Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નરેન્દ્રભાઇ મોદી ‘સ્વાગત’ના ર૦ વર્ષ પૂર્ણ થવા અવસરે આગામી ર૭ એપ્રિલ-ચોથા ગુરૂવારે યોજાનારા ‘રાજ્ય સ્વાગત’માં ઓનલાઇન સહભાગી થશે- લાભાર્થીઓ સાથે સંવાદ કરશે-તંત્રવાહકોને પ્રેરણા-માર્ગદર્શન આપશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતી :- ર૦૦૩ થી દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કર્યો છે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતી :-

ર૦૦૩ થી દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કર્યો છે 

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યની સરકારી કચેરીઓમાં ઇન્ફરમેશન ટેક્નોલોજી-ઇ ગવર્નન્સના માધ્યમથી નાગરિકોની ફરિયાદોના નિરાકરણ માટે શરૂ કરાવેલા દેશભરના પ્રથમ અભિનવ પ્રયોગ ‘સ્વાગત’ના સફળ બે દાયકા પૂર્ણ

ગુડ ગવર્નન્સનો નવતર પ્રયોગ આગામી સોમવાર તા. ર૪ એપ્રિલે ર૧ માં વર્ષમાં પ્રવેશ કરશે

                વર્તમાન વડાપ્રધાનશ્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં તા.ર૪ એપ્રિલ-ર૦૦૩ થી શરૂ કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’-સ્વાગત કાર્યક્રમે હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે ખ્યાતિ મેળવી છે.

                ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર૪ એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી ર૧માં વર્ષમાં પ્રવેશ કરશે.

                તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૩થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે.

                વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વાગતની સફળ બે દાયકાની મંઝિલ પાર કરવાના આ અવસરે તા.ર૭ એપ્રિલ, આગામી ગુરૂવારે, યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઇન સહભાગી થશે.

                એટલું જ નહિ, ‘સ્વાગત’ની સફળતાની ફલશ્રુતિએ જે નાગરિકો-પ્રજાવર્ગોની સમસ્યાનું સુચારૂ નિવારણ આવ્યું છે તેવા લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સંવાદ પણ કરવાના છે. 

                વડાપ્રધાનશ્રી ‘સ્વાગત’ના ર૧માં વર્ષ પ્રવેશ પ્રસંગે રાજ્યના જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્રીશ્રી સ્વયં આ ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અરજદાર નાગરિકની રજૂઆત સાંભળે અને તેનું વાજબી નિવારણ લાવે તેવી સંવેદનશીલ પરિપાટી શ્રી નરેન્દ્રભાઇએ વિકસાવી છે.

                નાગરિકોને પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે.

                વડાપ્રધાનશ્રીએ કંડારેલી સુશાસનની આ પરંપરાને વધુ તેજ ગતિએ આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

                મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ ‘સ્વાગત સપ્તાહ’ અન્વયે એપ્રિલ માસના અંતિમ ગુરૂવારે તા.ર૭ એપ્રિલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઓનલાઇન ઉપસ્થિતીમાં આયોજિત રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોડાશે તેમજ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન રજુ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરશે.

આ સ્વાગત સપ્તાહ અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા. ર૯ એપ્રિલ સુધી યોજાવાના છે.

                વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના ગ્રામીણ નાગરિક સુધી ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તારી ગ્રામ કક્ષાએ જ તેના પ્રશ્નો રજુ કરી શકાય અને નિવારણ પણ આવી જાય તેવી ‘ઘર આંગણે સરકાર’ની પરંપરા ‘સ્વાગત’થી ઊભી કરી છે.

                મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બે દાયકાની આ સુશાસન પરંપરાને વધુ લોકાભિમુખ બનાવી નાગરિકોના પ્રશ્નોના સુચારૂ નિવારણ માટે ‘સ્વાગત’ની આ પ્રણાલિ આવનારા દિવસોમાં વધુ અદ્યતન ટેક્નોલોજીથી સુદ્રઢ બનાવવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો:બીજ સંબંધિત પાર્ટનર પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરના હસ્તે કરાઈ લોન્ચ

Share your comments

Subscribe Magazine

More on News

More