દેશના લગભગ દરેક ખૂણામાં હિન્દૂ નવવર્ષની ઉજવણી થઈ રહી છે. જેને દેશના દરેક રાજ્યમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે અસમમાં બીહુ, મહારાષ્ટ્રમાં ગુડી પડવા, પશ્ચિમ બંગાળમાં અને ઓડિશામાં પોઈલા બૈશાખ, કેરળમાં વિશુ, તમિલનાડુમાં પૂથાંડુ તો તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ઉગાડી તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. આ દરેક નામ પાછળ એક વાર્ચા છુપાયેલી છે. આવી જ એક વાર્તા છે ઉત્તર ભારતના પંજાબ અને હરિયાણામાં નવા વર્ષ તરીકે ઉજવામાં આવતી બૈસાખી. આજના આ આર્ટિકલમાં અમે તમને તેના વિશે જણાવીશું, કેમ કે તેઓ નવા વર્ષના સાથે જ ખેડૂતો સાથે પણ જોડાયેલો છે.
શું છે બૈસાખી
એમ તો બૈસાખી એટલે કે નૂતનવર્ષ જેની ઉજવણી ઉત્તર ભારતના પંજાબ અને હરિયાણામાં થાય છે. જો કે ખેડૂતો સાથે જોયાયેલો પણ એક તહેવાર છે. કેમ કે આ દિવસે પંજાબ અને હરિયાણામાં ખેતરની પૂજા કર્યા પછી ખેડૂતોએ ઘઉંની લણણીની શરૂઆત કરે છે. જ્યારે ખેડૂત ખેતરમાં પુત્રોની જેમ પાકતા પાકને જોઈને ખુશ થાય છે, ત્યારે આ ખુશી વ્યક્ત કરવા માટે, તે તેને બૈસાખી તહેવાર તરીકે ઉજવે છે.
શીખ ધર્મ સાથે છે સંબધ
એમ તો આ તહેવારને નવવર્ષ તરીકે અને ઘઉંની લણણીથી પહેલા પાકની પૂજા કરવાના રૂપમાં ઉજવવામાં આવે છે. પરંતુ તેના સાથે શીખ ધર્મનું સૌથી મહત્વપૂર્ણ સંબધ છે. કેમ કે બૈસાખીના દિવસે જ શીખ ધર્મની શરૂઆત થઈ હતી. વાત જાણો એમં છે કે જ્યારે મુગલો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા હતા અને તેમને ધર્મપરિવર્તન કરીને ઇસ્લામમાં આવવા માટે પરેશાન કરવામાં આવી રહ્યા હતા. ત્યારે પોતાની ફરિયાદ લઈને હિન્દુઓએ ગુરૂ ગોવિદ સિંહજી પાસે જાય છે અને તેમને પોતાના સાથે થઈ રહેલા ત્રાસ વિશે જણાવ્યું. આ વાત સાંભળ્યા પછી ગુરૂ સાહેબે સાંજે એક બેઠક બોલાવે છે.
આ બેઠકમાં ગુરુ સાહેબે લોકોને કહ્યું કે મારા એક હાથ તમને તલવાર દેખાયે છે. તો બધા કહે છે હાં દેખાયે છે. ત્યારે ગુરુ ગોવિંદ સિંહજી કહે છે કે જો ધર્મની રક્ષા માટે પોતાના માથું કપાવવવા માટે તૈયાર છે, તે ઉભા થઈનો મારા સાથે ચાલો. બેઠકમાં આવેલા દરેક લોકો ગુરુ સાહેબની આ વાત સાંભળીને શાંત થઈ ગયા. ત્યારે ટોળામાંથી 5 લોકોએ પોતાના હાથ ઉભો કર્યો અને કહ્યું કે અમે ધર્મની રક્ષા માટે માથા કપાવવા માટે તૈયાર છીએ. ત્યારે ગુરુ સાહેબ આ પાંચ લોકોને પોતાની સાથે લઈ ગયા અને તેમને પંજ પ્યારાનો દરજ્જો આપ્યો. ધર્મની રક્ષા માટે ઉભા થયા આ પાંચ લોકોમાં એક વાળંદ એક વાણીયો, એક ધોબી, એક જાટ અને એક કુંભાર હતો. જો કે આજના ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઓડિશા, કર્ણાટકા અને પંજાબના રહેવાસી હતા.
એટલા માટે પણ થાય છે બૈસાખીની ઉજવણી
આવી રીતે હિન્દુ ધર્મની રક્ષા માટે ગુરુ સાહેબે એક સંપ્રદાયની શરૂઆત કરી અને કહ્યું કે જે પરિવારમાં બે બાળકો છે, તે હિન્દુ પરિવારને પોતાના એક બાળકને હિન્દુ ધર્મની રક્ષા માટે સમર્પિત કરવું જોઈએ.ત્યાર પછી હિન્દુ ધર્મની રક્ષા માટે ખાલસા પંથની શરૂઆત થઈ, જેને આજના સમયમાં લોકો શીખ ધર્મ તરીકે ઓળખે છે. ગુરુ સાહેબે તેમને પગડી, કડળો, વાળ લાંબા જેવા પાંચ વસ્તુઓ આપી, જેથી તેઓએ મુગલોથી જુદા દેખાઈ શકે. એટલે શીખ ધર્મમાં બૈસાખીનું મહત્વ વધું છે કેમ કે એજ દિવસે ખાલસા પંથની સ્થાપતના થઈ હતી
Share your comments