મહારાષ્ટ્રના ખેડૂતનો એક ઉત્તમ વિચાર
તમને જણાવી દઈએ કે તમે તમારા ઘરની કોઈપણ નાની જગ્યામાં દ્રાક્ષની ખેતી કરી શકો છો, તો હવે આપણે એમના વિશે જાણીએ જેણે દ્રાક્ષની ખેતી કરી સફળતા મેળવી છે. આ ખેડૂત મહારાષ્ટ્રના પુણેના ઉર્લીકાંચન ગામના રહેવાસી છે. તેમનું નામ ભાઉસાહેબ પાંડુરંગ કાંચન છે. તેઓની ઉંમર 58 વર્ષ છે. તેમને ખેતી કરવામાં ખૂબ જ રસ છે. તેમની પાસે પોતાની લગભગ 3 એકર જમીન છે, જેમાં તેઓ તમામ પ્રકારના પાકની ખેતી કરે છે. આ ઉપરાંત, તેઓએ ઘરે ગાર્ડનિંગ કરીને નફો કરવાનું વિચાર્યું હતુ.
ભાઉસાહેબ કાંચન પોતાના ઘરના ધાબા પર દ્રાક્ષની બાગાયત કરીને ઘણો નફો કમાઈ રહ્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે કૃષિ વિભાગ ખેડૂતોને બાગાયતની નવી તકનીકો પર સંશોધન કરવા વિદેશ જવાની તક આપે છે. જ્યાં ખેડૂતોને સ્ટડી ટુર દ્વારા ખેતી વિશે કંઈક નવું જાણવા અને અભ્યાસ કરવા માટે વિદેશ મોકલવામાં આવે છે. જેમાં શિક્ષણનો અડધો ખર્ચ વિભાગ ઉઠાવે છે.
ભાઉસાહેબે આ પ્રવાસમાં અભ્યાસ કર્યો જેમાં યુરોપ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ અને નેધરલેન્ડની આધુનિકતા જાણી. આ દરમિયાન તેમણે ઘરના આંગણા અને ટેરેસ પર દ્રાક્ષની ખેતી જોઈ, ત્યારબાદ તેણે ગાર્ડનિંગ કરવાનું વિચાર્યું. દેશમાં પરત ફર્યા બાદ ભાઉસાહેબે બે દ્રાક્ષના છોડ ખરીદીને ઘરના આંગણામાં વાવ્યા હતા.
આ પછી, ભાઉસાહેબે આ છોડને આગામી ત્રણ વર્ષ માટે ગાયના છાણમાંથી બનાવેલું જૈવિક ખાતર આપ્યું. ત્રણ વર્ષમાં, છોડ એક વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને જમીનથી 32 ફૂટ ઉપર ત્રીજા માળ સુધી ફેલાયું. તેમણે ઘરમાં દ્રાક્ષ ઉગાડવા માટે લોખંડનો મંડપ બનાવ્યો. આ પેવેલિયન બનાવવામાં 6 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં લોખંડની ફ્રેમ, પ્લાસ્ટિકની જાળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દ્રાક્ષના બીજમાંથી દવા બને છે
ભાઉસાહેબે કહ્યું કે દ્રાક્ષના બીજનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. આ સિવાય લોકો તેનું સેવન જ્યુસના રૂપમાં પણ કરે છે. દ્રાક્ષનું ફળ સામાન્ય રીતે દરેક વ્યક્તિ ખાય છે. તેમના બગીચામાંથી દર મહિને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની કમાણી થાય છે. તો તમે પણ તમારા ધાબા પર અથવા આંગણામાં દ્રાક્ષ ઉગાડી શકો છો.
આ પણ વાંચો : ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?
આ પણ વાંચો : એલચીની કરો ખેતી, એલચીથી થશે લાખોની કમાણી
Share your comments