Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ યથાવત, ડુંગળીની કિંમત 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી

ડુંગળીની નિકાસ પ્રતિબંધને 132 દિવસ વીતી ગયા છે. સરકાર ક્યારે નિકાસ ખોલશે અને તેમને સારા ભાવ મળશે તેની ખેડૂતો દરરોજ રાહ જોઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોની રાહ વધી રહી છે. સરકારે હવે ડુંગળીની નિકાસ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લાદી દીધો છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ડુંગળીના ભાવમાં મોટા પાચે ઘટાડો નોંધાયો
ડુંગળીના ભાવમાં મોટા પાચે ઘટાડો નોંધાયો

ડુંગળીની નિકાસ પ્રતિબંધને 132 દિવસ વીતી ગયા છે. સરકાર ક્યારે નિકાસ ખોલશે અને તેમને સારા ભાવ મળશે તેની ખેડૂતો દરરોજ રાહ જોઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોની રાહ વધી રહી છે. સરકારે હવે ડુંગળીની નિકાસ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લાદી દીધો છે, તેથી તે ક્યાં સુધી ચાલુ રહેશે તે કહી શકાય નહીં.

ખેડૂતોનો આરોપ છે કે નિકાસ પ્રતિબંધને કારણે દેશના ઘણા બજારોમાં ડુંગળીના ભાવ સૌથી નીચા સ્તરે આવી ગયા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં, કારણ કે તે દેશનું સૌથી મોટું ડુંગળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે અને ઘણા જિલ્લાઓમાં ખેડૂતોની આજીવિકા ફક્ત ડુંગળીની ખેતી પર આધારિત છે. અસરગ્રસ્ત ખેડૂતો હવે ચૂંટણીની મોસમમાં સરકારને કોસ કરી રહ્યા છે.

રાજ્યના અનેક બજારોમાં ડુંગળીનો લઘુત્તમ ભાવ 100, 200, 300 રૂપિયા અને માત્ર 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે. જ્યારે મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 1200 થી રૂ. 1600 વચ્ચે રહ્યા છે. ખેડૂતોના દાવા મુજબ આ ભાવ ઉત્પાદન ખર્ચ કરતા ઓછો છે. મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં, 16 એપ્રિલના રોજ, ડુંગળીની લઘુત્તમ કિંમત પ્રતિ ક્વિન્ટલ માત્ર 100 રૂપિયા હતી, એટલે કે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલો. મહત્તમ ભાવ રૂ. 1400 હતો જ્યારે સરેરાશ ભાવ રૂ. 1100 પ્રતિ ક્વિન્ટલ હતો.

ડુંગળીના સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયા

ગઈકાલે સોમવારે 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયો હતો. જેમાં મિનિમમ ભાવ 1,000 રૂપિયા અને મહત્તમ ભાવ 2,100 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 11 ડિસેમ્બર, 2023 ના રોજ જાહેરાત કરી હતી કે સ્થાનિક ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળી મળી રહે તે માટે 8 ડિસેમ્બર, 2023 થી 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જો કે અત્યાર સુધી ચથાવત છે.

Related Topics

Onion Price Maharahstra APMC Export

Share your comments

Subscribe Magazine

More on News

More