Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આમળાથી થાય છે આ ફાયદા, આજથી જ શરૂ કરી દો આમળાનું સેવન

આપણો દેશ ઔષધિય વનસ્પતિઓનો સમૃધ્ધ ભંડાર હોવાનું માનવમાં આવે છે. કુદરતી રીતે મળી આવતી ઔષધિય વનસ્પતિઓ આપણી પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિ ( આયુર્વેદ, સિધ્ધ, યુનાની વગેરે.) કે વિદેશી ચિકિત્સા પધ્ધતિ (એલોપથી, હોમીઓપથી વગેરે.) માં વપરાતી દવાઓ સીધે સીધા કે કાચા માલ તારીખે ખૂબ જ ઉપયોગી છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
benefits of amla
benefits of amla

આપણો દેશ ઔષધિય વનસ્પતિઓનો સમૃધ્ધ ભંડાર હોવાનું માનવમાં આવે છે. કુદરતી રીતે મળી આવતી ઔષધિય વનસ્પતિઓ આપણી પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિ ( આયુર્વેદ, સિધ્ધ, યુનાની વગેરે.) કે વિદેશી ચિકિત્સા પધ્ધતિ (એલોપથી, હોમીઓપથી વગેરે.) માં વપરાતી દવાઓ સીધે સીધા કે કાચા માલ તારીખે ખૂબ જ ઉપયોગી છે.

બાગાયતી શાસ્ત્રની દ્રષ્ટિએ ફળ એ વૃક્ષનો એવો સ્થૂળ પદાર્થ છે જે તાજું ખાઈ શકાય તેમજ પરિરક્ષિત કરી ઉપયોગમાં લઈ શકાય છે જ્યારે ફળપાક ઉત્પાદન એટલે ખાવા લાયક ફળ ધરાવતા વૃક્ષો, ક્ષુપો અને વેલાઓની આર્થિક દ્રષ્ટિકોણને લક્ષમાં રાખી મોટા પાયે કરવામાં આવતી ખેતી, રાજ્યમાં જન સંખ્યામાં વધારો, વ્યાપક ઔધોગીકરણ અને શહેરીકરણને લીધે સારી જમીનની અછત ઉદભાવતી જાય છે. આવા સંજોગોમાં ખાધાન્નની પૂર્તિ કરવા માટે સૂકા અને અર્ધસૂકા વિસ્તારની ઉપલબ્ધ પડતર જમીનનો ખેતીમાં ઉપયોગ કરવો પડશે. પરંતુ જટીલ પ્રકારની સમસ્યાવળી જમીન સમાન્ય ખેતી માટે જોખમભરી હોય છે. આવી જમીનમાં બોર, આમળાં, સીતાફળ, ગુંદા, બીલી, ફાલસા, કોઠા, આમલી અને જાંબુ જેવા પોષણયુક્ત ફળાઉ વૃક્ષો સહેલાઇથી ઉછેરી શકાય છે. અને આ ફાળો ઘણું આયુર્વૈદીક મહત્વ ધરાવે છે.

benefits of amla
benefits of amla

આપણે જાણીએ છીએ કે દરેક માણસે સમતોલ આહાર ખાવો જોઈએ. એના માટે આવશ્યક વિટામીન અને ખનીજ તત્વોની પૂર્તિ માટે નિયમિત ફળ ખાવા જોઈએ. તેથી જ ખોરાકમાં ફળોનું ઘણું મહત્વ છે. સમતોલ આહારમાં પોષણશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછા ૮૫ ગ્રામ ફળ ખાવા જોઈએ. જ્યારે તેની સરખામણીમાં આપણાં રાજ્યમાં વ્યક્તિ દીઠ ફક્ત ૬૦ ગ્રામ જ વપરાશ છે. આથી લોકોમાં વિટામીન અને ક્ષારોની ઉણપથી ઘણાં રોગો થાય છે. તેથી દરેક ફળની ઉપયોગિતાની જાણકારી હોવી જોઈએ. ફળ ઉત્પાદન વધારવાની તેની લભ્યતા વધે છે તેમજ આ ક્ષેત્રે આપણે સ્વાવલંબી થઈ શકીએ અને લોકોનાં સ્વાસ્થ્ય પણ સચવાઈ રહે. સૂકા વિસ્તારમાં થતા વિવિધ ફળોનું આયુર્વૈદીક મહત્વ નીચે પ્રમાણે છે.

આમળાં

આમળાંના ફળમાં વિટામીન – સી નું પ્રમાણ ખૂબ વધારે હોવાથી માનવ શરીરમાં થતી કુદરતી ટુટ ફુટનાં મરામત કરીને તંદુરસ્ત રાખે છે. તેના ફળો શ્વસન તંત્રનાં રોગો, મધુપ્રમેહ, હદય રોગ, આંખના રોગો, સ્કર્વી, કફ, ઝાડા અને મરડો, કમળો વગેરે રોગોમાં ઉપયોગી છે. આમળાં દિર્ઘાયુષ્ય પ્રાપ્તિ માટે, નસકોરી માટે, તાવ, પેશાબ નાં આવતો હોય, બુદ્ધિ વધારવા માટે ઉપયોગી છે. ત્રિફલા, ચ્યવનપ્રાસ, આમળા રસાયણ ઘણી કંપનીઓ સદીઓથી બનાવે છે.

 માહિતી સ્ત્રોત - ડો. બી. સી. ગોહેલ અને ડો. વી. આર. માલમ બાગાયતશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, ફોન. (૦૨૮૫) – ૨૬૭૨૦૮૦-૯૦

આ પણ વાંચો - આમળા સ્કીન અને વાળ માટે કેટલા ગુણકારી છે જાણો આ લેખમાં

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More