ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખેડૂતો ત્યારે જે-જે પાકોના વાવેતર કર્યો હતો તેમના સમય જતા ખેતકામ કરવાના રહે છે. જેથી પાકોની ગુણવત્તામાં વધારો થાય અને વધુ ઉતારો મળે. આજે અમે આપણા ખેડૂત (Farmers) ભાઈઓને ખરીફ પાક જુવાર (Sorghum), મકાઈ (Corn) અને શેરડીમાં (Sugarcane) સપ્ટેમ્બર માહમાં થવા વાળા ખેતકામની વિગતવાર માહિતી આપીશુ.

શેરડી (Sugarcane)
શેરડીમાં ભીંગડાવાળી ઇયળનાં નિયંત્રણ માટે કાર્બાફયુરાન ૩ ટકા દાણાદાર હેકટરે 8થી 10 કિલો મુજબ આપવું.
પાનકથીરીનાં નિયંત્રણ માટે ડાયકોફોલ 10 મીલી અથવા દ્રાવ્ય ગંધક (સલ્ફર) 20 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
જુવાર (Sorghum)
દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
મોલો-મશીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીબોળીની મીંજ ભૂકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી સાંજના છંટકાવ કરવો.
જુવારમાં તીતીઘોડાનાં નિયંત્રણ માટે કવીનાલફોસ 1.5 ટકા ભૂકી 25 કિ.લો. પ્રતિ હેક્ટર પ્રમાણે શેઢા પાળ ઉપર છાંટવી અથવા ક્લોરપાયરીફોસ દવા 1.25 લિટર 250 કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટર વિસ્તારમાં ઉભા પાકમાં પુન્કી દેવી.
જુવારના મધિયાથી બચવા માટે ઝાયરમ 0.2 ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ 50 ટકા ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબૂમાં લઈ શકાય છે.
મકાઇ (Corn)
લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ક્લોરાપાયરીફોસ 20 ઇસી 20 મિ.લિ. અથવા કવીનાલફોસ 25 ઇસી 20 મિ.લિ. અથવા ઇન્દોકઝાકાર્બ 5-7 મિલી 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
મકાઈમાં ગાભામારાની ઈયળના નિયંત્રણ માટે ઉગાવા પછી 30 થી 40 દિવસે કાર્બાફ્યુરાન 3જી 10 કી./હે છાટવાની.
Share your comments