Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Other

1 મેં ના રોજ શા માટે ઉજવવામાં આવે છે લેબર ડે, શું છે તેના પાછળનું ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (લેબર ડે) દર વર્ષે 01 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે વર્કર્સ ડે, લેબર ડે અને મે ડે. આ દિવસ ખૂબ જ વિશેષ હેતુ સાથે ઉજવવામાં આવે છે અને તે છે કામદારોના યોગદાનની પ્રશંસા કરવાનો અને લોકોને તેમની પરિસ્થિતિ અને સમસ્યાઓ વિશે જાગૃત કરવાનો

Amansinh Jadeja
Amansinh Jadeja
હેપ્પી લેબર ડે
હેપ્પી લેબર ડે

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (લેબર ડે) દર વર્ષે 01 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે વર્કર્સ ડે, લેબર ડે અને મે ડે. આ દિવસ ખૂબ જ વિશેષ હેતુ સાથે ઉજવવામાં આવે છે અને તે છે કામદારોના યોગદાનની પ્રશંસા કરવાનો અને લોકોને તેમની પરિસ્થિતિ અને સમસ્યાઓ વિશે જાગૃત કરવાનો. આ દિવસ દ્વારા લોકોને કામદારો પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો અને દેશ નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકાથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ચાલો જાણીએ, આ વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની થીમ શું છે અને શા માટે તે દર વર્ષે 01 મેના રોજ તે કેઉજવવામાં આવે છે.

દર  વર્ષે પસંદ કરવામાં આવે છે ખાસ થીમ

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ માટે ખાસ થીમ પસંદ કરવામાં આવે છે. આ વર્ષની થીમ આબોહવા પરિવર્તન વચ્ચે કાર્યસ્થળની સલામતી અને આરોગ્યને સુનિશ્ચિત કરવાની છે.આ થીમ દ્વારા કામદારોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવશે.જો તેની શરૂઆતની વાત કરીએ તો લગભગ 135 વર્ષ પહેલા અમેરિકામાં કામદારોની હાલત ખૂબ જ ખરાબ હતી. તેને દિવસમાં લગભગ 15 કલાક કામ કરવું પડતું હતું. ઉપરાંત, કામના સ્થળોએ સ્વચ્છતા ન હતી અને ન તો તે જગ્યાઓ વેન્ટિલેટેડ હતી.

કામદારો હડકતાળ પર જવાનું નક્કી કર્યો

ત્યારે પરિસ્થિતિઓથી પરેશાન, કામદારોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું અને 1 મે, 1886 ના રોજ, ઘણા કામદારો અમેરિકાની શેરીઓમાં ઉતર્યા. તેમની માંગ હતી કે કામના કલાકો 15 કલાકથી ઘટાડીને 8 કલાક કરવા જોઈએ અને કાર્યસ્થળમાં પણ સુધારો કરવામાં આવે. જો કે, જ્યારે પોલીસને ખબર પડી કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે, ત્યારે તેઓએ ગોળીબાર કર્યો, જેમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા અને ઘણા કામદારોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા.આ દિવસને યાદ કરીને, 1889 માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બીજી બેઠકમાં, 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ દિવસને રજા તરીકે ઉજવવાનો અને કામદારોને 8 કલાકથી વધુ કામ ન કરવાની ફરજ પાડવાનો નિર્ણય પણ પસાર કરવામાં આવ્યો હતો.

લેબર ડેની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નિર્માણમાં કામદારોના યોગદાનને યાદ કરવાનો અને તેનું સન્માન કરવાનો છે. આ દિવસે કામદારોના સંઘર્ષને યાદ કરવામાં આવે છે અને જો પોતાના કામને ડેડિકેશન સાથે કરે છે તેમના કામની પ્રશંસા કરવામાં આવે છે. ઉપરાંત, આ દિવસની ઉજવણી પાછળનો એક ઉદ્દેશ્ય કામદારોના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે.

ભારતમાં તેની શરૂઆત

એમ તો વિશ્વમાં તેની ઉજવણી ઘણા વર્ષોથી શરૂ થઈ ગઈ હતી. પરંતુ ભારતમાં મજૂર દિવસની ઉજવણી સૌપ્રથમ 1923માં ચેન્નાઈમાં કરવામાં આવી હતી, જેની શરૂઆત ડાબેરીઓએ કરી હતી. આ પછી, દેશના ઘણા મજૂર સંગઠનોએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. ભારતમાં આ દિવસ દર વર્ષે 01 મેના રોજ રજા જાહેર કરવામાં આવે છે. અને તેના કારણે સરકારકે મજૂરો માટે લેબર કોર્ટ પણ બનાવ્યો છે. જ્યાં તમે તમારા અધિકારો માટે લડી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Other

More