પાટનગર દિલ્લીમાં તાપમાન 52 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જો કે અત્યાર સુધીનું સૌથી વધુ છે. એક બાજુ દિલ્લીમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે તો બીજી બાજુ દિલ્લીની અરવિંદ કેજરીવાલની સરકારે લોકો પર રૂ, 2000 હજારનું દંડ ફટાકાર્યો છે. વાત જાણો એમ છે કે ઉનાળાના કારણે દિલ્લીમાં લોકોને પાણી નથી મળી રહ્યું. પાટનગર દિલ્લીના લોકોએ પાણીની અછતના કારણે પરેશાન જોવા મળી રહ્યું છે. તેથી કરીને દિલ્લી સરકારે આ નિર્ણય લીધું છે કે કોઈ પણ વધુ પાણી વાપરતુ જોવા મળશે તો તેના પર રૂ. 2000 નું દંડ ફટકારવામાં આવશે. પરંતુ ત્યા જીકરજોગી વાત એવું છે કે દિલ્લી સરકારે તે નક્કી નથી કર્યો કે લોકોએ કેટલાક પાણી વાપરી શકે છે.
દિલ્લી ગુજરાતી સમાજ કેજરીવાલનું કર્યો વિરોધ
પાટનગર દિલ્લીમાં 8 થી 10 લાખ ગુજરાતીઓ વસે છે. જેમના વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી રહી છે.તેથી કરીને તેઓ કેજરીવાલનું વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે અમને પાણી એટલા માટે નથી આપવામાં આવી રહ્યુ છે કેમ કે તેઓને એવું લાગે છે 25 તારીખે દિલ્લીમાં થયેલ લોકસભાની ચૂંટણીમાં અમે તેમના પક્ષમાં મતદાન નથી કર્યો. પણ જોવા જઈએ તો આ વાત તદ્દન ખોટી છે કેમ કે દિલ્લીના ઘણા વિસ્તારોમાં પાણીની અછત છે ફક્ત ગુજરાતિઓના વિસ્તારોમાં જ નહીં આખી દિલ્લી આ સમય પર પાણીની સમસ્યાથી પરેશાન છે.
વધુ પાણી વાપરવા પર રૂ. 2 હજારનું દંડ
પાણીની અછતને જોતા દિલ્લી સરકારે વધુ પાણી વાપરવા પર રૂ. 2000 હજારનું દંડ ફટકારવાનું નિર્ણય લીધું છે. દિલ્લી સરકારમાં મંત્રી અતિશીના જણાવ્યા મુજબ પાણીનો બગાડ કરતા પકડાશે તો 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દિવસમાં બે વખતના બદલે માત્ર એક જ વાર પાણી આપવાના નિર્ણય બાદ દિલ્હી સરકારે પાણીની સમસ્યાનો સામનો કરવા માટે આ બીજું મોટું પગલું ભર્યું છે.
તેમણે જણાવ્યુ કે હરિયાણા સરકાર યમુનામાં પાણી છોડી રહી નથી.જેના કારણે દિલ્લીમાં પાણીની અછત સર્જાઈ છે. વજીરાબાદ જળાશયમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડવાના કારણે પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. વજીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્ષમતા કરતા ઓછું ટ્રીટેડ પાણી મળી રહ્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ પાણી પુરવઠો મળી રહ્યો નથી. આ પડકારજનક સ્થિતિમાં પણ અનેક લોકો પાણીનો બગાડ કરી રહ્યા છે.
આ કરશો તો ફટકારવામાં આવશે દંડ
પાઇપ વડે કાર ધોવા, પાણીની ટાંકી ઓવરફ્લો કરવી, ઘરેલું પાણીના જોડાણ દ્વારા વ્યવસાયિક ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવો અથવા બાંધકામ સાઇટ પર તેનો ઉપયોગ કરવો તે પાણીનો બગાડ ગણવામાં આવશે. આ માટે બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જલ બોર્ડના CEOને આની દેખરેખ માટે સમગ્ર દિલ્હીમાં 200 ટીમો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Seed Treatment: ખરીફ પાકનું વાવેતર પહેલા બીજની માવજત છે જરૂરી, આ બાબતોની રાખવી જોઈએ કાળજી
Share your comments