Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Jojoba Cultivation : ખેડૂતો કરી રહ્યા છે વિદેશી ખેતી, જોજોબાની ખેતી કરીને 150 વર્ષ સુધી મેળવી શકશો નફો

તમે ઘણા પ્રકારના સોના વિશે સાંભળ્યું હશે અને જોયું પણ હશે, પરંતુ શું તમે ક્યારેય 'રણનું સોનું' જોયું છે? નવાઈ લાગી રહી હશે ને તો આજે અમે તમને જોજોબાની ખેતી વિશે વિગતવાર માહિતી આપીશું. જોજોબા ખેતી માટે ઉત્તમ છે. તો ચાલો જાણીએ જોજોબાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી.

Himanee Chauhan
Himanee Chauhan
Jojoba Cultivation
Jojoba Cultivation

શું તમે ક્યારેય 'રણનું સોનું' જોયું છે?  નવાઈ લાગી રહી હશે ને તો આજે અમે તમને જોજોબાની ખેતી વિશે વિગતવાર માહિતી આપીશું. જોજોબા ખેતી માટે ઉત્તમ છે. તો ચાલો જાણીએ જોજોબાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી.

જોજોબા શું છે ? What Is Jojoba

જોજોબા Jojoba એક વિદેશી મૂળનો છોડ છે, તેને હોહોબા તરીકે પણ ઓળખવામાં આવે છે, જોજોબા એક વિદેશી તેલીબિયાં પાક છે. તે એક રણ પ્રદેશનો છોડ છે. મહત્વની વાત છે કે જોજોબાના છોડને વધુ પાણીની જરૂર પડતી નથી. તેનું ઉ ત્પાદન એરિઝોના, મેક્સિકો અને દક્ષિણ કેલિફોર્નિયામાં લાંબા સમયથી થતુ આવે છે. અને હવે ભારતમાં પણ જોજોબાની ખેતી થઈ રહી છે. જોજોબાની ખેતી કરીને ખેડૂતો સારી કમાણી કરી શકે છે, ભારત સહિત દુનિયા ભરમાં હંમેશા જોજોબાની માંગ રહે છે.

જોજોબા તેલ ગંધહીન અને ઉત્તમ ગુણવત્તાવાળું હોય છે. જોજોબાના મહત્વને સમજીને, રાજસ્થાન સરકારે પણ તેનો ટેકો આપ્યો છે અને રાજસ્થાન જોજોબા પ્લાન્ટેશન રિસર્ચ પ્રોજેક્ટની સ્થાપના કરી છે. જોજોબાના બીજની પ્રક્રિયા કર્યા બાદ તેને દેશ-વિદેશમાં વેચવામાં આવે છે, જેના માટે પહેલા ખેતરમાંથી બીજ એકત્રિત કરવામાં આવે છે. પછી તેને છાયામાં સૂકવવામાં આવે છે. તેમના બીજને સૂકવવામાં સમય લાગે છે. જ્યારે ભેજ ત્રણ ટકા સુધી રહે છે, ત્યારે તેમની છાલ કાઢીને બોરીમાં ભરવામાં આવે છે.

આ રાજ્યોમાં થઈ શકે છે જોજોબાની ખેતી Jojoba Cultivation Area In India

આપણાં દેશમાં હાલમાં તો રાજસ્થાનના ખેડૂતો જોજોબાના છોડનુ વાવેતર કરી રહ્યાં છે, તમને ખબર જ છે કે ઘણાં વર્ષોથી ભારતમાં તેલીબિયાંની ખેતી કરવામાં આવે છે.

ભારતમાં રાઈ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમૂખીમાંથી તેલનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ. જોજોબાના ગુણધર્મોને કારણે વિદેશમાં તેની ખૂબ માગ છે. આગળ જતાં ભારતમાં તેની માગ ઝડપથી વધવાની શક્યતા છે. જોજોબા તેલની ઊંચી કિંમતને કારણે, કોસ્મેટિક કંપનીઓ હાલમાં તેનો ઉપયોગ તેમના ઉત્પાદનોમાં કરી રહી છે.

પંજાબ, હરિયાણા, ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં જોજોબાની સારી ખેતી થવાની સંભાવના છે.

આ પણ વાંચો : ઔષધિય છોડની ખેતી તરફ વળ્યા ખેડૂતો, થાય છે સારી કમાણી

જોજોબાના છોડની લાક્ષણિકતાઓ Characteristics Of Jojoba Plant

  • જોજોબા રણીકરણ સામે લડવાની સાથે સાથે ઔદ્યોગિક મહત્વના પાક Crops Of Industrial Importance તરીકે ભૂમિકા ભજવવાનો બેવડો હેતુ પૂરો પાડે છે.
  • જોજોબાના છોડનું આયુષ્ય લગભગ 150 વર્ષનુ હોય છે.
  • જોજોબાનો છોડ લગભગ 3-5 મીટર સુધી વધી શકે છે
  • સાથે જ તે ઉચ્ચ અને નીચું એમ બંને તાપમાન સહન કરી શકે છે.

સૌપ્રથમ ઈઝરાયેલમાં થયુ હતુ વાવેતર

જોજોબા એક એવો છોડ છે, જેના બીજમાંથી 45 થી 55 ટકા તેલ કાઢવામાં આવે છે. તેના બીજ અડધા કરતાં વધુ તેલથી ભરેલા હોય છે. જોજોબાનું પ્રથમ કર્મિશિયલ વાવેતર ઈઝરાયેલમાં 1977માં શરૂ થયું હતું અને હવે તે મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. જોજોબાની ખેતીમાંથી તેલ પુષ્કળ પ્રમાણમાં મળવા લાગ્યું.

આ પણ વાંચો : વૃક્ષારોપણ ખેતી શું છે ? જાણો તેની પદ્ધતિ

જોજોબાની ખેતીથી થશે સારી આવક Good Income From Jojoba Farming

બીજને પ્રોસેસિંગ પ્લાન્ટમાં નાખીને પીસવામાં આવે છે. આ દરમિયાન તેલ બહાર આવવા લાગે છે. તેલને ચાળણી દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર કરેલ તેલને સ્ટેનલેસ સ્ટીલની ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે. આ પછી જરૂરિયાત મુજબ નાના-મોટા પેકિંગ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

જોજોબાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં, ભારત હવે અન્ય દેશોમાં પણ તેની નિકાસ કરી રહ્યું છે. એકંદરે, જોજોબાની ખેતી અદ્ભુત છે. તેને ઓછા પાણીમાં સરળતાથી ઉગાડી શકાય છે. વધતી માગને ધ્યાનમાં રાખીને, જોજોબાના ઘણા પ્રોસેસિંગ એકમો પણ સ્થાપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોની ઉપજની માગમાં પણ વધારો થવાની સંભાવના છે. જો ખેડૂતો જોજોબાનું વ્યવસાયિક ઉત્પાદન કરે તો તેઓ ચોક્કસપણે સારી આવક મેળવી શકે છે.

આ પણ વાંચો : રવિ પાક ડુંગળીમાં પોષણ વ્યવસ્થાપન કરી સારું ઉત્પાદન પ્રાપ્ત કરવું

આ પણ વાંચો : માર્ચ મહિનાના મુખ્ય કૃષિ કાર્યો, આ કામ પૂર્ણ કરવા ખેડૂતો માટે છે ખૂબ જરૂરી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More