Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પીએમ કિસાન યોજનાઃ આ લોકોએ પરત કરવા પડશે પીએમ કિસાન યોજનાના પૈસા, ચેક કરી લો યાદીમાં તમારું નામ તો નથી..

પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ, 11મો હપ્તો 31 મે 2022ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો છે. ખેડૂતો હવે 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
PM Kisan Yojana
PM Kisan Yojana

નવીનતમ અહેવાલ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કોઈપણ તારીખે ખેડૂતોને 2,000 રૂપિયાની રકમ મોકલી શકાય છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિનાના અંતરે 2-2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. એક વર્ષમાં કુલ 6 હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. આવુ કરીને સરકાર ખેડૂતોના જીવનની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

ગેરકાયદેસર લાભાર્થીઓને નોટિસ


ઘણા દિવસોથી પીએમ કિસાન યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લેવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે આવા ગેરકાયદેસર લાભાર્થીઓને પૈસા પરત કરવા નોટિસ મોકલવામાં આવી રહી છે. નોટિસ મોકલવાની આ પ્રક્રિયા ઘણા મહિનાઓથી ચાલી રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે પૈસા પરત ન કરવા બદલ આ લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

આ પણ વાંચો:અમરનાથ ગુફાથી 2 કિમી દુર વાદળ ફાટ્યુ, 16 લોકોના મોત નિપજ્યા, 40 લોકો હજુ સુધી લાપતા

ચેક કરી લો યાદીમાં તમારું નામ તો નથી..

તમે ઓનલાઈન દ્વારા પણ ચેક કરી શકો છો કે તમારે પૈસા પરત કરવાના છે કે નહીં. આ માટે, તમે ફાર્મર કોર્નર  પર રિફંડ ઓનલાઈનનો વિકલ્પ જોશો. તેના પર એક પેજ ખુલશે. અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો. આ પછી, અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. પછી કેપ્ચા કોડ દાખલ કરો અને 'ગેટ ડેટા' પર ક્લિક કરો. જો તમે સ્ક્રીન પર ''You are not eligible for any refund amount' નો મેસેજ દેખાય તો તમારે પૈસા પાછા આપવાના રહેશે નહીં. જો રિફંડની રકમનો વિકલ્પ બતાવવામાં આવે છે, તો સમજી લો કે તમને કોઈપણ સમયે રિફંડ નોટિસ મળી શકે છે.

કરાવી લો ઈ-કેવાયસી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. સરકારે ઈ-કેવાયસીની તારીખ 31 જુલાઈ સુધી લંબાવી છે. જે ખેડૂતો આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી તેઓ 12મા હપ્તાથી વંચિત રહી શકે છે.

આ પણ વાંચો:હાથ ખર્ચ માટે મળશે આટલા પૈસા, બસ આપવા પડશે માત્ર આ 5 દસ્તાવેજ

Share your comments

Subscribe Magazine

More on News

More