Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

પતંગ ઉડાવો પણ સાવચેતી સાથે

પતંગ ઉડાવો પણ સાવચેતી સાથે ભારતમાાંઉત્તરાયણ ૧૪ જાન્યુઆરી એ ઉજવાય છે. આ તીલ-ગોળ અનેપતાંગ ઉડાવવાનો તહેવાર છે. આ ખુશીનો તહેવાર પણ છે. મકરસાંક્ાાંતતની ઉજવણી કરતી વખતેઆપણેપોતાનુાં, આપણા પતરવારના સભ્યો અનેઆકાશમાાં ઉડતા પક્ષીઓનુાં ખાસ ધ્યાન રાખવુાં જોઈએ.ઉત્તરાયણમાાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવેછેઅનેઘણા લોકો ઘાયલ પણ થાય છે. આ સમય દરતમયાન આપણેમકરસાંક્ાાંતતની ઉજવણીની સાથેસાથેદરેકની સુરક્ષાનુાંપણ પૂરાં ધ્યાન રાખવુાંજોઈએ

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

પતંગ ઉડાવો પણ સાવચેતી સાથે

ભારતમાં ઉત્તરાયણ ૧૪ જાન્યુઆરી એ ઉજવાય છે. આ તીલ-ગોળ અને પતંગ ઉડાવવાનો તહેવાર છે. આ ખુશીનો તહેવાર પણ છે. મકરસંક્રાંતિની ઉજવણી કરતી વખતે આપણે પોતાનું, આપણા પરિવારના સભ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.ઉત્તરાયણમાં  ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે અને ઘણા લોકો ઘાયલ પણ થાય છે. આ સમય દરમિયાન આપણે મકરસંક્રાંતિની ઉજવણીની સાથે સાથે દરેકની સુરક્ષાનું પણ પૂરું ધ્યાન રાખવું જોઈએ .

પતંગ ઉડાવો પણ સાવચેતી સાથે
પતંગ ઉડાવો પણ સાવચેતી સાથે

ઉત્તરાયણ દરમ્યાન ધ્યાન માં રાખવા જેવી બાબતો :

  • બને ત્યાં સુધી પતંગ ઉડાવવા માટે ચાઈના ડોરનો ઉપયોગ ન કરો, કોટન દોરાનો ઉપયોગ કરો, ચાઈના ડોર મનુષ્ય અને પક્ષિઓ માટે બહુ જ ખતરનાક છે.
  • માંઝા બનાવવા માટે બલ્બ પાવડર, સરસવ અને વાદળી થોટાનો ઉપયોગ કરશો નહીં, તે પક્ષીઓ અને માનવીઓ માટે પણ ઘાતક છે.
  • જ્યારે પતંગ આકાશમાં ઉડતી હોય ત્યારે માંઝા કોઈ પક્ષી સાથે અથડાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. તેમને ધારદાર માંજાથી ઈજા થઈ શકે છે અથવા તેમના હાથ, પગ અને ગરદન કપાઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. મકરસંક્રાંતિના દિવસોમાં આકાશમાં ઉડતા પક્ષીઓની ઘાયલ થવાની સંખ્યા વધી જાય છે અને તેમની પાંખો માંઝામાં ફસાઈ જાય છે અને કપાઈ જાય છે, જેના કારણે તેમને ખૂબ જ તકલીફ પડે છે.
  • જો તમે ઘરની ઉપર પતંગ ઉડાવતા હોય તો આ સમયે છતનું ખાસ ધ્યાન રાખવું. દર વર્ષે ઉત્તરાયણના દિવસે આકાશમાં પતંગો પર ધ્યાન કરવાને કારણે સેંકડો બાળકો છત પરથી પડીને જીવ ગુમાવે છે. તેથી, સલામત સ્થળે ઉભા રહીને જ પતંગ ઉડાવવાનો આગ્રહ રાખવો.
  • પતંગ કોઈ જગ્યાએ અટકી જાય તો જોરથી ખેંચો નહીં કેમકે, તે કોઈને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાયરનું ખાસ ધ્યાન રાખો.

ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવો:

દર વર્ષે તહેવાર નામે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, આણંદ, નડિયાદ, ભરૂચ, મુંબઈ વગેરે શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પરિણામે સેંકડો પક્ષીઓ માર્યા જાય છે અથવા ઘાયલ થાય છે. ઘણા પક્ષીઓ તેમની ઈજા પછી આઘાતથી મૃત્યુ પામે છે. આપણી ક્રિયાઓ આઘાતજનક અને શરમજનક બંને છે અને આ સમય છે કે આપણે પરિસ્થિતિને બદલવા માટે કંઈક કરવું જોઈએ.

પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબરો:

અમદાવાદ: ૯૪૨૯૬૦૦૧૦૮, ૮૧૪૧૫૬૫૬૦૬, ૭૮૭૮૧૭૧૭૨૭, ૮૧૨૮૨૫૭૦૦૪, ૯૮૨૪૦૨૫૦૪૫

ચાંદખેડા: ૭૮૭૮૭૬૦૦૭૩, ૮૮૬૬૦૦૨૪૨૪, ૯૮૨૪૫૩૦૦૪૭, ૯૮૨૪૩૮૮૯૬૧, ૮૪૦૧૬૦૯૮૭૪ 

ગાંધીનગર: ૯૫૫૮૬૭૬૧૨૮, ૯૫૫૮૦૩૦૭૭૧, ૯૮૨૪૨૫૬૪૧૦, ૮૪૬૦૬૧૯૫૧૯, ૦૭૯૨૩૨૨૦૫૬૦, ૦૭૯૨૩૨૬૦૬૩૨

સુરત: ૯૮૨૫૧૧૯૦૮૧, ૯૭૧૨૨૨૨૭૮૮ , ૮૧૪૧૯૯૯૯૦૦, ૯૮૨૫૫૯૨૫૯૫

મરોલી/નવસારી: ૯૮૯૮૨૨૧૧૨૭, ૯૮૯૮૪૨૫૨૪૪, ૯૯૭૪૫૬૨૨૩૨, ૯૯૨૫૫૨૨૨૦૬

વડોદરા: ૦૨૬૫ ૨૩૫૪૮૨૫, ૯૩૭૭૬૬૬૯૬૪, ૯૮૯૮૬૯૩૬૫૯, ૯૯૦૪૭૧૬૯૯૬, ૯૯૨૫૦૫૮૧૩૭

રાજકોટ: ૯૮૯૮૦૧૯૦૫૯, ૯૮૯૮૪૯૯૯૫૪, ૯૮૯૮૦૧૯૦૫૯

ભાવનગર: ૯૯૨૫૦૧૯૮૯૫, ૯૮૨૪૯૧૩૯૧૨, ૯૮૨૫૫૭૭૭૨૫, ૯૯૧૩૩૩૨૧૪૧

સુરેન્દ્રનગર: ૯૮૨૫૫૩૦૪૪૪, ૯૮૨૫૨૨૯૬૮૫, ૯૪૨૭૨૧૬૧૪૩, ૯૮૭૯૨૯૭૧૦૧

નંદુરબાર: ૮૯૭૫૪૨૫૬૭૮, ૮૯૭૫૬૪૩૩૩૯, ૮૯૭૫૬૪૩૩૩૦

ડીસા: ૯૪૨૬૪૩૯૧૨૭, ૮૯૮૦૦૫૨૮૪૯, ૯૫૭૪૩૪૪૦૦૪, ૯૬૩૮૧૦૮૨૦૦

આપ સૌને અમારા તરફથી ઉત્તરાયણ શુભકામનાઓ

આ પણ વાંચો : ખેડૂતોને મળશે 100 સુપર સીડર મશીન, જાણો કઈ રીતે કરશો અરજી

 

Rizwan Shaikh (FTJ)

Plot No. 484/2,

Sector. 12 B,

Gandhinagar, Gujarat.

Pin : 382006

Mob : 9510420202

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More