Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

સૌરાષ્ટ્રના મહિલા ખેડૂતની કમાલ, કરી ગુલાબી સીતાફળની ખેતી, હવે થઇ ગયા માલામાલ

ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર ખેતી ઉપર નભતો વિસ્તાર ગણવામાં આવે છે અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પિયતનું પ્રમાણ પણ હોવાને કારણે ખેડૂતો ત્રણ સિઝનનો પાક મેળવી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા

KJ Staff
KJ Staff
pink custard apple
pink custard apple

ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર ખેતી ઉપર નભતો વિસ્તાર ગણવામાં આવે છે અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પિયતનું પ્રમાણ પણ હોવાને કારણે ખેડૂતો ત્રણ સિઝનનો પાક મેળવી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આજે વાત કરવી છે સફળ મહિલા ખેડૂત વર્ષાબેન ઝાલાવાડીયા ની જેવો દ્વારા ગુલાબી કલરના સીતાફળ તૈયાર કરી જાહેર માર્કેટની અંદર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વર્ષાબેન ઝાલાવાડી એ જણાવ્યું હતું કે પોતાનું મારુતિ ફાર્મિંગ એન્ડ નર્સિંગ હેઠળ પાકોના રોપા તૈયાર કરવામાં આવે છે દર વર્ષે જેમ આ વર્ષે પણ તૈયાર કરી અને ઉત્પાદન મેળવી રહ્યા છીએ પોતાની પાસે 12 વીઘા ની અંદર સુપર ગોલ્ડ સીતાફળનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને સારી એવી કમાણી સીતાફળના પાકમાંથી મળી રહી હતી.

આ પણ વાંચો: આઠ ચોપડી ભણેલા મહિલા ખેડૂતની સફળતાની કહાણી , હવે કરે છે લાખોની કમાણી

pink custard apple
pink custard apple

વર્ષાબેન એ વધુમાં જણાવ્યું હતું કે પોતા પાસે સીતાફળની 18 થી વધુ વેરાઈટી અને જાત વિકસાવવામાં આવી છે અને સાથે જ પોતે સીતાફળની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી મેળવી રહ્યા છે જ્યારે લોકોનું આકર્ષણનું કેન્દ્ર ગુલાબી સીતાફળ બન્યા છે ગુલાબી સીતાફળ માર્કેટની અંદર મૂકવાની સાથે જ લોકો લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પોતાની વાડીએ આવી અને દરેક પ્રકારના રોપા અને ગુલાબી સીતાફળની ખરીદી કરવા આપે છે.

ગુલાબી સીતાફળ આકર્ષણનું કેન્દ્ર બનતા ની સાથે જ સીતાફળનો વજન પણ એક કિલો સુધી એક નંગનો મળી રહે છે બાળ વિકાસ જમીનની અંદર આ સીતાફળનું વાવેતર કરવામાં આવ્યું છે પાણીના સ્ત્રોતમાં એક હજાર ફૂટનો બોર છે અને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવા માટે ત્રણ ગાય રાખી અને ઘનામૃત જીવામૃત નો ઉપયોગ કરી ઓર્ગેનિક કાર્ય પણ કરે છે

Share your comments

Subscribe Magazine

More on Success Story

More