Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

KJ KNOWLEDGE : જાણો જિપ્સમની તાકાત અને લણો વિપુલ પાક

ક્ષારીય (ખારી) જમીનો ખાસ કરીને શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલી છે. મોટેભાગે વધુ બાષ્પીભવન, અપૂરતા વરસાદ, ખારા કે ભાંભરા ભૂર્ગભ જળ અને ઓછી નિતાર શક્તિને કારણે જમીન ખારયુક્ત બને છે કે જેના પગલે જમીનની કુદરતી નિતાર શક્તિ ઓછી થાય છે અને દ્રાવ્ય ક્ષાર જમીનના ઊપરનાં સ્તરમાં જમા થાય છે. આવી જમીનને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે. (૧) ક્ષારીય જમીન (૨) ભાસ્મિક જમીન અને (૩) ક્ષારીય-ભાસ્મિક જમીન. ક્ષારીય જમીનની સુધારણામાં બે મુખ્ય સિદ્ધાંતો ધ્યાનમાં રાખવામાં આવે છે. (૧) જમીનમાંના દ્રાવ્ય ક્ષારનો પાકના મૂળ પ્રદેશથી નીચે નિતાર કરવો અને (૨) ક્ષાર સહન કરી શકે, તેવા પાકો/જાતોની પસંદગી કરવી.

KJ Staff
KJ Staff
Soil Improvement
Soil Improvement

ક્ષારીય (ખારી) જમીનો ખાસ કરીને શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલી છે. મોટેભાગે વધુ બાષ્પીભવન, અપૂરતા વરસાદ, ખારા કે ભાંભરા ભૂર્ગભ જળ અને ઓછી નિતાર શક્તિને કારણે જમીન ખારયુક્ત બને છે કે જેના પગલે જમીનની કુદરતી નિતાર શક્તિ ઓછી થાય છે અને દ્રાવ્ય ક્ષાર જમીનના ઊપરનાં સ્તરમાં જમા થાય છે. આવી જમીનને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે. (૧) ક્ષારીય જમીન (૨) ભાસ્મિક જમીન અને (૩) ક્ષારીય-ભાસ્મિક જમીન. ક્ષારીય જમીનની સુધારણામાં બે મુખ્ય સિદ્ધાંતો ધ્યાનમાં રાખવામાં આવે છે. (૧) જમીનમાંના દ્રાવ્ય ક્ષારનો પાકના મૂળ પ્રદેશથી નીચે નિતાર કરવો અને (૨) ક્ષાર સહન કરી શકે, તેવા પાકો/જાતોની પસંદગી કરવી.

ભાસ્મિક પ્રકારની જમીનમાં જમીનના રજકણ પર વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. તેથી જમીનના રજકણ એકબીજાથી અલગ રહે છે અને જમીનને ખેડતા મોટા ઢેફાં પડે છે. જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. સોડિયમ તત્વ છોડને સીધી રીતે ઝેરી અસર પણ કરે છે અને તેથી જમીનમાં રહેલા પોષક તત્વોનાં ગુણોત્તરને પણ અસર કરે છે. તેથી ભાસ્મિક પ્રકારની જમીનની સુધારણામાં રજકણ પર રહેલાં સોડિયમ તત્વને છૂટા પાડી તેને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી પિયત પાણી વડે પાકના મૂળ પ્રદેશથી નીચે નિતાર કરવો એ મૂળભૂત સિદ્ધાંત રહેલો છે. આ માટે રાસાયણિક સુધારકની જરૂર પડે છે.

() જે દ્રાવ્ય કૅલ્શિયમ પુરૂ પાડે છે, દા.. જિપ્સમ

(૨) એસિડ અથવા એસિડ બનાવતા સુધારક દા.ત. સલ્ફયુરિક એસિડ, સલ્ફર (ગંધક), પાઇરાઇટસ. રાસાયણિક સુધારકોની પસંદગી તેની કિંમત અને બજારમાં સહેલાઇથી મળવાની શક્યતાઓના આધારે કરવામાં આવે છે. રાસાયણિક જમીન સુધારકોમાં જિપ્સમ (ચિરોડી) બજારમાં સહેલાઇથી મળતો, સસ્તો અને વધુ ઉપયોગી થતો જમીન સુધારક છે. ચિરોડી જમીનમાં આપવાથી અથવા પિયતના પાણી સાથે આપવાથી કૅલ્શિયમ અને સલ્ફેટ તત્વો છૂટા પડે છે કે જેમાંથી કૅલ્શિયમ જમીનના રજકણ પર રહેલાં સોડિયમ તત્વને દૂર કરે છે કે જે સોડિયમ સલ્ફેટ સાથે સંયોજાતાં સોડિયમ સલ્ફેટનાં રૂપમાં રૂપાતરિત થાય છે. તે દ્રાવ્ય હોવાથી તેને પિયતનાં પાણીથી નિતારી શકાય છે. આ ઉપરાંત જિપ્સમ એસિડિક હોવાથી જમીનનો અમ્લતા આંક ઓછો કરે છે.

ચિરોડી મુખ્યત્વે બે રીતે મળે છે. (૧) કુદરતી ખનિજ તરીકે અને (૨) ઉદ્યોગોની ઉપપેદાશ તરીકે. ચિરોડી જમીનમાં કુદરતી રીતે એકઠું થયેલ સફેદ રંગનું ગૌણ ખનિજ છે. તે ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં વધુમાં વધુ મળે છે. ચિરોડી કે જે ફૉસ્ફોજિપ્સમ તરીકે ઓળખાય છે, તે ફૉસ્ફરિક એસિડની બનાવટ વખતે રોક ફૉસ્ફેટ ને સલ્ફયુરિક એસિડની માવજત આપવાથી મળે છે.

જિપ્સમની ગુણવત્તા

ચિરોડી જે ખનિજ રૂપે મળે છે તેને પાંચ ભાગમાં ગુણવત્તાનાં ધોરણે વર્ગીકૃત કરવામાં આવેલ છે. જમીન સુધારક તરીક વપરાય છે. ગ્રૅડ-૫ જમીન સુધારક જિપ્સમમાં ઓછામાં ઓછું ૭૦ થી ૮૦ ટકા કૅલ્શિયમ સલ્ફેટ હોવું જોઇએ અને તેમાં સોડિયમ ૧ ટકા કરતાં ઓછું સોડિયમ ઓક્સાઇડના રૂપમાં હોવું જોઇએ. ઉદ્યોગના ઉપપેદાશોમાંથી મળતું જિપ્સમ શુધ્ધ હોય છે.

રજકણોનું કદ :

સામાન્ય રીતે જમીન સુધારક તરીકે ચિરોડીના રજકણનું કદ ૨ મી.મી. (૧૦ મેશ) હોવું જરૂરી છે. રજકણનું કદ નાનું હોય તે ઇચ્છનીય છે. કારણ કે તેનાથી જમીનના કુલ રજકણો સાથે સંપર્ક વધારે પ્રમાણમાં થાય છે વળી તેની દ્રાવ્યતામાં પણ વધારો થાય છે. પરીણામે તેની જમીન સુધારવાની શક્તિમાં વધારો થાય છે. ખાસ કરીને ઉદ્યોગોના ઉપપેદાશમાંથી મળતા ચિરોડીના રજકણ નાનાં હોય છે. પરંતુ ઘણી વખત ભેજ લાગવાથી તેનાં નાનાં મોટા ઢેફાં બંધાઇ જાય છે. તેવા સંજોગોમાં જમીનમાં નાખતા પહેલા તેને ભાંગેની ખેતરમાં નાખવું જોઇએ. ખનિજ તરીકે મળતી ચિરોડી સસ્તી હોય છે પરંતુ તેને દળવા તથા ચારણીમાંથી પસાર કરવાની પ્રક્રિયા ખર્ચ ઘણો વધારે થાય છે.

ચિરોડીની દ્રાવ્યતા

ચિરોડી સાધારણ રીતે ૦.૨૫ ટકા (૦.૩૨ મીલીઇક્વીવેલન્ટ પ્રતિ લીટર) પાણીમાં દ્રાવ્ય થાય છે. ચિરોડીની દ્રાવ્યતા જમીનનાં અમ્લતા આંક, વિનિમય પામતા સોડિયમના પ્રમાણ અને જમીનમાં કયા પ્રકારના ક્ષારો રહેલા છે તેના પર આધારીત છે. તદ ઉપરાંત ચિરોડીના રજકણના કદ અને ઉષ્ણતામાન સાથે પણ તેની દ્રાવ્યતાનો સીધો સબંધ ધરાવે છે. તેની મર્યાદિત દ્રાવ્યતા તેની મર્યાદિત ઝડપી ક્રિયશિલતા માટે જવાબદાર છે. ઉંચામાં ઉંચી ગુણવત્તાવાળી ૧૦ ટકા ચિરોડીને ઓગાળવા માટે એક હેક્ટર મીટર (૧૦,૦૦૦ ઘન મીટર) જેટલું પિયત પાણીની જરૂરીયાત પડે છે.

ચિરોડીની જરૂરીયાત

ભાસ્મિક જમીન સુધારણામાં ચિરોડીની જરૂરીયાત કેટલી છે તેનો આધાર જમીનના રજકણ પર રહેલા વિનિમય પામતાં સોડિયમ પ્રમાણ પર, ચિરોડીની ગુણવત્તા પર અને તેના પછી કયો પાક લેવાનો છે તે પરથી નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૦૦ ટકા જમીનના રજકણ પરથી વિનિમય પામતા સોડિયમને દુર કરવા માટે ચિરોડીની જરૂરીયા કેટલી છે અથવા વિનિમય પામતા સોડિયમનું રજકણ પર કેટલું પ્રમાણ છે તે પ્રયોગશાળામાં શોધવામાં આવે છે અને તે પરથી ચિરોડીની જરૂરીયાત નક્કી થાય છે. તેથી ચિરોડી કેટલા પ્રમાણમાં વાપરવું જોઇએ તે નક્કી કરવા માટે જે તે ખેતરમાંથી યોગ્ય રીતે જમીનનો નમુનો લઇને પ્રયોગશાળામાં મોકલવો જોઇએ અને તેની ભલામણ મુજબ ચિરોડી વાપરવું જોઇએ. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર કેન્દ્ર દ્વારા સમી-હારિજ વિસ્તારમાં કરવામાં આવેલ ક્ષારીય-ભાસ્મિક જમીન સુધારણા અંગેનો અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવેલ છે કે, ચિરોડી (૫૦ ટકા જિપ્સમની જરૂરીયાત પ્રમાણે) આપવાથી બિનપિયત કપાસમાં ૨૮ ટકા પિયત, કપાસમાં ૭ ટકા, પિયત દિવેલામાં ૯ ટકા, પિયત જુવારમાં ૯ ટકા અને બિનપિયત જુવારમાં ૨૩ ટકા ઉત્પાદનમાં વધારો થાય છે.

ચિરોડી કેટલી વખત આપવું

ચિરોડીની જરૂરીયાત મુજબ જો પ્રથમ વર્ષે ચિરોડી આપવામાં આવે તો પછીના વર્ષમાં તેની જરૂરીયાત ઓછી પડતી હોય છે. ચિરોડી ખેતરમાં આપ્યા બાદ પ્રથમ વર્ષે પાકની વૃધ્ધિ માટે જમીનની સારી સ્થિતિ મળી રહે છે અને તેથી પાકના મૂળના અને તેના જડિયાના કહોવાટના કારણે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. જે જમીનમાં રહેલા કૅલ્શિયમ કાર્બોનેટને દ્રાવ્ય કરવામાં મદદ કરે છે અને તેમાંથી કૅલ્શિયમ છુટું પડે છે. આથી ફરીથી ચિરોડીની જરૂરીયાત ઓછી પડે છે. આ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના અરણેજ કેન્દ્ર ખાતે કરવામાં આવેલ અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવેલ છે કે ૧ ટન ચિરોડી (મધ્યમ ભાસ્મિક જમીનમાં) આપવાથી ચાર વર્ષ સુધી તેની જરૂરીયાત રહેતી નથી અને ઘઉંનું ઉત્પાદન વધારી શકાય છે.

જમીનમાં ચિરોડી કેટલી ઊંડાઇએ આપવું :

ભાસ્મિક જમીન સુધારણા પર હાથ ધરવામાં આવેલ સંશોધન અભ્યાસ પરથી ફલિત થયેલ છે કે ચિરોડી આપ્યા બાદ ડાંગર અને ઘઉં જેવા પાક લેવાના હોય તો ૧૫ સે.મી. ઉંડાઇ એ જમીનમાં રજકણો સાથે બરાબર ભળી જાય તે રીતે આપવું જોઇએ. વધારે ઉંડાઇએ આપવાથી વધુ ફાયદો મળતો નથી અને ખર્ચમાં વધારો થાય છે. તેજ રીતે ફક્ત જમીનની ઊપરની સપાટી પર આપવાથી તેની દ્રાવ્યતા ઓછી હોવાને કારણે જમીન સુધારક તરીકે તેનો મહત્તમ ઉપયોગ થઇ શકતો નથી તેથી ચિરોડીને જમીન ઊપર સરખી રીતે પૂંખીને જ્યારે જમીનમાં ભેજ બરાબર હોય ત્યારે ખેડ કરી ૧૦ થી ૧૫ સે.મી. ને ઉંડાઇ સુધી બરાબર ભેળવી દેવું જોઇએ.

ચિરોડી આપવાનો સમય

ચિરોડી આપવાનો યોગ્ય સમય મે માસનું છેલ્લું અઠવાડિયું અથવા જૂન મહિનાના શરૂઆતના દિવસો છે. ચિરોડી આપ્યા બાદ જો પિયતની સગવડ હોય તો તે ખેતરમાં ૫ થી ૭ સે.મી. સુધી પાણી ઓછામાં ઓછું ૧૫ દિવસ રાખવું પડે છે. તેથી ભાસ્મિક જમીન ઝડપથી સુધરે છે અને ત્યારબાદ જુનના છેલ્લાં અઠવાડિયામાં અથવા જુલાઇમાં સામાન્ય પાકની વાવણી કરી શકાય. જો પિયતની સગવડ ન હોય તો મે માસમાં ચિરોડી ખેડ પહેલા આપવું.

ચિરોડી પરત પાણીની ગુણવત્તા સુધારવા અંગે :

જ્યારે પિયત પાણીમાં દ્રાવ્ય ક્ષારનો સોડિયમ અધિશોષણ આંક વધારે હોય તો જમીનમાં સોડિયમ રજકણ પર જમા થઇને જમીનની ભાસ્મિક બનાવે છે. આવા સંજોગોમાં પ્રથમથી જ ચિરોડીના ભુકાને ખેતરમાં પૂંખીને ત્યારબાદ પિયત આપવાથી અથવા પિયત પાણીની સાથે યોગ્ય પ્રમાણમાં ચિરોડીને ઓગાળતા જઇને આપવાથી પિયત પાણીની જે જમીન પર અવળી અસર થવાની શક્યતાઓ છે તે દુર કરી શકાય છે.

ફોસ્ફો જિપ્સમ ખાતર તરીકે

ચિરોડી કે જે ફોસ્ફોરિક એસિડ બનાવતા કારખાનાની આડ પેદાશ છે જે ફોસ્ફો જિપ્સમ તરીકે ઓળખાય છે. તેમાં ૧૬ ટકા ગંધક અને ૦.૨ થી ૧.૨ ટકા ફોસ્ફરસ હોય છે. અરણેજ કેન્દ્ર ખાતે રાઇના પાકમાં ફોસ્ફો જિપ્સમ ૧ ટન/હેક્ટર આપવાથી ૧૧ ટકા ઉત્પાદનમાં વધારો જોવા મળેલ હતો. તદ ઉપરાંત સંશોધનનાં અખતરા પરથી માલુમ પડેલ છે કે તેલીબિયા પાકોમાં ફોસ્ફો જિપ્સમ આપવાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે. ભાસ્મિક જમીન સુધારણામાં ચિરોડી સાથે અન્ય સુધારેલ અને ભલામણ કરેલ ખેત પધ્ધતિએ જેવી કે છાણીયા ખાતરનો ઉપયોગ, અનુકુળ પાક પસંદગી, યોગ્ય પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઇએ જેથી સફળ પાક ઉત્પાદન લઇ શકાય. 

Related Topics

Soil improvement Gypsum

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More