Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેન્દ્ર સરકારે જંતુનાશક દવાની હોમ ડિલિવરી માટે આપી કંપનીઓને મંજૂરી

મળતી માહિતી પ્રમાણે આ માટે લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. મામલે કૃષિ નિષ્ણાતોએ કહ્યું છે. કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
જંતુનાશક દવા છંટકાવ
જંતુનાશક દવા છંટકાવ

કેન્દ્ર સરકારે ખેતરમાં વપરાતા જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેને લઇને જંતુનાશકો દવા હવે ઘરે બેઠા મળી રહેશે. આ માટે જંતુનાશક દવાઓ વેચતી કંપનીઓએ લાઇસન્સ લેવું જરૂરી બનશે. સાથે દવાઓ બનાવતી કંપનીઓને લાયસન્સના નિયમોનું પાલન કરવાનું પણ જરૂરી બનશે. હવે ખેડૂતોને જંતુનાશક દવાઓ ખરીદવા બજારમાં જવુ પડશે નહીં. અને, ખેડૂતો ઘર બેઠા ઓર્ડર કરીને દવાઓ મેળવી શકશે. સાથે વપરાશ કેટલો કરવો તેની પણ માહિતી મળશે.

 મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા આ દવાઓના વેચાણ કરવાની મંજુરી આપી છે. આ જંતુનાશકો દવાના વેચાણને કેન્દ્ર સરકારે કાયદાની રીતે મંજૂરી આપી છે. હવે કંપનીઓ કાયદેસર રીતે જંતુનાશક દવાનું વેચાણ કરી શકશે. નોંધનીય બાબત એ છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને જ કાયદેસર રીતે જંતુનાશક દવા વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે જંતુનાશક દવાના લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. આ મામલે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતોને હવે દવા લેવા જયાંને ત્યાં, દુકાને-દુકાને કે શહેરભરમાં ભટકવું નહીં પડે. તેમજ આ કેન્દ્ર સરકારાના આ નવા નિયમને લઇને આગામી દિવસોમાં જંતુનાશક દવાઓના ભાવમાં પણ ફેરફાર થશે એટલે કે જંતુનાશક દવાઓ હજું સસ્તી થવાની સંભાવના વરતાઈ રહી છે. આ સાથે જંતુનાશક દવાઓની બજારમાં સ્પર્ધામાં પણ વધારો નોંધાશે. અનેક જાત- જાતની  જંતુનાશક દવા બજારમાં આવશે. જેથી ખેડૂતોના બગડતા પાકને જંતુનાશક દવાથી બચાવી શકાય. ભારતમાં દર વર્ષે હજારો હેક્ટરનો પાક જીવાતોને કારણે નાશ પામે છે. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જોકે આવી સ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકાર વળતરની પણ જાહેરાત કરે છે. કૃષિ નિષ્ણાતોના મતાનુસાર, સોપારીના પાકને નુકસાન કરતા સૌથી સામાન્ય જંતુઓ મેલીબગ્સ, સ્કેલ અને સ્પાઈડર માઈટ છે. જો આ જંતુઓ બાબતે તાત્કાલિક કાળજી લેવામાં ન આવે તો, સોપારીનો છોડ સુકાઈ જાય છે. નોંધનીય છેકે ગઇકાલે જ પાક પર જંતુઓના પ્રકોપને રોકવા માટે  કર્ણાટકના મુખ્યમંત્રીએ રૂ. 10 કરોડની સબસિડીની રકમ જાહેર કરી હતી. જેથી ખેડૂતો જંતુનાશક રસાયણોનો છંટકાવ કરી શકે અને, ખેડૂતો પોતાના પાકને બચાવી શકે.આ સાથે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી કાળજી લે છે. અને ખેતી કરતા ખેડૂતોના દરેક મુશ્કેલીનો અંત આવે તેવા પ્રયત્નો સાથે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે ઉભી છે. આવી જ ખેડૂતો માટેના લાભની દરકે જાણકારી અમે આપતા રહીશું જોડાયેલા રહો કૃષિ જાગરણ સાથે. આભાર.

આ પણ વાંચો: 1 લાખથી વધુ ખેડૂતો મેળવશે કૃષિ લોન, 3 લાખ જોડાશે સહકારી સંસ્થાઓમાં

 

Share your comments

Subscribe Magazine

More on News

More