Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળીના પાકમાં નિંદણને કેવી રીતે નિયંત્રિત કરી શકાશે ?

વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં રવી સિઝન માટેની ડુંગળી તેની વાનસ્પતિક અવસ્થા પર પહોંચી ચુકી છે. આ સમયમાં પાક પર નિંદણ થવાના સંજોગોમાં ઉપજમાં પણ ભારે ઘટાડો થવાનું જોખમ રહેલું હોય છે, આ ઉપરાંત રોગ તથા કીટકોના બીજાણુ પર આ નિંદણોમાં આશ્રરો ધરાવે છે. આ સંજોગોમાં પાકને નિંદણથી મુક્તિ અપાવવી જરૂરી છે. આ નિંદણ પાકને આપવામાં આવતા પોષક તત્વો અથવા ખાતરમાંથી પણ પોષણ મેળવી લે છે અને તેને લીધે પાકને જે પોષણ મળવું જોઇએ તે મળી શકતુ નથી.

KJ Staff
KJ Staff
Onion Crop
Onion Crop

વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં રવી સિઝન માટેની ડુંગળી તેની વાનસ્પતિક અવસ્થા પર પહોંચી ચુકી છે. આ સમયમાં પાક પર નિંદણ થવાના સંજોગોમાં ઉપજમાં પણ ભારે ઘટાડો થવાનું જોખમ રહેલું હોય છે, આ ઉપરાંત રોગ તથા કીટકોના બીજાણુ પર આ નિંદણોમાં આશ્રરો ધરાવે છે. આ સંજોગોમાં પાકને નિંદણથી મુક્તિ અપાવવી જરૂરી છે. આ નિંદણ પાકને આપવામાં આવતા પોષક તત્વો અથવા ખાતરમાંથી પણ પોષણ મેળવી લે છે અને તેને લીધે પાકને જે પોષણ મળવું જોઇએ તે મળી શકતુ નથી. ડુંગળીના પાકમાં વિવિધ અવસ્થામાં પર ખેડાણ કરવા અથવા રસાયણીક રીતે નિંદણથી બચાવવા જરૂરી છે. માટે સારા ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે સમયાંતરે નિંદણ સંચાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે.

ડુંગળીના પાકમાં નિંદણના નિયંત્રણ માટે આપવામાં આવેલા સૂચનોને અપનાવી શકાય છે-પાકમાં પ્રથમ નિંદામણ વાવેતરના 25-30 દિવસ બાદ અને બીજું નિંદામણ 60-65 દિવસ બાદ કરવું જરૂરી હોય છે. આ અવસ્થા ક્રાંતિક અવસ્થા કહેવામાં આવે છે, જેમા ધ્યાન રાખવામાં ન આવે, તો પાકમાં ઘણો ઘટાડો થઈ શકે છે.

વાવેતરના 3 દિવસ બાદ અસરકારક નિંદણ નિયંત્રણ માટે પેંડિમેથાલીન 38.7 ટકા CS@700 મિલી પ્રતિ એકર દરથી 200 લીટર પાણીમાં મિશ્રિત કરીને છંટકાવ કરવો જોઇએ. જેથી પાકમાં બે પ્રકારના સંકરી અને લંબચોરસ નિંદણને ઉગતા પહેલા જ નાશ કરી શકાય છે. આ દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવું કે ખેતરમાં ભેજનું પ્રમાણ યોગ્ય હોવું જોઇએ, અથવા સામાન્ય સિંચાઈ કર્યા બાદ ઉપયોગ કરી શકાય છે.

ડુંગળીના પાકમાં વાવેતરના 10-15 દિવસ બાદ પણ જો નિંદણની સમસ્યા ખેતરમાં દેખાય, તો ઑક્સાઇર્જિડ 80 ટકા ડબ્લ્યૂપી નિંદણનાશી 50 ગ્રામ પ્રમાણ પ્રતિ એકર દરથી 200 લીટર સ્વચ્છ પાણીમાં મિશ્રિત કરીને નિંદણને નિયંત્રિત કરવા ઉપયોગ કરી શકાય છે.

પ્રોપેક્યુજાફોપ 50 ટકા+ ઑક્સિફ્લોર્ફિન 12 ટકા ઈસી નિંદણનાશકના ડુંગળી લગાવી 25-30 દિવસ બાદ અને 40-45 દિવસ બાદ ઉપયોગ કરી શકાય છે. આ માટે નિંદણનાશકને 250-350 મિલી પ્રમાણને 200 લીટર પાણીમાં મિશ્રિત કરીને ઉપયોગ કરવો. જેથી પાકમાં લાગતા નિંદણનો નાશ કરી ઉત્પાદકતાને વધારી શકાય છે.

નિંદણનાશકનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો

નિંદણનાશકના મિશ્રણને તૈયાર કરવા માટે નિંદણનાશક તથા પાણીના યોગ્ય પ્રમાણનો ઉપયોગ કરવો જોઇએ. એક એકર ક્ષેત્રમાં 200 લીટર પાણીનો છંટકાવ કરવામાં યોગ્ય પ્રમાણમાં કરવો જોઇએ.

જેટલુ શક્ય હોય, તો નિંદણ યંત્રને બદલે હાથ વડે કરવાનો આગ્રહ રાખો કારણ કે તેનાથી માટીમાં વાયુ સંચાર પણ વધે છે અને ઉપજ પણ વધે છે.

ડુંગળી પાકમાં છંટકાવ કરવાના સમયે યોગ્ય નોઝલ ફ્લડ જેટ અથવા ફ્લૅટ ફૅનનો ઉપયોગ કરવો જોઇએ અને પાકને બચાવવા માટે છંટકાવ કરો.

શાકનાશી રસાયણના યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરો. જો આ માટે યોગ્ય સૂચન આપવામાં આવેલ દરથી વધારે શાકનાશીનો ઉપયોગ કરવામાં આવે છે, તો નિંદણ ઉપરાંત પાકને પણ નુકસાન થાય છે.

શાકનાશી રસાયણને યોગ્ય સમયે છંટકાવ કરવો જોઇએ. જો છંટકાવ સમય કરતા પહેલા અથવા બાદમાં કરવામાં આવે છે, તો લાભને બદલે નુકસાન થવાની સંભાવનાની વાત વધે છે.

એક જ દવા (રસાયણ) વારંવાર પાકો પર છંટકાવ ન કરતા વિવિધ પ્રકારની દવાનો છંટકાવ કરો. જો તેમ ન થાય, તો નિંદણમાં શાકનાશી પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા ઉત્પાદન થઈ શકે છે અને દવાની અસર ન થાય તેવું બની શકે છે.

છંટકાવના સમયે માટીમાં યોગ્ય પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે અથવા સિંચાઈ બાદ નિંદણનાશકનો ઉપયોગ કરવો જોઇએ. આ સાથે ખેતરમાં છંટકાવ એક સમાન થવો જોઇએ.

છંટકાવ સમયે હવામાન સાફ હોવું જોઇએ. તેજ ધૂપ અને આકાશમાં વાદળછાયુ રહેવાથી નિંદણનાશકનો ઉપયોગ કરવો જોઇએ. તે માટે સૌથી યોગ્ય સમય સાંજનો હોવો જોઇએ.

જો દવા ઉપયોગ કરતા વધારે પ્રમાણમાં ખરીદવામાં આવે છે, તો તેને ઠંડા, શુષ્ક અને અંધારાવાળા સ્થાન પર રાખો તથા ધ્યાન રાખો કે બાળકો અને પશુઓ તેના સંપર્કમાં ન આવે.

છંટકાવ સમાપ્ત થયા બાદ વ્યક્તિએ સાબુથી સારી રીતે હાથ અને મોં સાફ કરી દેવા જોઇએ.

પાકમાં ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું કે શરીર પર તે ન પડે. આ માટે વિશેષ ડ્રેસ, હાથના મોજા, ચશ્માનો ઉપયોગ કરો તથા ઉપલબ્ધ ન હોવાના સંજોગોમાં હાથમાં પૉલિથીન લગાવી લેવી તથા ચહેરો ગમછા અથવા કાપડથી બાંધી લેવો.

ઉપયોગ કર્યા બાદ ખાલી ડબ્બાનો નાશ કરી માટીમાં દબાવી દેવા. તેને સાફ કરી ખાદ્ય ચીજ-વસ્તુઓ માટે ક્યારેય ઉપયોગ કરશો નહીં.

Related Topics

Onion crop Weeds

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More