ખેડૂતો લવન્ડરની ખેતી કરીને પણ લાખોની કમાણી કરી શકે છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે લવન્ડરની ખેતી ખેડૂતો માટે કેટલી લાભદાયી છે અને તેના માટે સરકાર દ્વારા શું મદદ મળે છે.
લવન્ડરની ખેતી ખેડૂતો માટે કમાણીનો સારો સ્ત્રોત
લવન્ડરની ખેતી ખેડૂતો માટે લાખોની કમાણીનો સારો સ્ત્રોત બની શકે છે, લવન્ડરનું એકવાર વાવેતર કર્યા પછી 10 થી 12 વર્ષ સુધી તેનો ફાયદો મળતો રહે છે. આ એક બારમાસી પાક છે અને તે બંજર જમીન પર પણ ઉગાડી શકાય છે. તેને ન્યૂનતમ સિંચાઈની જરૂર છે. લવન્ડરને અન્ય પાકો સાથે પણ ઉગાડી શકાય છે. તમને જણાવીએ કે લવન્ડરએ યુરોપિયન પાક છે અને અગાઉ તેની ખેતી કાશ્મીરમાં પણ કરવામાં આવતી હતી.
દેશમાં જમ્મુમાં થાય છે લવન્ડરની ખેતી
લવન્ડરનું ઉત્પાદન જમ્મુના ડોડા, કિશ્તવાડ અને ભાદરવા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ફાયદો જોઈને હજારો ખેડૂતો લવન્ડરની ખેતી Lavender Farming કરવા ઈચ્છે છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહએ જણાવ્યું છે કે, લવન્ડરને ડોડા બ્રાન્ડ પ્રોડક્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે, ડોડાએ ભારતની પર્પલ રિવોલ્યુશન એટલે કે અરોમા મિશનનું જન્મસ્થળ છે. લવન્ડરને ડોડા બ્રાન્ડ પ્રોડક્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે જ્યારે કિશ્તવાડમાં રેટલે હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને આઠ વર્ષ પછી પુનર્જીવિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : લીલીના ફૂલથી થશે સારી કમાણી
કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લવન્ડરની ખેતી કરતા ખેડૂતો પરંપરાગત પાકોની સરખામણીમાં 5-6 ગણી વધુ આવક મેળવતા હોય છે. હાલમાં અરોમા મિશન દેશભરના સ્ટાર્ટ-અપ્સ અને ખેડૂતોને આકર્ષવામાં સફળતા મેળવી રહ્યું છે, આ મિશન દેશના 46 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતુ કે, ‘પર્પલ રિવોલ્યુશન’ એ સ્ટાર્ટ-અપ ઈન્ડિયામાં જમ્મુ અને કાશ્મીરનું યોગદાન વિશિષ્ટ રહ્યું છે.
લવન્ડરના તેલની કિંમત છે વધારે
મહત્વની વાત છે કે જે પ્રાણીઓ ખેતીને નુકસાન પહોંચાડે છે તે લવન્ડરને નુકસાન પહોંચાડતા નથી. તે જૂન-જુલાઈ દરમિયાન 30-40 દિવસમાં એકવાર ફૂલ આપે છે. એક હેક્ટરમાં વાવેલા પાકમાંથી દર વર્ષે ઓછામાં ઓછું 40 થી 50 કિલો લવન્ડરના તેલનું ઉત્પાદન થશે.આજે લવન્ડર તેલનો ભાવ પ્રતિ કિલો આશરે 10 હજાર રૂપિયા છે.
આ પણ વાંચો : ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?
સરકારની શું છે યોજના
લવન્ડરને ડોડા બ્રાન્ડ પ્રોડક્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, અને ડોડા ભારતની પર્પલ રિવોલ્યુશનનું જન્મસ્થળ છે. કૃષિ-સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો અને ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારની ‘એક જિલ્લા, એક ઉત્પાદન’ પહેલ હેઠળ લવન્ડરને પ્રોત્સાહન પણ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : આજે અમે તમને જણાવીશું ખૂબ જ કિંમતી સ્નોડ્રોપ બલ્બ નામનું ફૂલ ક્યા અને ક્યારે ઉગાડી શકાય
આ પણ વાંચો : ઔષધિય છોડની ખેતી તરફ વળ્યા ખેડૂતો, થાય છે સારી કમાણી
Share your comments