Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મેળવવા માંગો છો બમણી આવક તો કરો આ ત્રણ પાકોની ખેતી

આજકાલ યુવાનોમાં કઈંક કરી દેખાવાની ક્ષમતા ઉભી થઈ રહી છે. દેશના યુવાનોએ દરેક ક્ષેત્રમાં આગળ વધીને દેશને મોટી અર્થવ્યવસ્થાનું કેંદ્ર બનાવી રહ્યા છે. પરંતુ કેટલાક યુવાનો એવા પણ છે જે પોતાના ગુજરાન ચલાવા માટે નાની-મોટી નોકરી કરે છે. એ

Amansinh Jadeja
Amansinh Jadeja
આ ત્રણ વસ્તુઓની ખેતી કરી દેશે તમારી આવક બમણી
આ ત્રણ વસ્તુઓની ખેતી કરી દેશે તમારી આવક બમણી

આજકાલ યુવાનોમાં કઈંક કરી દેખાવાની ક્ષમતા ઉભી થઈ રહી છે. દેશના યુવાનોએ દરેક ક્ષેત્રમાં આગળ વધીને દેશને મોટી અર્થવ્યવસ્થાનું કેંદ્ર બનાવી રહ્યા છે. પરંતુ કેટલાક યુવાનો એવા પણ છે જે પોતાના ગુજરાન ચલાવા માટે નાની-મોટી નોકરી કરે છે. એવા જ .યુવાનોને આજે કૃષિ જાગરણ ગુજરાતી ખેતી કરવાની સલાહ આપે છે. તેના માટે તમારે તમારી નોકરી છોડવાની કે પછી જમીન ખરીદવાની પણ જરૂર નથી. તમે તમારી નોકરીના સાથે-સાથે ખેતી કરીને બમણી આવક મેળવી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે નોકરીના સાથે-સાથે ખેતી પણ કરી શકો છો અને પોતાની આવકને બમણી કરી શકો છો.

શરૂઆત કરો શાકભાજીની ખેતીથી

જો તમે નોકરી સાથે ખેતી કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા શાકભાજીની ખેતી કરવી જોઈએ. તેના માટે તમારા પાસે ખેતર નહીં હોય તો પણ ચાલશે. આજકાલ લોકોએ પોતાની ઘરની છત ઉપર શાકભાજીની ખેતી કરે છે અને તેને વેંચીને આવક ધરાવે છે. શાકભાજીના સિવાય તમે મસાલાઓની ખેતી પણ કરી શકો છો. તેના માટે પણ કોઈ મોટી જગ્યાની જરૂર હોતી નથી

શાકભાજીની હમેશા માંગ રહે છે  

શાકભાજીની માંગ બજારમાં કાચમ માટે હોય છે. આ વાત જુદા છે કે શિયાળામાં શિયાળુ શાકબાજી અને ઉનાળામાં ગર્મીઓમાં ખાવા વાળી શાકભાજીઓની માંગ વધું હોય છે. પરંતુ, બટાકા, મરચા, ડુંગળી, ટમેટા જેવી શાકભાજીઓની માંગ તો આખા વર્ષે હોય છે. શાકભાજીની ખેતી આટલી સરખી હોય છે કે તમે નોકરીના સમય પત્યા પછી અથવા રજાઓ દરમિયાન શાકભાજીની ખેતી કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો.

ફળોની ખેતી પણ આપશે સારો નફો
ફળોની ખેતી પણ આપશે સારો નફો

ફળ અને મસાલા પણ આપી શકે છે સારો નફો

શાકભાજીની જેમ ઘણા બધા એવા ફળો પણ છે જેમની તમે ખેતી કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો. આ ફળોમાં સંતરા, દાડમ, જામફળ, દ્રાક્ષ અને કેળાનું સમાવેશ થાય છે. આ ઉપરાંત તમે મસાલોની ખેતી કરીને પણ પોતાની આવક બમણી કરી શકો છો. જેમા કોથમીર, અઝવાઈન, કઢી પત્તા, લાલ મરચા, જીરૂનું સમાવેશ થાય છે. શાકભાજીની જેમ મસલાઓની માંગ પણ આખા વર્ષ બજારમાં રહે છે.

ફૂલની ખેતી થકી થઈ જશે ધનના ઢગલા

એમ તો મોટા ભાગે ફૂલોની ખેતી ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે. પરંતુ ગલગોટા અને ગુલાબ એક એવું ફૂળ છે જેની માંગ બજારમાં શાકભાજી, મસલાઓ અને ફળોની જેમ આખા વર્ષે રહે છે. જ્યારે પણ કોઈ તહેવાર હોય તો ફૂલોની માંગમાં વધારો થવા માંડે છે એમ પણ ગલગોટાના ફૂલ લોકોએ પૂજા માટે દરરોજા વાપરા જ કરે છે. અને બીજી વાત તેનો છોડ તમે તમારા ઘરની છત પર અથવા આંગણમાં પણ વાવી શકો છો.  

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More