Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

હવે અમદાવાદ જોવાનું બનશે સરળ, હેલિકોપ્ટરમાં બેસીને જોઈ શકાશે શહેરનો નજારો

અમદાવાદ શહેર એ ગુજરાતનું હ્રદય માનવામાં આવે છે અને અમદાવાદને એક સમયે માનચેસ્ટર ગણવામાં આવતુ હતુ. અમદાવાદ ગુજરાતનું એક એવુ શહેર છે જ્યાં દેશના ખૂણે-ખૂણેથી આવીને લોકો વશે છે જેના કારણે અમદાવાની સાન વધુ સારી બની જાય છે. અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ પણ આજે અમદાવાદની સાન બની ગઈ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Ahmedabad
Ahmedabad

અમદાવાદ શહેર એ ગુજરાતનું હ્રદય માનવામાં આવે છે અને અમદાવાદને એક સમયે માનચેસ્ટર ગણવામાં આવતુ હતુ. અમદાવાદ ગુજરાતનું એક એવુ શહેર છે જ્યાં દેશના ખૂણે-ખૂણેથી આવીને લોકો વશે છે જેના કારણે અમદાવાદની સાન વધુ સારી બની જાય છે. અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ પણ આજે અમદાવાદની સાન બની ગઈ છે.

અમદાવાદની સાનમાં વધારો કરવા હવે વધુ એક સેવાનો વધારો થયો છે હવે અમદાવાદ શહેરને આકાસમાં ઉડીને નિહાળી શકાશે કારણ કે અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ પર હવે હેલિકોપ્ટરની રાઈડિંગનો આનંદ માણી શકાશે. ટૂંક સમયમાં જ અમદાવાદ મ્યુનિસિપાલ્ટી દ્વારા આ સેવાનો શુભારંભ કરવામાં આવશે તેનામાટે પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એક વર્ષ પહેલા અમદાવાદથી કેવડિયા કોલોની જવા માટે સી પ્લેનની પણ સેવા શરૂ કરવામાં આવી હતી અને હવે અમદાવાદના દર્શન હવે હેલિકોપ્ટરમાં બેસીને કરવાનું શક્ય બનશે જેના કારણે અમદાવાદની શાનમાં વધારો થશે. અમદાવાદના સાબરમતી રિવેરફ્રન્ટથી કેવડીયામાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેનની સેવા ગત ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ સેવા એક વર્ષમાં જ મુસાફરો ન મળતા બંધ કરી દેવાઈ છે. અમદાવાદમાં જો હેલિકોપ્ટરથી જોય રાઈડ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જો કે, આ પ્રોજેક્ટ પણ કેટલો કારગત નીવડે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.

રાઈડિંગની કિંમત

  • હેલિકોપ્ટરમાં અમદાવદને જોઈ શકાશે તે સેવાનું નામ જોય રાઈડ રાખવામાં આવ્યુ છે
  • જોય રાઈડમાં બેસવા માટે વ્યક્તિદીઠ બે હજારની આસપાસ ટિકિટ રાખવામાં આવી છે.
  • આ રાઈડની સેવા ફક્ત શનિ-રવિ ચાલુ રહેશે. જેથી વિકેન્ડમાં બુકિંગ પણ સારા મળી રહે.
  • મુસાફરો પોર્ટલ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. જેનું બુકિંગ પોર્ટલ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવું જાણવા મળ્યું છે.

હેલિકોપ્ટરની ખાસીયત

  • હેલિકોપ્ટર જોય રાઈડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જીન બેલ 407 હેલિકોપ્ટરમાં એક કેપ્ટન એક એન્જિનિયર સહિત પાંચ મુસાફરોને બેસાડી શકાશે.
  • એક હેલિકોપ્ટરની ટ્રિપમાં પાંચ મુસાફરો જોય રાઈડની મજા માણી શકશે.
  • હેલિકોપ્ટની ટ્રિપની વાત કરીએ તો કુલ આ રાઈડ 7-10 મિનિટની રહેશે.

આ પણ વાંચો - શ્રમયોગીઓને બેટરી સંચાલિત ટૂ-વ્હીલર માટે ગુજરાત સરકાર આપશે સબસીડી

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More