Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સુમિંટર ઈન્ડિયા ઓર્ગેનિક્સ સંસ્થા દ્વારા ખેડૂતોને શેરડીની ખેતી કરવાની પદ્ધતિ વિશે કાર્યક્રમ યોજાયો

સુમિંટર ઈન્ડિયા ઓર્ગેનિક્સ દ્વારા સજીવ ખેતીમાં જાગૃતતા લાવવાના હેતુથી મહારાષ્ટ્રનાં શોલાપુરના ટૈંભૂર્ણી વિસ્તારના આઠ ગામના લગભગ 60 ખેડૂતોને શેરડીના પાકની જૈવિક રીતે ખેતી કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યા.

Sukhadev Thakor
Sukhadev Thakor

સુમિંટર ઈન્ડિયા ઓર્ગેનિક્સ દ્વારા સજીવ ખેતીમાં જાગૃતતા લાવવાના હેતુથી મહારાષ્ટ્રનાં શોલાપુરના ટૈંભૂર્ણી વિસ્તારના આઠ ગામના લગભગ 60 ખેડૂતોને શેરડીના પાકની જૈવિક રીતે ખેતી કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યા.

સંજ્ય શ્રીવાસ્તવ દ્વારા પ્રશિક્ષણ

આ અંગેની તાલીમ ગયા અઠવાડિયે આપવામાં આવી હતી. આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં શેરડીનો પાક એ મુખ્ય પાક છે અહીં મોટા ભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. અહીંયાના સ્થાનિક ખેડૂતોને સુમિંટર ઈન્ડિયા ઓર્ગેનિક્સ કંપનીના મુખ્ય અધિકારી સંજ્ય શ્રીવાસ્તવ જે પોતે ખેડૂત પણ છે જેમણે જૈવિક પદ્ધતિથી શેરડીની ખેતી કેવી રીતે કરવી તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સજીવ ખેતી

સંજય શ્રીવાસ્તવ દ્વારા આ તાલીમમાં ખેડુતોને કહેવામાં આવ્યું હતું કે સજીવ ખેતી કરતા પહેલા પૂર્વ તૈયારી કરવી એટલે કે પૂર્વ પ્લાનિંગ કરવું ખુબજ જરૂરી છે જો પૂર્વ પ્લાનિંગ કરવામાં ન આવે તો સજીવ ખેતી કરવામા ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે તેમ છે. સજીવ ખેતી કરીયે તો તમામ પ્રકારના કાર્યો સમયસર પૂરા કરવા પડે છે નહિતર સજીવ ખેતી કરવાનો કોઈજ મતલબ રહેતો નથી, પછી ભલે તે પાકમાં જૈવિક ખાતર, દવા, સિંચાઈ અથવા વિવિધ પ્રકારના પ્રવાહી ખાતરોનો ઉપયોગ કરતા હોય પણ ખેતીમાં સમય એ મહત્વનો ભાગ ભજવે છે.

એક સાથે બે પાકનું વાવેતર કરવુ

સજીવ ખેતીને લઈને વધુમાં સંજય શ્રીવાસ્તવે ખેડૂતોને કહ્યું કે સજીવ ખેતીનો મુખ્ય આધાર ગાયનું છાણ અથવા તેમની પાસે ઉપલબ્ધ ખાતર સામગ્રી છે અથવા આજુબાજુના સંસાધનોનો જ ઉપયોગ થવો જોઈએ ગાઝિયાબાદ દ્વારા વિકસિત વેસ્ટ ડી કમ્પોઝરનો ઉપયોગ કરીને કેન્દ્ર સારી ગુણવત્તાનું ખાતર મેળવી શકે છે. આ કાર્યક્રમમાં સંજય શ્રીવાસ્તવ દ્વારા  જીવનમૃત કેવી રીતે બનાવવું તે વિશે અમે ચર્ચા કરી હતી અને આ કાર્યક્રમમાં હાજર ખેડૂતોને સમજાવવામાં આવ્યુ હતુ કે  વેસ્ટ ડી કમ્પોઝર કેવી રીતે બનાવવુ.

વેસ્ટ ડી કમ્પોઝર

તેમના દ્વારા જાણાવાયુ હતુ કે શેરડીનુ વાવેતર કરતા મોટા ભાગના ખેડૂતો શેરડીનો પાક લીધા પછી ખેતરમાં પડેલ શેરડીના પાન બાળીને કે અન્ય રીતે નાશ કરી દેતા હોય છે. પરંતુ એવુ ન કરવુ જોઈએ ખેડૂતોને સમજાવવામાં આવ્યુ હતુ કે પાક લીધા પછી આ વધેલા નકામાં કચરામાંથી વેસ્ટ ડી કન્પોઝ બાનાવી શકાય છે જે અન્ય રાસાયણીક ખાતરની સરખામણીનાં જમની માટે વધુ ગુણકારક નિવડે છે ખેડૂતો આ વધેલા વેસ્ટને ઘરે લઈ જઈને વેસ્ટ ડી કમ્પોઝ બનાવી શકે છે અને આનુ ખાતર બનાવીને શેરડીના પાક સાથે - સાથે ખાતર વેચીને બીજી વધારાની ઉપજ પણ મેળવી શકે છે અથવા તો બીજી વાર પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ ખાદ્ય તરીકે પણ કરી શકે છે તેને બજારમાંથી બીજા કમ્પોઝ ખાતર ખરીદવાની જરૂર નહીં પડે.

આ પાકો શેરડીના પાક સાથે વાવો

આ કાર્યક્રમમાં ખેડૂતોને સમજાવવામાં આવ્યુ હતુ કે ખેડૂતોએ શેરડીની ખેતી કરી હોય તો તેની સાથે બીજો કયો પાક વાવવો જોઈે કે જેથી કરીને શેરડીના પાકને પણ કોઈ નુકશાન ન થાય શેરડીની ગુણવત્તામાં પણ કોઈ પણ જાતનો ફરક ન પડે અને શેરડીના પાકની સાથે સાથે બીજો પાક વાવીને ખેડૂત બીજી વઘારાની આવક મેળવી શકે છે. એક સાથે બે પાક વાવવાના ફાયદા પણ વિસ્તારથી સમજાવવામાં આવ્યા હતા. વેસ્ટ ડી કમ્પોઝર શેરડીના પાકમાં કેટલુ ઉપયોગી છે તેની ભૂનિકા શુ છે વગેરે બાબતો પર વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી. સંજય શ્રીવાસ્તવ દ્વારા જણાવાયુ હતુ કે વેસ્ટ ડી કમ્પોઝર બનાવવા માટે જે ગાય દ્વારા થોડા સમય પહેલા બચ્ચુ આપ્યુ હોય તેવી ગાયનું ગોબર વાપરવુ જે જમીન માટે ખુબજ ગુણકારી નિવડે છે. આ ગોબરમાંથી સંજીવક, અમૃતપાણી વગેરે બનાવી શકાય છે. શેરડીના પાકની સાથે સાથે ખેડૂત બીજા અન્ય પાકો જેવા કે મગ,અળદ,મકાઈ,જુવાર,બાજરી,રાજમા,ચોળી વગેરે જેવા પાકોની વાવણી કરી શકે છે. રવિ પાકની સિઝનામાં ખેડૂત શેરડીની પાકની બે લાઈન વચ્ચેની જગ્યામાં સફેદ ચણા, વટાણા વગેરે વાવીને બીજી વધારાની ઉપજ મેળવી શકે છે

જૈવિક ખાતરનો ઉપયોગ

આ તમામ નિર્ણયો કોઈ પણ રીતે શેરડી સાથે સ્પર્ધા કરતા નથી.જમીનમાં અવશેષો ભેળવીને, ખેડૂત શેરડી માટે, શેરડીની મધ્યમાં અથવા શેરડી, લસણ, ડુંગળી, અન્ય શાકભાજી, ટામેટા, રીંગણ, મરચાં વગેરે સાથે શેરડી માટે વધારાનું ખાતર મેળવે છે.ખેડૂતો ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી શકે છે. જો ખેડૂતો શેરડીની સાથે પૂરતા પ્રમાણમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરીને આંતર પાક પાક ઉત્પન્ન કરે તો એવો સમય આવશે કે શેરડીના ઉત્પાદન ખર્ચ લગભગ નહિવત્ રહેશે અને ખેડૂતોની આવક બમણી થઈ જશે

60 જેટલા ખેડૂતોને તાલીમ

સુમિંતર ઇન્ડિયા ઓર્ગેનિક દ્વારા 60 જેટલા ખેડૂતોને આ અગે તાલીમ આપવામાં આવી હતી. એવા ખેડુતોના પણ દાખલા આપવામાં આવ્યા હતા જે આદર્શ ખેડૂત તરીકે ઓળખાય છે અને  1 એકર જમીનમાં શેરડીનું વાવેતર કરીને અઢળક કમાણી કરી રહ્યા છે. આવા ખેડૂતોના ફાર્મ પણ એક મોડલ તરીકે ઓળખાય છે. તેમના ફાર્મના મોડેલ બતાવવામા આવ્યા હતા તેઓ તેમાના ખેતરમાં કેવી રીતે ખેતી કરી રહ્યા છે તે અંગે પણ એક મોડ્યુલ દ્વારા સમજાવવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમનુ આયોજન સુમિંટર ઈન્ડિયા ઓર્ગેનિક્સના સંસ્થાપક બીજા સાથી સસ્થાપક નીલેશ ગાંવડે દ્વારા કરવામાં આવ્યુ હતુ. વિક્રેતા વિશાલ વૈભવ, મહેશ કાનેરા, મહેશ સુર્વે જે ખેડૂતો સાથે સતત જોડાયેલા રહે છે અને જે ખેડૂતો અલગ રીતે ખેતી કરે છે તેમના સંપર્કમાં રહે છે અને તમામ પ્રકારની ગતિવિધી પર નજર રાખતા રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આ બધાનો સંજ્ય શ્રીવાસ્તવે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જે ખેડૂતો સહભાગી બન્યા હતા તે ખેડૂતોનો પણ કંપનીના સંસ્થાપક સંજય શ્રીવાસ્તવે આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતો દ્વારા પણ કંપનીને સઝેસન આપવામાં આવ્યુ હતુ કે આવા કાર્યક્રમો અમારા ગામમા અવાર નવાર કરતા રહો કે જેથી કરીને બીજા ખેડૂતોને પણ આવી રીતે સતત લાભ મળતો રહે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More