Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

સફળતાની કહાણી..આ બેન મશરૂમની ખેતીથી કરે છે લાખોની કમાણી

Sagar Jani
Sagar Jani
mushroom
mushroom

કૃષિ ક્ષેત્રેમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. જો ખેતી અને ખેતમજૂરી કામ સખત મહેનત અને સમર્પણથી કરવામાં આવે તો સફળતા નિશ્ચિત છે. આજના યુગમાં ખેડુતો ખેતીથી નામ અને સંપત્તિ બંને પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ સમાજમાં એક અલગ ઓળખ બનવી રહયા  છે એટલું જ નહીં  આ સાથે જ તેઓ ઘણા લોકો માટે પ્રેરણાનું સાધન પણ બની ગયા છે. આવી જ એક વાત છે ગુજરાતની એક મહિલા ખેડૂતની.

અંજનાબેન ગાવિત પરંપરાગત ખેડૂત નથી. તેઓ સામાન્ય ખેડુતોથી તદ્દન અલગ છે.  અંજનાબેને પ્રથમ સારું શિક્ષણ મેળવ્યું અને સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.તેમણે ઘણાં વર્ષો સુધી સિવિલ એન્જિનિયર તરીકે પણ કામ કર્યું, પરંતુ આ સમય દરમિયાન તેમને એક લેખ મળ્યો. આ લેખમાં  શિપ મશરૂમના ઉછેર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ટૂંકા સમયમાં મોટી સફળતા

લેખ વાંચ્યા બાદ અંજનાબેન ગાવીતે નોકરી છોડીને મશરૂમની ખેતી કરવાનું નક્કી કર્યું. તેમ છતાં તેને ખેતી વિશે વધુ જાણકારી નહોતી, તેથી તેમણે કૃષિ વિજ્ઞાનકેન્દ્રથી પ્રથમ તો મશરૂમની ખેતીની શિક્ષા લીધી અને પછી વર્ષ 2017થી આ કામ શરૂ કર્યું. ખેતી કરવામાં તેમણેવધુ સમય લીધો નથી, પરંતુ આ ટૂંકા ગાળામાં તે દેશની કેટલીક સફળ મહિલા ખેડુતોમાંની એક બની ગઈ છે.

ડીડી ફાર્મરના એક અહેવાલ મુજબ તાલીમ લીધા પછી અંજનાબેને વાંસ અને લીલા શેડનો ઉપયોગ કરીને મશરૂમ ઘર બનાવ્યું હતું.  તેની લંબાઈ 15 ફુટ અને પહોળાઈ 10 ફૂટ રાખવામાં આવી હતી. તેમને સ્પોન એટલે કે મશરૂમના બીજ સહિતની અન્ય આવશ્યક દવાઓ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો ટેકો મળતો રહ્યો. સમય સમય પર વૈજ્ઞાનિકો પણ  અંજનાબેનને મદદ કરવા આવતા હતા.

11 હજાર રૂપિયાથી કરી શરૂઆત 

અંજનાબેને શરૂઆતમાં આ કામમાં વધારે મૂડી રોકાણ કર્યું ન હતું. તેમણે માત્ર 11 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા અને પહેલીવાર બમ્પર પાક થયો હતો. આ નાના ઓરડામાંથી તેને 140 કિલો મશરૂમ્સ મળી આવ્યા, જેની કિંમત 28 હજાર રૂપિયા છે. સારી લણણીએ અંજનાબેનને મોટા પાયે મશરૂમની ખેતી કરવાની પ્રેરણા આપી હતી.

ત્યારબાદ 18 મહિનામાં અંજનાબેને મશરૂમના ઘરનું કદ 80 ફુટ લાંબું અને 23 ફુટ પહોળું કર્યું.  જેમ જેમ કદ વધતું ગયું તેમ તેમ રોકાણમાં પણ વધારો થયો. તેમણે વર્ષ 2019-20માં 1 લાખ 72 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપ્રિલ 2019 થી ડિસેમ્બર 2019 સુધીમાં 250 કિલો સ્પોનનું વાવેતર થયું છે. આ વખતે કમાણી પણ વધી અને તે 3 લાખ 8 હજાર 500 રૂપિયા સુધી પહોંચી જ્યારે ખર્ચ માત્ર 88 હજાર 350 રૂપિયા થયો હતો.

અંજનાબેને તેમના ઉત્પાદનોનું કુટુંબ અને સબંધીઓ દ્વારા માર્કેટિંગ શરૂ કર્યું અને ટેલિફોનિક ઓર્ડર પણ લીધા.  માંગ પ્રમાણે તેણે પેકેટો બનાવ્યા અને લોકોને મોકલ્યા.  ધીરે ધીરે તેમની ચર્ચા ચારેય તરફ થવા લાગી. કલેક્ટર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનો લાભ પણ તેમને મળ્યો.  ભારત સરકારે વિસ્તારની મહિલાઓ અને ખેડુતો માટે પ્રેરણારૂપ બની ગયેલા અંજનાબેનને સન્માનિત પણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, કૃષિ ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ રહેલી છે.  જો ખેતી અને ખેતમજૂરી કામ સખત મહેનત અને સમર્પણથી કરવામાં આવે તો સફળતા નિશ્ચિત છે. આજના યુગમાં ખેડુતો ખેતીથી નામ અને સંપત્તિ બંને પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ સમાજમાં એક અલગ ઓળખ બનવી રહયા  છે એટલું જ નહીં  આ સાથે તેઓ ઘણા લોકો માટે પ્રેરણાનું કારણ પણ બની ગયા છે. અંજનાબેને તેમના ઉત્પાદનોનું કુટુંબ અને સબંધીઓ દ્વારા માર્કેટિંગ શરૂ કર્યું અને ટેલિફોનિક ઓર્ડર પણ લીધા. માંગ પ્રમાણે તેણે પેકેટો બનાવ્યા અને લોકોને મોકલ્યા. ધીરે ધીરે તેમની ચર્ચા ચારેય તરફ થવા લાગી.

Related Topics

mushroom farming success story

Share your comments

Subscribe Magazine

More on Success Story

More