Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Cyclone Biparjoy : ગુજરાત પર બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના 9 બંદરો પર ભયજનક સિગ્નલ નંબર 9 લગાવવામાં આવ્યા

વાવાઝોડુ કચ્છ જિલ્લામાં સૌથી વધુ અસર કરે તેવી પૂરી શક્યતા છે. આ સંજોગોમાં સૌથી વધારે અસર માંડવી દરિયા કિનારે અસર થશે અને અહીંથી તે જમીન પર પ્રવેશ કરશે તેવી પૂરી શક્યતા છે.

KJ Staff
KJ Staff
સૌરાષ્ટ્રના 9 બંદરો પર ભયજનક સિગ્નલ નંબર 9 લગાવવામાં આવ્યા
સૌરાષ્ટ્રના 9 બંદરો પર ભયજનક સિગ્નલ નંબર 9 લગાવવામાં આવ્યા

વાવાઝોડાને ધ્યાનમાં રાખી બચાવ કામગીરી માટે કચ્છમાં  4 ટીમની ફાળવણી કરાઈ છે. 2 SDRF અને 2 NDRF ટીમ બચાવ કામગીરી માટે સજ્જ છે. આ ઉપરાંતએક SDRF અને એ NDRFની ટીમ નલિયા ખાતે ગોઠવવામાં આવી છે. NDRFની એક  ટીમ માંડવી ખાતે ગોઠવવામાં આવી છે.. 

આ પણ વાંચો : Cyclone Biporjoy : બિપોરજોય વાવઝોડું ગુજરાત માટે બન્યું મોટું સંકટ

SDRF અને 2 NDRF ટીમ બચાવ કામગીરી માટે સજ્જ
SDRF અને 2 NDRF ટીમ બચાવ કામગીરી માટે સજ્જ

વાવાઝોડાના ભયાનક સ્વરૂપને ધ્યાનમાં રાખી ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

જૂનાગઢના માંગરોળના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હોવાના સમાચાર છે. કેટલીક જગ્યાએ કાચા છાપરા ઉડ્યા છે તો બીજી બાજુ માંગરોળમાં કાચી દિવાલોને પણ નુકસાન થયું છે. જામનગરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠે લોકોને ન જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત

કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્રએ કલમ 144 લાગુ કરી છે. અહીં 12 જૂનથી 16 જૂન સુધી કલમ લાગુ રહેશે

Share your comments

Subscribe Magazine

More on weather

More