Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો

ગુજરાતમાં સીંગતેલ અને કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. રાજકોટમાં એક જ દિવસમાં સિંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે સીંગતેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા પર પહોંચી ગયો છે, જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

Himanee Chauhan
Himanee Chauhan
Price Rise
Price Rise

રાજકોટમાં એક જ દિવસમાં સિંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે સીંગતેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા પર પહોંચી ગયો છે, જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ખાદ્ય તેલના ભાવમાં ભડકો થતા હાલ તો સામાન્ય વર્ગ ચિંતામાં મુકાયો છે. સીંગતેલ Groundnut Oil, કપાસિયા Cottonseed Oil, અને પામોલીન તેલના ભાવ વધ્યા છે. એક જ દિવસમાં ખાદ્યતેલના ભાવોમાં 20 રૂપિયાથી લઇને 40 રૂપિયા સુધીનો વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે.જ્યારે સીંગતેલ Groundnut Oilના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલ Cottonseed Oil માં પણ 20 રૂપિયાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મગફળીની આવકમાં વધારો થતાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, મહત્વની વાત છે કે છેલ્લા ત્રણ દિવસમાં એક ડબ્બાના ભાવ 40 રૂપિયા વધ્યા છે. તમને જણાવી દઈએ કે તેલના એક ડબ્બાનો ભાવ અઢી હજારની નજીક પહોંચ્યો છે.  

સૌરાષ્ટ્રમાં મગફળીની દૈનિક આવક વધવા છતાં સીંગતેલમાં ભાવ વધારો થયો છે. સીંગતેલમાં છેલ્લા 3 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. હાલ સીંગતેલના ડબ્બાના ભાવ 2420 ની આસપાસ પહોંચ્યા છે. સૌરાષ્ટ્રની મિલોમાં સીંગતેલનું દૈનિક ઉત્પાદન 300 ટન છે. સીંગતેલની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2350 ની આસપાસ પહોંચ્યો છે. 

સીંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. તો પામતેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, સોયાબીનમાં 10 રૂપિયા ભાવ વધારો, સનફ્લાવર ઓઈલમાં 10 રૂપિયા ભાવ વધારો અને મકાઈના તેલમાં 15 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. છતા ચાર દિવસમાં ફરીથી તેલના ભાવ વધ્યા છે.

અન્ય તેલના ભાવ પર નજર કરીએ તો, પામતેલનો ડબ્બો 2200 રૂપિયા, સોયાબીન તેલનો ડબ્બો 2250 થી 2300 રૂપિયા, સનફ્લાવર તેલનો ડબ્બો 2150 રૂપિયા અને મકાઈના તેલનો ડબ્બો 2080 રૂપિયા પર પહોંચ્યો છે.

હજુ ભાવ વધવાની સંભાવના

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શકયતા છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

આ પણ વાંચો : બદામની ખેતીથી થઈ શકે છે લાખોની કમાણી

આ પણ વાંચો : આજે અમે તમને જણાવીશું ખૂબ જ કિંમતી સ્નોડ્રોપ બલ્બ નામનું ફૂલ ક્યા અને ક્યારે ઉગાડી શકાય

Share your comments

Subscribe Magazine

More on News

More