Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વડા પ્રધાન મોદીએ બજેટ વિશે કરી વાત, વર્ચ્યૂઅલ રીતે કર્યુ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બીજેપી કાર્યકર્તાઓ સાથે બજેટની ખાસિયતો સમજાવવા માટે વર્ચ્યૂઅલ રીતે વાતચીત કરી હતી, આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.

Himanee Chauhan
Himanee Chauhan
Nirmala Sitaraman
Nirmala Sitaraman

દેશે કર્યો ઘણો વિકાસ - PM

વડાપ્રધાન મોદીએ બુધવારે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા બાબતે વર્ચ્યૂઅલ રીતે સંબોધન કર્યુ હતુ.. મોદીએ કહ્યુ હતુ કે, છેલ્લા 7 વર્ષોમાં આપણા નિર્ણયોના કારણે દેશે ઘણો વિકાસ કર્યો છે. આઝાદીના 75માં વર્ષમાં 100 વર્ષની સૌથી મોટી મહામારી સમગ્ર વિશ્વ માટે પડકારો લઈને આવી છે. આગળ દુનિયા એવી નહીં હોય જેવી કોરોના પહેલા હતી. ભારત માટે જોવાનો દુનિયાનો ​​​​​દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. વિશ્વ હવે ભારતને વધુ મજબૂત જોવા માંગે છે. આપણા માટે એ મહત્વનું છે કે આપણે આપણા દેશને ઝડપથી આગળ વધારીએ. આ સમય નવી તકોનો છે. નવા સંકલ્પોની સિધ્ધિનો સમય છે. આપણે આત્મનિર્ભર બનીએ તે ખૂબ જ જરૂરી છે. આધુનિક ભારતનું નિર્માણ આત્મનિર્ભરતાના પાયા પર થવું જોઈએ.

બજેટના વખાણ કર્યા


બજેટની પ્રશંસા કરતા વડાપ્રધાને મંગળવારે કહ્યું કે તે વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓની નવી સંભાવનાઓથી ભરેલું છે. વડાપ્રધાને એમ પણ કહ્યું હતુ કે સામાન્ય લોકોના પ્રતિસાદથી સત્તાધારી ભાજપને તેમની સેવા કરવાનો નવો સંકલ્પ મળ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, નોર્થ ઈસ્ટ વિસ્તારો માટે દેશમાં પ્રથમ વખત પર્વતમાળા યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પર્વતો પર પરિવહનની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. દેશના કરોડો લોકોની આસ્થા મા ગંગાની સ્વચ્છતા તેમજ ખેડૂતો માટે મહત્વપૂર્ણ પગલાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.

મુખ્ય ઉદ્દેશ ગરીબોનુ કલ્યાણ કરવાનો

આ બજેટનું મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ કરવાનુ છે, જેમ કે, દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઈએ, નળમાંથી પાણી, શૌચાલય, ગેસની સુવિધા આ બધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે, આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર સમાન ભાર મૂકવામાં આવે છે. ઉપરાંત આ બજેટમાં ક્રેડિટ ગેરન્ટીમાં વિક્રમી વધારાની સાથે અન્ય ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ડિફેન્સના કેપિટલ બજેટના 68% સ્થાનિક ઉદ્યોગ માટે અનામત રાખવાનો મોટો લાભ, ભારતના MSME ક્ષેત્રને મળશે. 

આ પણ વાંચો : બજેટ થયુ રજૂ, ખેડૂતોના માટે કરી કઈ મોટી જાહેરાત

આ પણ વાંચો : PM કિસાન યોજના હેઠળ તમારા ખાતામાં નથી આવ્યા પૈસા ? તો કરો આ કામ

Share your comments

Subscribe Magazine

More on News

More