Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

આ બેન શરૂ કરી મખાનાનો વ્યાપાર, હવે આપે છે હલ્દીરામ ને ટક્કર

મખાણાની ખેતી નાના- મોટા તળાવમાં થાય છે. તેની ખેતી ભલે નાની જગ્યાઓમાં થતી હોય પરંતુ આજે તેનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. યાદ કરો કે જ્યારે તમે ઉપવાસ પર હોવ છો ત્યારે તમે સૌથી ઉત્સાહથી કઈ વસ્તુ ખાશો. જવાબ મખાના હશે.

મખાણાની ખેતી નાના- મોટા તળાવમાં થાય છે. તેની ખેતી ભલે નાની જગ્યાઓમાં થતી હોય પરંતુ આજે તેનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. યાદ કરો કે જ્યારે તમે ઉપવાસ પર હોવ છો ત્યારે તમે સૌથી ઉત્સાહથી કઈ વસ્તુ ખાશો. જવાબ મખાના હશે. ખોરાકમાં સ્વાદિષ્ટ અને પોષણમાં શ્રેષ્ઠ, મખાના આજે ગામની કોઈપણ લાલાની દુકાનથી એમેઝોન અને મોટા માર્કેટમાં  ઉપલબ્ધ છે.હવે તમે ભૂલી જાઓ કે માખાનાને અગાઉ ઉત્તર ભારત, ખાસ કરીને બિહારનું ઉત્પાદન હોવાનું કહેવામાં આવ્યું હતું. હવે તે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં તેનો ડંકો વાગી રહ્યો છે.આમાં સૌથી મોટી ભૂમિકા એક મહિલા ઉદ્યમીની છે જેનું નામ રક્ષા શિનોય છે.

રક્ષા શિનોયને પહેલાં માખાના અથવા કમળના બીજ વિશે વધુ જાણકારી નહોતી. તેમણે ક્યાંક વાંચ્યું હતું કે જો ઉપવાસમાં કંદ-ફળનો આહાર લેવો હોય તો તેમાં મખાનાને સર્વોચ્ચ માનવામાં આવે છે. રક્ષા શિનોયે એમ પણ વાંચ્યું હતું કે મખાનાને તેના પોષક મૂલ્યને ધ્યાનમાં રાખીને સુપરફૂડની કેટેગરીમાં રાખવામાં આવી છે. બેંગ્લોરમાં તેના કામની દેખરેખ રાખનાર રક્ષા શિનોયે પણ જણવ્યુ કે દક્ષિણ ભારતમાં લોકો મખાનાથી સંપૂર્ણ અજાણ છે.દક્ષિણ ભારતના લોકો રેડી ટુ ઇટ ખાવાનું પસંદ કરે છે, પરંતુ તેમની થાળીમાં માખાના માટે કોઈ સ્થાન નથી.આથી રક્ષા શિનોયના મનમાં મોટો વિચાર આવ્યો.

રક્ષા શિનોયનો આઈડિયા

આ વિચાર દક્ષિણ ભારતમાં લોકો સુધી મખાનાને પહોંચવાનો  અને તેના દ્વારા લોકોને રોજગાર આપવાનો હતો. રક્ષા શિનોય શરૂઆતથી જ કંઈક કામ કરવા ઇચ્છતા હતા જેથી ગ્રામીણ મહિલાઓને રોજગાર મળી રહે. તેણીએ આ માટે માખાના એકમ ઉભું કરવાનું વિચાર્યું અને આ કાર્યમાં તે આગળ વધી. રક્ષા શિનોય 'ધ હિન્દુ' સાથે વાત કરતા જણાવે છે કે દક્ષિણ ભારત માખાના જેવા સુપરફૂડ્સ માટે એક સંપૂર્ણપણે નવું બજાર છે. મારું કામ શરૂ કરવા માટે મેં ઉડપીમાં કરકલાની પસંદગી કરી છે. આ મારું વતન પણ છે.હું જાણતી હતી કે આ જગ્યાએ રોજગારીની મોટી અછત છે.  મારા ગામના લોકો નોકરીની શોધમાં દૂરના શહેરોમાં જાય છે. ઉપરાંત ગામડાઓમાં મહિલાઓને રોજગારી આપવી પણ વધુ મુશ્કેલ છે.

https://gujarati.krishijagran.com/success-story/success-story-women-earns-millions-from-mushroom-farming/

કેવી રીતે કામ શરૂ થયું?

રક્ષા શિનોય અને તેના પિતા ગોપીનાથ શિનોયે મખાના એકમ સ્થાપવાનું નક્કી કર્યું. તેના માટે તેમને  કેરલાથી શિફ્ટ થઈ અને મિયાર નામની જગ્યા પસંદ કરી. કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવ્યું હતું અને વર્ષ  2020ના ઓગસ્ટમાં માખાનાથી સુપરફૂડ બનાવવાની એક નાનકડી ફેક્ટરી સ્થાપવામાં આવી હતી. એક  વર્ષ પણ થયુ નહીં અને આ ફેક્ટરીએ એટલી લોકપ્રિયતા મેળવી છે કે આજે અહીંથી દેશભરમાં મખાના સપ્લાય કરવામાં આવે છે. રક્ષા શિનોયની કંપની નમ્મીએ તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ રિટેલ આઉટલેટ્સ ખોલ્યા છે. રક્ષા શિનોયે કંપનીનું નામ નમ્મી રાખ્યું છે જે અંગ્રેજી શબ્દ yummy સાથે મેળ ખાય છે. જો કે, આ ફૂડ કંપનીના બેનર હેઠળ યમ્મી નામના નાસ્તા બનાવવાનું કામ શરૂ કરાયું હતું.

બિહારથી કર્ણાટક પહોંચ્યું મખાના

રક્ષા શિનોયે માખાનાને દરેક ઘરમાં લઈ જવા માટે ત્રણ પરિબળો પર કામ કર્યું છે. સ્પાઈસી અથવા મસાલેદાર, ટેન્ગી અથવા તીખું અને ચિઝી અથવા બટર, એટલે કે શિનોયનું મખાના મસાલેદાર અને તીખું હોવાની સાથે માખણમાં તળેલું હોય છે, જેના કારણે તેનો સ્વાદ અનેકગણો વધે છે.રક્ષા શિનોય બિહારથી માખાનાના પુરવઠાની આયાત કરે છે, જ્યાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. રક્ષા શિનોયે મખાનાના  રોસ્ટિંગ અને પેકેજીંગ માટે મશીનો સ્થાપિત કર્યા છે, જેના માટે 10 મહિલાઓને રોજગાર મળ્યો છે.  તાજેતરમાં રક્ષા શિનોયે માખાના આધારિત હેલ્થ મિક્સ પાવડર અને લોટ બનાવવા માટે પલ્વરાઇઝર મશીન સ્થાપિત કર્યું છે.

એમેઝોન, બિગ બાસ્કેટ પર ધાક

રક્ષા શિનોય કહે છે કે શરૂઆતમાં મખાના બનાવવામાં સમસ્યા હતી કારણ કે તે કામમાં રોકાયેલી મહિલાઓ માટે એક સંપૂર્ણપણે નવી વસ્તુ હતી. તેમને મશીન ચલાવવું પણ મુશ્કેલ લાગ્યું કારણ કે એવું માનવામાં આવતું હતું કે આ કાર્ય પુરુષોનું છે. મહિલા કામદારોને મશીનની તાલીમ આપવા અને તેમને મખાના વિશે જણાવવામાં રક્ષા શિનોયે 9 મહિનાનો સમય લીધો હતો. ત્યારબાદ  આ કામ  વ્યવસ્થિત થવા લાગ્યું.

કમળનું બીજ એ ઉડપી અથવા દક્ષિણ ભારતના કોઈપણ અન્ય ક્ષેત્ર માટે એક નવું અને અનોખું હતું. આથી કર્મચારીઓને વીડિયો બતાવીને તાલીમ આપવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે તળાવમાં ખેતી કેવી રીતે થાય છે.પછી તેનું બીજ કાઢી નાખવામાં આવે છે અને પછી છેવટે રોસ્ટિંગ કરવામાં આવે છે.  આજે રક્ષા શિનોય અને તેની કંપની નમ્મી અજાયબીઓ કરી રહ્યા છે અને તેનું ઉત્પાદન એમેઝોનથી બિગ બાસ્કેટ સુધી છવાયેલું  છે.

હમણાં દર મહિને 2-3 ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે. કંપનીની વ્યૂહરચના તેના ઉત્પાદનને લેઝ અથવા પાર્લે જેવી કંપનીના નાસ્તાની સાથે લાવવાની છે. ભારતમાં હજી સ્વસ્થ અને સુપરફૂડનું બજાર ખૂબ વિકસિત નથી કારણ કે લોકો હજી પણ પેકેટવાળા ફૂડને જંક માને છે. નમ્મી અથવા તાપસ ફૂડ કંપની આ દિશામાં આગળ વધી રહી છે. આ કંપની માખાના એનર્જી સપ્લિમેન્ટ્સ અથવા કોમ્પ્લાન અને હોર્લિક્સ જેવા ડ્રિંક્સ પણ લાવી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More