નાનપણથી ખેતી સાથે સંકળાયેલા જુનાગઢના માંગરોળ તાલુકા ખાતે આવેલ શેપા ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત પરમાર વિજયભાઈ વિરાભાઈ એવા ભણેળા ગણેળા લોકો માટે પ્રેરણા અને એક ઉદહારણ તરીકે ઉભરી આવ્યા છે, જેઓનું માનવું છે કે ખેતી અભણ લોકોનું વ્યવસાય છે અમારા જેવા ભણેળા ગણેળા લોકોનો નથી. છેલ્લા 17 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ M.A B.ed સુધી અભ્યાસ કર્યો છે. શિક્ષક બનીને લોકોને શિક્ષિત કરવાનું સપના પોતાની આંખોમાં લઈને મોટા થયા વિજયભાઈને ખેતી પ્રત્યે રસ કેવી રીતે વધ્યો અને તેઓ કેવી રીતે એક પ્રગતિશીલ ખેડૂત બનીને ઉભરી આવ્યા તેના વિશેમાં આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશુ.
આવી રીતે વધ્યો ખેતી પ્રત્યે રસ
શેપા ગામના પ્રગતિશીલ ખેડૂત પરમાર વિજયભાઈ વિરાભાઈએ કૃષિ જાગરણ સાથે વાત કરતા જણાવ્યું કે તેમના પરિવાર એક ખેડૂત પરિવાર છે. તેમના પરિવાર પાસે કુલ 32 વિધા જમીન છે, જો કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમ જ તાલુકામાં આવેલ છે. જ્યાં મારું રેઠાણ છે એટલે કે જુનાગઢના માંગરોળ તાલુકાના શેપા ગામ, તે જ્ગ્યાએ 15 વિધા જમીન આવેલ છે. તેમણે જણાવ્યું કે તેઓને નાનપણથી જ શિક્ષક બનવાનું સપના જોયુ હતુ. તેથી કરીને તેઓએ એમએડ સુધી અભ્યાન કર્યો, પરંતુ મેરીટના કારણે મેર પડ્યો નથી. ત્યાર પછી તેઓ પોતાની શિક્ષા અને ટેક્નિક સ્કીલથી ખેતી કરવાનું નક્કી કર્યો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેઓને ખેતી કરતાં 17 વર્ષ થઈ ગયા છે અને આજે તેઓ એક પ્રગતિશીલ ખેડૂત છે અને તેમના પોતાનું એક ફાર્મ પણ છે, જેનો નામ કામધેનું પ્રાકૃતિક ફાર્મ છે, જ્યાં તેઓ રાસાયણિક મુક્ત પાક ઉગાડીને તેનો શુદ્ધ રીતે પેકિંગ કરીને પોતાના ગ્રાહકો સુઘી પોંચાડે છે. તેના સાથે જે તેમના પાસે 5 ગાયો પણ છે.
રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી સુધીની યાત્રા
વિજયભાઈએ જણાવ્યું કે તેઓ રાસાયણિક ખેતી તરીકે ખેતકામની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે મેં ખેતીની શરૂઆત કરી હતી, ત્યારે એગ્રો વાળાઓના કહેવા મુજબ દવા અને બધા પ્રકારના ખાતરનો ઉપયોગ મેં મારા ખેતરમાં કર્યો, પરંતુ તેથી ઉત્પાદનમાં વધારો થવાની જગ્યાએ મારા ખર્ચ વધાવા માંડ્યા. ત્યાર પછી જુનાગઢ કૃષિ યૂનિવર્સિટીના નિષ્ણાતોની સલાહ લઈને દવા અને ખાતર વાપરવાનું ચાલૂ કર્યો, તેથી ખર્ચ તો ઘટ્યો પરંતુ ઉત્પાદન પહેલાની જેમ જ રહ્યું. આ ઉપરાંત મને કોઈએ પ્રાકૃતિક ખેતીની સલાહ આપી, તે સલાહ સાંભળવા પછી હું મુંઝાવણમાં મુકાઈ ગયો કે મારે તેને માનવું જોઈએ કે નથી, એજ મુંઝાવણમાં મેં એક નિર્ણય કર્યો કે હું ધીમે ધીમે દવાની માત્રા ઘટાડીશું. ઉપરાંત મેં તેની શરૂઆત કરી અને ધીમે ધીમે રાસાયણિક ખાતર વગરની મગફળી મેળવી, જેનો મને સરસ ઉત્પાદન મળ્યું, ત્યાંથી મને એજ પાક્કુ થઈ ગયો કે રાસાયણિક ખાતર વગર પણ મગફળીનો સારો એવો ઉત્પાદન મેળવી શકાય છે. ત્યારબાદ હું ગાય આઘારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને ત્યારથી જ હું પ્રાકૃતિક ખેતી કરીને કામધેનું પ્રાકૃતિક ફાર્મ હેઠળ સારો એવા ઉત્પાદન મેળવી રહ્યા છું. વિજયભાઈએ વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં ગાય આધારિત ખેતી કરવામાં પણ સમસ્યા આવી હતી પરંતુ જુનાગઢ કૃષિ યૂનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ જૈવિક ખેતી ચાલુ કરી અને પાકનું વધુમાં વધુ ઉત્પાદન મેળવ્યું.
ફાર્મને ફાર્મ સ્કૂલ તરીકે પસંદ કરવામાં આવ્યું
વિજયભાઈ કૃષિ જાગરણ સાથે વાત કરતાં વધુમાં જણાવ્યું કે નવેક વર્ષ પહેલા અમારા મગફળીના પાકમાં સફેદ ફૂગ જોવા મળ્યો હતો, જેના કારણે 35 ટકા પાકએ નુકશાન પામ્યો હતો. ત્યારબાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મને માર્ગદર્શન મળ્યો. પ્રમાણે ટ્રાયકોડર્મા દર વર્ષે ભેજ હોય ત્યારે મગફળીના વાવેતર કરવાના 15 થી 20 દિવસ પછી મગફળીમાં છાણને ફૂંકી દીધું, પરિણામે સફેદ ફૂગનો પ્રશ્ન હલ થઈ ગયો, પરંતુ ત્યાર પછી તેનાથી મોટો પડકાર આવ્યો મુંડા. ત્યાર બાદ વર્ષ 2018 માં આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવતા ગ્રુપ બનાવ્યું અને મારા ફાર્મને ફાર્મ સ્કૂલ તરીકે પસંદ કરવામાં આવ્યુ અને મારા આ ભગીરથ કાર્યને ટેકો મળ્યો, આત્માના સ્ટાફ દ્વારા અલગ અલગ નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી અને ત્યાંથી ગાય આધારિત ખેતી પ્રત્યે મારા અંદર વધુ રસ વધ્યો અને મને એક નવી રાહ મળી.
માસ્ટર ટ્રેનર તરીકે થઈ પસંદગી
વિજયભાઈ જણવ્યુ કે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધતાં સોનામાં સુગંધ ભળી તેમ 5 થી 11 ડિસેમ્બર 2019 દરમ્યાન આત્મા અને ગુજરાત સરકારના સહયોગથી વડતાલ ખાતે SPNF માટેની તાલીમ મેળવી, ત્યાં મારી માસ્ટર ટ્રેનર તરીકે પસંદગી થઈ અને મને પાલેકરજીના તમામ એસપીએનએફ ખેતી વિશેના સિદ્ધાંતોનો ગહન અભ્યાસ કરવાનો મોકો મળ્યો. તેમણે જણાવ્યું કે મને જે શરૂઆતમાં ગાય આધારિત ખેતીમાં માહિતીના અભાવે જે તકલીફ પડી તે બીજા ખેડૂતને ના પડે તે માટે મારા અનુભવો તેમજ બીજા ખેડૂતના અનુભવ રજૂ કરવા youtube ચેનલ “kamdhenu organic kheti” તેમજ હું ખેડૂતોને ફોન પર પણ ગાય આધારિત ખેતીની શિક્ષા આપવાનું શરૂ કર્યો. તેઓ કહે છે કે હું શાળાના શિક્ષક તો નથી બની શક્યો પણ સુભાષ પાલેકરજીના કારણે આજે ખેડૂતોના શિક્ષક તો બની ગયો છું, તેથી કરીને ખેતીના કારણે તેઓને સફળ ખેડૂતના સાથે જ એક શિક્ષક પણ કહેવામાં આવે તો તેમા નવાઈ નથી.
ઘણા મહેનતી છે વિજયભાઈ
વિજયભાઈએ ઘણા મહેનતી છે ખેડૂતોને ગાય આધારિત ખેતીની તાલીમ, પોતાના ખેતરમાં કામ અને બ્રાન્ડની પેકેજીંગના સાથે તેની વેચણી તેમજ ફ્રી સમયાં પંચગવ્ય સાબુ, લીમડા, એલોવેરા, ગાયના દૂધ, હળદર, ચંદન, કેસુડાના નેચરલ સાબુ તથા નેચરલ શેમ્પુ બનાવી તેનું પણ વેચાણ કરે છે. તેના સાથે જ તેઓ સિંગતેલનો ડબ્બો (રૂ.4500), ઘઉં (રૂ.800), દેશી બાજરી (રૂ. 1200) અને હળદરનો પાઉડર (રૂ.350) નું પણ શુદ્ધ રીતે પેકેજીંગ કરીને વેચાણ કરે છે.
પ્રાકૃતિક ખેતી કેમ સારી છે
આ પ્રશ્નનું ઉત્તર આપતા વિજયભાઈ કહે છે પ્રાકૃતિક ખેતીમાં એક તો ખર્ચ ઓછો થાય છે, તેમજ પાક પર બજાર કરતાં દોઢ ગણો ભાવ મળે છે. વિજયભાઈ જણાવ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના છંટકાવના કારણે કેન્સર જેવી બીમારીઓ અમારા દેશમાં આવી છે. જો અમારે અમારા દેશને કેન્સર જેવી બીમારીથી બચાવવાનો છે તો તેનો એક જ રસ્તો છે ગાય આધારિત ખેતી, તેના થકી ગૌમાતાનું તો રક્ષણ થાય છે સાથે જ ધરતી માતા અને રાષ્ટ્રને પણ આપણે બચાવી શકાય છે. તેઓ એક ઉદાહરણ આપતા જણાવ્યું કે કેમિકલ ખેતીમાં આવક: 5 લાખ, ખર્ચ: 1.5 લાખ અને નફો: 3,50000 થાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આવક પાંચ લાખે, ખર્ચ 70,000 અને નફો 4 થી 5 લાખ સુધી થાય છે.
માંગરોળના 5 ગામોમાં ટ્રેનર તરીકે પસંદગી
પોતાની ખેતી વિશે વાત કરતાં તેઓ જણાવ્યું કે આજે તેઓ મગફળી, સીંગતેલ, વાલ, વટાણા, ઘાણા, અડદ, મગ, મઠ, હળદર,મેથી વગેરાનું વાવેતર કરી તેનું મૂળ્ય વર્ધન કરીને ગ્રાહકો સુધી શુદ્ધ રીતે પહોંચાડે છે. આજે ઘણા બધા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા છું અને ખેડૂતોને પ્રાકૃતિ ખેતી પ્રત્યે જાગ્રત કરું છું. ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે 100 FPO બનાવી રહી છે ત્યારે હું જૂનાગઢ જિલ્લા આત્મા પ્રોજેક્ટના 5 ગામમાં ફાર્મર ટ્રેનર તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપુ છું. SPNF એસોસિયશનના માંગરોળ તાલુકામાં સંયોજક તરીકે કામ કરું છું તેમજ SPNF એસોસિએશન ગાંધીનગર અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના માસ્ટર ટ્રેનર તરીકેની પણ ફરજ બજાવું છું. તેમજ માંગરોળ તાલુકામાં HDFC બેંકના નાણાકિય સહયોગથી ચાલતા કલાઈમેન્ટ ચેન્જના અંબુજા ફાઉડેશનમા પણ રિસોર્શ પર્સન તરીકેની કામગીરી કરી ખેડૂતોમાં ગાય આધારિત ખેતીની જાગૃકતા માટેનું કામ કરું છું.
મોટા મોટા અધિકારિઓએ કર્યો ફાર્મ વિઝેટ
વિજયભાઈએ જણવ્યું કે તેમના ફાર્મ પર ઘણા બધા તાલુકા,જિલ્લા તેમજ જિલ્લા બહારના ખેડૂતોએ વિઝિટ કરી ચૂક્યા છે.તેમજ જૂનાગઢ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, જિલ્લા ખેતીવાડીના અધિકારીઓ, કેવીકેના અધિકારીઓ,અંબુજા ફાઉડેશનના CEO તેમજ અધિકારીઓ,HDFC બેંકના અધિકારીઓ તેમજ હિમાચલ પ્રદેશના SNO ની ટીમ પણ તેમના ફાર્મની મુલાકાત લીધી છે.
મુખ્ય મંત્રી કર્યો સન્માન કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યો ભોજનના નિમંત્રણ
જણાવી દઈએ પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈને તેમના મહેનત અને ગૌમાતાના આશીર્વાદથી રાજ્યકક્ષાના મીલેટ મહોત્સવમાં ગાંઘીનગર ખાતે દેશી બાજરીના વાવેતરને લઈને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યું છે. તેમજ જૂનાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભારતના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ભોજનનું નિમંત્રણ પણ આપવામાં આવ્યા હતું. જ્યાં ગૃહ મંત્રી તેમના સાથે પ્રાકૃતિક કૃષિને લઈને ચર્ચા પણ કરી હતી. એજ નહીં આત્મા પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2023 માં વિજયભાઈને બેસ્ટ આત્મા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યું હતું. વિજયભાઈના જણાવ્યા મુજબ તેમના જીવનનું એક જ મંત્ર છે, જેઓ તેઓ દરેક ખેડૂતને આપવા માંગે છે. તેઓ કહે છે કે આપડે ધરતી માતાને ઝેર મુક્ત કરવાનું છે, લોકોનું સ્વાસ્થ્ય સુધારવાનું છે, ગામડાને સમૃદ્ધ બનાવવાનું છે અને ગાય માતાને બચાવીને પ્રદુષણને અટકાવવાનું છે. આ બધુ જ મેળવવાનું એક જ મંત્ર છે અને તેઓ છે ગાય આધારિત ખેતી.
Share your comments