કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ઈલેક્ટ્રક કારોને પ્રોત્સાહન આપીને હરિયાળી ક્રાંતિ માટે દર રોજ એક પગ આગળ મુકી રહ્યા છે. હવે તેમની દેશને ઈલેક્ટ્રિક કાર યુક્ત બનવવાની યોજનામાં એક નવો અધ્યાય જોડાઈ ગયો છે. વાત જાણો એમ છે કે કેન્દ્રીય મંત્રીના આહ્વાન પર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની મેએક્સમોટોએ ઇલેક્રિટક બાઇક લોન્ચ કરી છે. આ બાઇક મોટા ભાગે રાઇડર્સ માટે ઘડવામાં આવી છે. મેટલ સ્ટ્રોંગ એમ 16 ઇલેક્ટ્રિક બાઇકની ખાસ વાત એવું છે કે તે વોરંટી સાથે આવે છે. કંપની ગ્રાહકોને બેટરી પર 8 વર્ષની વોરંટી આપી રહી છે. આ સિવાય તે 80000 રૂપિયાની સીમલેસ સવારી અને મોટર અને કંટ્રોલર પર 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે. આ બાઇકમાં કંપનીએ મેટલ બોડી આપી છે, જે આ બાઇકને બોક્સી અને હેવી લુક આપે છે.
સિંગલ ચાર્જ પર આપે છે 200 કિલોમીટરની રેન્જ
બાઇકને લઈને કંપની બાજુથી મળેલી માહિતી મુજબ આ ઇલેક્ટ્રિકક બાઇક સિંગલ ચાર્જ પર 200 કિલોમીટરની રેન્જ આપે છે. તેમ જ આ બાઇક 160-220 કિમીની રેન્જ આપે છે. પ્રતિ ચાર્જ 1.6 યુનિટ લે છે અને 3 કલાકથી ઓછા સમયમાં 0-90 ટકા સુધી ચાર્જ કરે છે. બાઇક પર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર મલ્હોત્રાએ કહ્યું કે અમારો ઉંદ્દેશ્ય ભારતીય રસ્તાઓને હરિયાળો અને સુરક્ષિત બનાવવાનો છે. અમારા એમ16 મોડસ સાથે, અમારૂં લક્ષ્ય ભારતને ઈલેક્ટ્રિક બાઇકની દુનિયામાં અગ્રેસર બનવાનું છે.
જબરદસ્ત પાવર સાથે મજબૂત બેટરી
આ ઇલેક્ટ્રિક બાઇકમાં તમને 17 ઇંચના મોટા વ્હીલ્સ મળે છે. આ સિવાય જબરદસ્ત પાવર સાથે મજબૂત બેટરી અને મોટર ઉપલબ્ધ છે. આ બાઇક હાઇ પરફોર્મન્સ મોટર સાથે આવે છે. કંપનીએ બાઇકમાં સેન્ટ્રલ શોક એબ્સોર્બર્સ આપ્યા છે. આ સિવાય કંપનીએ બાઇકના સેફ્ટી ફીચર્સ પર પણ ફોકસ કર્યું છે.કંપનીએ બાઈકમાં એડવાન્સ લિથિયમ આયન બેટરી આપી છે, જે બેટરી સેફ્ટી માટે એકદમ પાવરફુલ છે.
બાઇકની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત
બાઇકની શરૂઆતી કિંમતી વાત કરીએ તો તેના એક્સ શોરૂમ કિંમત 1,98,000 રૂપિયા રાખવામાં આવી છે. બાઇકના બીજા ફીચર્સની વાત કરીએ તો તેમાં ડાયનેમિક LED હેડલાઇટ્સ, ટ્રિપલ ડિસ્ક બ્રેકિંગ સિસ્ટમ, LED દિશા સૂચકાંકો, નેક્સ્ટ લેવલ EV કનેક્ટિવિટી, ક્રૂઝ કંટ્રોલ, રિવર્સ આસિસ્ટ, એન્ટી સ્કિડ આસિસ્ટ, પાર્કિંગ આસિસ્ટ, ઓન બોર્ડ નેવિગેશન, ઓન રાઈડ કોલિંગ અને બ્લૂટૂથ સાઉન્ડ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.
Share your comments