Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે ગોધરામાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે પંચામૃત ડેરી, ગોધરામાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Shri Amit Shah inaugurated and inaugurated several development works in Godhra
Shri Amit Shah inaugurated and inaugurated several development works in Godhra

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે PDC બૅન્કની હેડ ઑફિસની નવી ઇમારતનું ઉદ્ઘાટન, 3 મોબાઇલ એટીએમ વાનનો શુભારંભ, 250 ચો.મી.માં બનેલ 30 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ક્ષમતાના ઑક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન, પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને માલેગાંવ (મહારાષ્ટ્ર) સ્થિત ડેરી પ્લાન્ટનું લોકાર્પણ અને ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ખાતે નવા સ્થપાનારા ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે તેમનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજના પાંચ કાર્યક્રમો ત્રણ જિલ્લાઓ (પંચમહાલ, માલેગાંવ અને ઉજ્જૈન)ની સહકારી ચળવળને મજબૂત કરવા જઈ રહ્યા છે. આજે પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાની 1598 દૂધ મંડળીઓ લગભગ 73 હજાર લિટર દૂધનું ઉત્પાદનનો મજબૂત સંઘ બનીને આપણી સામે ઊભી છે. 18 લાખ લિટર દૂધ અને રૂ. 300 કરોડનું ટર્નઓવર એ બહુ મોટી સફળતા છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે વર્ષોથી સહકારી ચળવળ સાથે સંકળાયેલા દેશભરના લોકોની માગ હતી કે સમયની સાથે સહકારી ચળવળને જેટલી મદદની જરૂર હતી એ મળે અને આ માટે સહકાર સાથે સંકળાયેલા લોકો અગાઉની સરકારો પાસે માગ કરતા રહ્યા પણ તેમણે કંઇ કર્યું નહીં. આજે, મને એ કહેતા ગર્વ થાય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એક વર્ષ પહેલા પ્રથમ વખત કેન્દ્રમાં સહકારી ચળવળ માટે કેન્દ્રમાં સહકારિતા મંત્રાલય બનાવીને એને પ્રાથમિકતા આપવાનું કામ કર્યું. એની સાથે જ પ્રધાનમંત્રીજીએ સહકારનાં બજેટને સાત ગણું વધારવાનું કામ કર્યું. આ સિવાય સહકારી ખાંડ મિલોને ખાંડના ભાવ વધારાનો લાભ મળે તે માટે પ્રધાનમંત્રી શ્રી મોદીએ તેના પરનો ટેક્સ હટાવી દીધો. તમામ સહકારી સંસ્થાઓ પર MAT ટેક્સ (MAT) 18 ટકા હતો, જે ઘટાડીને કંપનીઓ જેટલો કરીને, સહકારી સંસ્થાઓને ફાયદો પહોંચાડવાનું કામ પણ મોદીજીએ કર્યું છે. મોદીજીએ સરચાર્જ 12થી ઘટાડીને 7 ટકા કર્યો. ભારત સરકાર દેશભરની તમામ મંડીઓને કમ્પૂટરાઇઝ્ડ કરીને નાબાર્ડ સાથે જોડવાનો કાર્યક્રમ પણ ચલાવી રહી છે અને આ માટે રૂ. 6500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો:પોલી હાઉસના નિર્માણ પર સરકાર આપશે 75 ટકા સુધી સબસિડી, જલ્દી કરો આવેદન

શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે પણ અમૂલ વિશે વાત થાય છે ત્યારે દેશ-વિદેશના લોકોની આંખો ચકિત થઈ જાય છે. આટલું મોટું સહકારી આંદોલન જેનું 60 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય, એવી કલ્પના કરવી મુશ્કેલ છે. આજે દેશના સહકારિતા મંત્રી તરીકે હું કહેવા માગું છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે અને પાંચ વર્ષમાં સહકારી ક્ષેત્રમાં બહુ મોટી ક્રાંતિ શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં આવવાની છે. ઘણાં નવાં ક્ષેત્રોને જોડવાની વાત થઈ રહી છે, તેમનો ડેટાબેઝ બનાવાઇ રહ્યો છે, તે માટે તાલીમની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે PACSની સંખ્યા ત્રણ ગણી કરવા માટે કાયદાકીય સુધારા વિશે પણ વિચારી રહ્યા છીએ.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મોદીજીએ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપ્યું છે અને ગૌમાતાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ઘણું કામ કર્યું છે. પ્રાકૃતિક ખેતીથી માત્ર ઓર્ગેનિક ઉત્પાદનોની કિંમત વધુ મળશે એટલું જ નહીં પરંતુ ઉત્પાદન પણ વધશે. તાજેતરમાં,અમૂલે કુદરતી ખેતીમાંથી ઉત્પાદિત ઓર્ગેનિક ઘઉંનો લોટ બજારમાં રજૂ કર્યો છે,ત્યારબાદ શાકભાજી પણ મૂકવાના છે. અમૂલે લક્ષ્‍યાંક રાખ્યો છે કે એક વર્ષની અંદર 100થી વધુ જિલ્લાઓમાં જમીન અને ઓર્ગેનિક ઉત્પાદનોની ગુણવત્તાને પ્રમાણિત કરવા માટે ટૂંક સમયમાં પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ, મોદીજીએ આપણી દેશી ગાય અને વધુ દૂધ આપતી ભેંસનાં સંરક્ષણ માટે એક બહુ મોટો નિર્ણય લીધો છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ અનેક પ્રકારની પહેલ કરી છે.

શ્રી શાહે કહ્યું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઓબીસી જાતિઓ માટે અનેક પ્રકારના સુધારા કર્યા છે. પછાત વર્ગ આયોગને બંધારણીય માન્યતા આપવાનું કામ શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. ઓબીસીને મેડિકલ સીટોમાં સેન્ટ્રલ ક્વોટામાં અનામત ન હતી, તે આપવામાં આવી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પછાત વર્ગોને  આગળ વધારવાનું કામ કર્યું છે. ઘર, રાંધણગેસ, વીજળી, શૌચાલય, પાંચ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો ઇત્યાદિ જેવી અનેક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ દલિત, ઓબીસી અને આદિવાસી ભાઈઓને મળ્યો છે.

આ પણ વાંચો:Khet talab yojna :ખેતરમાં તળાવ ખોદવા માટે ખેડૂતોને મળી રહી છે સબસિડી, જલ્દી કરો આવેદન

Share your comments

Subscribe Magazine

More on News

More