Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પશુપાલકોના હિતમાં દૂધના ભાવમાં વઘારો કરવાથી શું સામાન્ય માણસની ખિસ્સા પર થશે આડઅસર?

ઘણા સમયથી દૂધના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહેલા બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યું છે. કેમ કે બોટાદ જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સંઘની મઘુસુદન ડેરી દ્વારા પુશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
દૂધના ભાવમાં કરવામાં આવ્યું વધારો
દૂધના ભાવમાં કરવામાં આવ્યું વધારો

ઘણા સમયથી દૂધના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહેલા બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યું છે. કેમ કે બોટાદ જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સંઘની મઘુસુદન ડેરી દ્વારા પુશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યું છે. દરઅસલ વાત જાણો એમ છે કે મધુસુદન ડેરી દ્વારા પ્રતિ કિલો દૂધ પર રું.10 ના વધારો કરવામાં આવ્યું છે. જેથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.જણાવી દઈએ આ નિર્ણય ડેરીના ચેયરમૈન ભોલાભાઈ રબાડી અને મધુસુધન ડેરીના બીજા સભ્યો વચ્ચે થઈ બેઠક પછી લેવામાં આવ્યું છે. જેને અત્યારથી જ લાગૂ કરી દેવામાં આવ્યુ છે.

હવે કેટલા થઈ જશે ભાવ

મધુસુદન ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધના ભાવમાં 10 રૂપિયાના વઘારો કરવા પછી જો દૂધ 772 રૂપિયાના ભાવે પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા હતા. તે હવે વધારો પછી 782 રૂપિયાના ભાવે ખરીદવામાં આવશે. દૂધના ભાવમાં વધારાના કારણે બોટાદના પશુપાલકોમાં આંનદની ભાવના જોવા મળી રહી છે. જણાવી દઈએ છેલ્લા લાંબા સમયથી પશુપાલકો ઇચ્છતા હતા કે તેમને દૂધના વધારે ભાવ મળે .અને આખરે તેમની ઇચ્છા પૂરી થઇ. બોટાદ જિલ્લા સહકારી ઉત્પાદક સંઘની બેઠક યોજાઇ હતી.જેમાં પશુપાલકોને દૂધનો વધારે ભાવ આપવાનો નિર્ણય લેવાયો હતો.

શું સામાન્ય માણસ પર પડશે તેની આડઅસર

પશુપાલકોના હિતમાં દૂધમાં વધારો કરવાથી ડેરી પશુપાલકોને તો 10 રૂપિયા વઘું આપશે. પરંતુ તેના સાથે જ તે અનુમાન પણ લગાવામાં આવી રહ્યું છે કે કંપની સામાન્ય માણસ માટે પણ દૂધના ભાવમાં વધારો કરી શકે છે. કેમ કે કોઈ પણ કંપનીએ જ્યારે પશુપાલકો માટે દૂઘના ભાવમાં વધારો કરે છે. ત્યારે તેઓ પોતાના ખિસ્સાથી પશુપાલકોને પૈસા નથી આપતી. પરંતુ પોતના પ્રોડક્ટ પર ભાવ વધારો કરીને સામાન્ય માણસના ખિસ્સામાંથી પૈસા કાઢે છે. તો હવે ત્યાં તે પ્રશ્ન ઉભા થાય છે કે કંપનીએ પશુપાલકોને ખુશ કરવા માટે પોતાના પ્રોડક્ટના ભાવમાં આગામી સમયમાં વધારો કરી શકે છે કે શું?

Share your comments

Subscribe Magazine

More on News

More