એક સમય હતો જ્યારે ભારતની 75 થી 80 ટકા વસ્તી ખેત કામ સાથે સંકળાયેલી હતી, પરંતુ હવે તે સંખ્યા ઘટીને 60 ટકાની આજુ બાજુ રહી ગઈ છે. જેનું સૌથી મોટો કારણ રાસાયણિક ખેતીના કારણે ખેડૂતોને થતું કેન્સર જેવી બીમારી છે અને બીજી વાત આજકાલના યુવાનોને એવા કાર્ય કરવું છે જેમાં મહેનત ઓછી હોય અને કમાણી વધુ. તેથી કરીને તેઓ ખેતીમાં રસ દેખાડી રહ્યા નથી. એવા યુવાનોને જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે આવેલ કરાના દેવડીયા (જામનગર શહેરથી 30 કિલોમીટર દૂર) ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત પૂજાબેન(+91 99044 37693) કહે છે એક સમય એવું આવશે જ્યારે આપણા દેશના યુવાનોએ પોતેજ ખેતી પ્રત્યે રસ દેખાડશે. તેઓ કહે છે કે આજ નહીં તો 5 વર્ષ પછી પણ જે યુવાનો પોતના વારસા છોડીને બીજા શહેર કે પછી દેશમા જતા રહ્યા, તેઓ એક દિવસ ચોક્કસ પાછા ફરશે અને પોતાના વારસાને સંભાળીને કૃષિ ક્ષેત્ર સાથે જોડાશે.
જામનગરની પ્રગતિશીલ ખેડૂત પૂજાબેન
જામનગર જિલ્લાના કારના બેવડિયા ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત પૂજાબેન ઘણા વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી રહ્યા છે. કૃષિ જાગકણ સાથે વાત કરતા પૂજાબેન જણાવ્યું કે તેઓ વર્ષ 2017 થી કુદરતી ખેતી તો કરી જ રહ્યા છે, તેના સાથે જ તેઓ સૂરતમાં ખેડૂતોને અને જે યુવાનોએ કૃષિ ક્ષેત્ર સાથે જોડાવીને અને કુદરતી ખેતી કરીને ગુજરાત અને ભારતને કેન્સર મુક્ત બનાવવા માંગે છે એવા યુવાનોને કુદરતી ખેતીની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.
પોતેજ પણ કરે છે કુદરતી ખેતી
સુરતમાં એવા યુવાનો જેઓ કુદરતી ખેતીમાં રસા દેખાડે છે, તેઓને કુદરતી ખેતીની ટ્રેનિંગ આપનાર પૂજાબેન પોતે જ પણ પોતાના ફાર્મ પર કુદરતી ખેતી કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે તેઓ પોતાના ફાર્મ પર મોટા ભાગે શાકભાજીની ખેતી કરી રહ્યા છે. તેનાં સાથે જ આ વર્ષે તેઓ કેળાની પણ 12 એકરમાં રોપણી કરી છે. જેઓ ટૂંક સમયમાં ઊપજ આપશે. કુદરતી ખેતી કરવાનું ખ્યાલ કેવી રીતે આવ્યો? આ પ્રશ્નનું ઉત્તર આપતા પૂજાબેન કહ્યું કે, જામનગરના શત્રુઘનસિંહજીના ત્યાંથી અમને કુદરતી ખેતીનો ખ્યાલ આવ્યો હતો. તેઓ જણાવ્યું કે અમે તેમના ફાર્મ ડેવ્લેપિંગનો કોંટ્રેક્ટક લીધો હતો. ત્યારે એમને અમને કીઘું કે મારે રાસાયણિક ખેતી જોઈએ જ નથી, મને ફક્તને ફક્ત મારા ફાર્મ પર કુદરતી ખેતી જોઈએ છે. ત્યારે હું કચ્છમાં જે ખેડૂતોએ કુદરતી ખેતી કરતાં હતા તેમના ખેતરની મુલાકાત લીઘી અને ત્યાર પછી જામ સાહેબના ખેતર પર કુદરતી ખેતી કર્યો અને પાકનું ઉત્પાદન મેળવ્યું.
કુદરતી ખેતી અને રાસાયણિક વચ્ચે તફાવત
જામ સાહેબના ખેતરમાં કુદરતી ખેતી કર્યા પછી મેં મારા ખેતરમાં પણ કુદરતી ખેતી કર્યો અને તમે આજે જોઈ શકો છો કે હું આજે કુદરતી ખેતી કરી પણ રહી છું અને બીજા ખેડૂતોને તેની તાલીમ પણ આપી રહી છું. કુદરતી ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચે શું તફાવત છે, તેને લઈને પૂજાબેન કહે છે કે બંને વચ્ચે ઘણી તફાવત છે. કુદરતી ખેતી અમને જે પાક આપે છે, તેઓ અમારા સ્વાસ્થ્ય માટે સારો હોય છે, જ્યારે રાસાયણિક ખેતી થકી મેળવનાર પાક અમને કેન્સર જેવી ખતરનાક બીમારી આપે છે. તેઓ કહે છે કેટલાક ખેડૂતોએ કેળાની રાસાયણિક ખેતી કરે છે,. પરંતુ જ્યારે તેઓ અમારા કેળા જોયું, જો કે અમે કુદરતી રીતે ઉગાડીયો છે, તેને જોઈને તેઓ હેરાન થઈ ગયા અને કહ્યું કે તમારા કેળાના પાક અમારા કેળાના પાક કરતા કેટલા સરસ છે.તેઓ કહે છે કે કુદરતી ખેતીમાં અમને ક્યારે કોઈ નુકસાન નથ થયું અને રાસાયણિક ખેતી ફક્ત નુકસાન જ છે. પૂજાબેન ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે કુદરતી ખેતી કરવા વાળા ખેડૂતને ક્યારે કોઈ નુકસાન થતું નથી.
ધનજીવામૃત તૈયાર કરવાનો પ્રોસેસ
પ્રગતિશીલ મહિલા ખેડૂત પૂજાબેને જણાવ્યું કે જે યુવાનો અને ખેડૂતોએ કુદરતી ખેતી શીખવા માંગે છે તેઓને કુદરતી ખેતી વિશે શીખવાડવા માટે મારે ફાર્મ પર જવું પડે છે, તેથી કરીને મારા ફાર્મ પર ગૌમાતા નથી, કેમ કે અમારા કારણે ગૌમાતા હૈરાન થાય તે અમને ગમશે નહીં. તેથી કરીને અમે બીજા ખેડૂતોના ત્યાંથી ગાયના છાણ, ગૌમુત્ર અને દૂધ તેમજ છાછ લઈને આવીએ છે.ત્યાર પછી તેમાં ગોળ ભેળવીને તેમાં ઝાડનું કચરો નાખીને ધનજીવામૃત તૈયાર કરીએ છે. અને તેને પાઇપ વડે પોતાના ખેતરમાં પહોંચાડીએ છે. આમ કરવાથી પૂજાબેનનું સમયના સાથે જ પૈસાની પણ બચત થાય છે અને પાક પણ સારો તેમજ ઓર્ગેનિક મળે છે. તમે તમારી ઉપજનું વેચાણ કેવી રીતે કરો છો. તેનો ઉત્તર આપતા પૂજાબેને જણાવ્યું કે ઘણા બધા એવા પ્રાકૃતિક ફાર્મ સાથે હું સંકળાયેલી છું, જેઓ પ્રાકૃતિક ખેતી કરીને પોતાની ઊપજનું વેચાણ પોતાના ફાર્મ હેઠળ કરે છે, તેઓને હું મારી શાકભાજીની ઉપજ આપી દઉં છું, જેથી મને લાખોની કમાણી થાય છે.
આ પણ વાંચો:એન્જિનિયરિંગ છોડીને શરૂ કરી ડ્રેગન ફ્રુટની ખેતી, હવે કરે છે વાર્ષિક 2 કરોડની કમાણી
ખેડૂત તરીકે જન્મ થયુ છે આપણુ
પૂજાબેન કહે છે ભગવાન અમને ધરતી પર ખેડૂત પુત્રને પુત્રી તરીકે જન્મ આપ્યો છે તો આપણે કુદરતી ખેતી કરવી જોઈએ અને અમારી ધરતી માતાને ઝેર મુક્ત કરવાનું કામ આપણો છે. તેઓ કહે છે આવનારા ભવિષ્ય યુવાનોનો છે, તેથી તેઓને પણ કુદરતી ખેતી તરફ આગળ વધવું જોઈએ. પૂજાબેન કહે છે ગુજરતના યુવાનો વિશ્વના કોઈ પણ ખૂણેમાં કેમ નહીં હોય, એક દિવસ તેઓને ધરતી માતા માટે પાછા ફરવું પડશે અને કુદરતી ખેતી શીખી જમીનને ઝેર મુક્ત બનાવવું પડશે. એક માંની જેમ યુવાનોને કુદરતી ખેતી શીખવાડી રહેલ પૂજાબેન જેવા ખેડૂતોને કૃષિ જાગરણ સલામ કરે છે અને ભારત સરકારને વિનંતી કરે છે કે પૂજા બેનને તેમના કાર્ય બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે.
Share your comments