Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાઘવજી પટેલની રાજય કેબીનેટ મંત્રી તરીકેની પસંદગી થઇ. કાર્ય ભાર કૃષિ સાથે પશુપાલન વિભાગ પણ

ગુજરાતમાં ભાજપની સરકાર આવી એક્શન મોડ માં જાણો ગુજરાતના કૃષિવિભાગના મંત્રી રાઘવજી પટેલને બીજા ક્યાં વિભાગ ફાળવ્વ્યા.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
રાઘવજી પટેલ
રાઘવજી પટેલ

મૂળ જામનગરના અને કોંગ્રેસમાં ૧૯૭૫ થી ૨૦૧૭ સુધી પોતાની રાજકીય સફરની શરૂવાત કરનારા અને એક થી વધારે વખત પક્ષ (રાજપા સરકાર,માં) બદલી કરનાર રાઘવજી પટેલ રાજ્યના હાલના ભાજપ (૨૦૨૨) નવા આઠ કેબિનેટ કક્ષામાં (કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા) કેબીનેટ મંત્રી માંથી એક રાઘવજી પટેલની પસદંગી કરવામાં આવી છે

વધુ માહિત પ્રમાણે રાઘવજી પટેલ ડીસ્ટ્રીક બેંકમાં ડાયરેકટર પદ પર પણ રહી ચુક્યા છે, અને જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ પર પણ રહી ચુક્યા છે. આ પહેલા પણ તેમને રાજયના કૃષિ વિભાગ સોપવામાં આવ્યું હતું. કાર્યભાર પણ સારી રીતે સાંભળી ચુક્યા છે.

હવે નવા મંત્રી મંડળ સાથે આ વખતે પણ રાઘવજી પટેલને કૃષિ વિભાગ, પશુપાલન, ગોંસંવર્ધન,મત્સ્યઉધોગ, ગ્રામગૃહ નિર્માણ,અને ગ્રામ વિકાસ જેવા વિભાગ ફાળવવા માં આવ્યા છે, ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

આ પણ વાંચો : છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશને કરી બમ્પર ભરતી, આ જગ્યાઓ પર થશે ભરતી, 1,36,000 સુધીનો પગાર મળશે

Share your comments

Subscribe Magazine

More on News

More