય છે. 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચેનો સમય તેની વાવણી માટે સારો હોય છે, જ્યારે પહાડી વિસ્તારમાં માર્ચથી એપ્રિલની વચ્ચે મેંથાની વાવણી કરવી જોઈએ. તેની વાવણીની હરોળથી હરોળનું અંતર  60 સેન્ટિમીટર અને છોડથી છોડનું અંતર 45 સેન્ટિમીટર રાખવું જોઈએ.

મેંથની ખેતી માટે સારા ખતરો

મેંથાના સારા ઉત્પાદન માટે ખાતર ઉપરાંત, 120 થી 130 કિલો નાઇટ્રોજન, 50 થી 60 કિલો ફોસ્ફરસ અને 40 થી 60 કિલો પોટાશનો ઉપયોગ હેકટર દીઠ કરવો જોઇએ.  નાઇટ્રોજનને 20 થી 25 કિલોનો પ્રથમ ડોઝ, વાવણી દરમિયાન બીજો ડોઝ અને બાકીનો ડોઝ ઉભા પાકમાં 35 થી 40 દિવસના અંતરાલમાં આપવો જોઈએ. આ ઉપરાંત વાવણી કરતા પહેલા ફોસ્ફરસ અને પોટેશ પૂરવણીઓ આપવી જોઈએ.

મેંથાની ખેતી માટે સિંચાઈ

પ્રથમ સિંચાઈ મેંથાના છોડની રોપણી પછી તરત જ થવી જોઈએ. આ પછી 15 થી 20 દિવસના અંતરે સિંચાઈ કરવી જોઈએ. મેંથાના સારા પાક માટે, ઉનાળાના દિવસોમાં 8 થી 10 ના અંતરાલમાં નિયમિત સિંચાઈ કરવી જોઈએ.

મેંથાની ખેતીથી  કમાણી

આમ તો મેંથાની ઉપજ તેની ઉન્નત જાત, વાતાવરણ , જમીન અને ઋતુ પર આધાર રાખે છે. જોકે પ્રતિ હેક્ટર તેની ખેતીથી 250 થી 300 ક્વિન્ટલ નવી શાખાઓ મેળવવામાં આવે છે.  ઉપરાંત 200 થી 250 લિટર તેલ ઉપલબ્ધ થાય છે. તેનું તેલ 600 થી 1700 પ્રતિ લિટર બજારમાં વેચાય છે.

Related Topics

Peppermint

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More