Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઓહો.... 15 લાખ કરોડની કૃષિ લોન સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને આપશે! જાણો વિગતવાર !

દેશમાં આ કપરા દિવસો કોરોના મહામારી થી વચ્ચે દરેક સેક્ટર પર વધુ ને વધુ નુકશાન થઇ રહ્યું છે. આ દિવસોમાં દેશને થયેલા નુકસાનથી ખેડુતો પણ બચી શક્યાં નથી અને તેમને પણ કૈક ને કૈક રીતે નુકશાન થયું જ છે. કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રનો મહત્વ નો પાયો માનવામાં આવે છે. તેથી, ખેડૂતોને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજના જાહેર કરવામાં આવી રહી છે. એ જોવામાં આવ્યું છે કે ખેડુતો આખા વર્ષ દરમ્યાન ઉંચા ભાવે તેમની પેદાશોનું વેચાણ કરી શકતા નથી, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે.

Pintu Patel
Pintu Patel

દેશમાં આ કપરા દિવસો કોરોના મહામારી થી વચ્ચે દરેક સેક્ટર પર વધુ ને વધુ નુકશાન થઇ રહ્યું છે. આ દિવસોમાં દેશને થયેલા નુકસાનથી ખેડુતો પણ બચી શક્યાં નથી અને તેમને પણ કૈક ને કૈક રીતે નુકશાન થયું જ છે. કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રનો મહત્વ નો પાયો માનવામાં આવે છે. તેથી, ખેડૂતોને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજના જાહેર કરવામાં આવી રહી છે. એ જોવામાં આવ્યું છે કે ખેડુતો આખા વર્ષ દરમ્યાન ઉંચા ભાવે તેમની પેદાશોનું વેચાણ કરી શકતા નથી, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે. આ વર્ષે ખેડુતોને કોરોના મહામારી થી બચાવવા માટે એક મોટી ખાસ યોજના બનાવવામાં આવી છે. સરકારે ચાલુ વર્ષે 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન આપવાનું નક્કી કરી રાખ્યું છે. સરકાર આ રકમ વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને આપી શકે છે.

હા ..હા... ! કેન્દ્ર સરકારે આ વર્ષે 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સમય માં સરકાર દ્વારા ખેડુતો માટેની સૌથી અગત્યની યોજના કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના  છે. આ યોજના અંતર્ગત દેશના ઘણા ખેડુતોને લાભ થાય તે માટે કામ કરવામાં આવ્યું છે અને આવી રહ્યું છે. સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ દેશના 1 કરોડથી વધુ ખેડુતોને મળી ચૂક્યો છે અને આપવામાં પણ આવશે. માહિતી આપતાં મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેસીસી ( કિસાન ક્રેડિટ કાર્ડ) યોજના અંતર્ગત 89,810 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ખાસ જણાવીએ કે, કિસાન ક્રેડિટ કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને આપવામાં આવે છે અને ખેડૂત સસ્તા દરે લોન મેળવવા માટે તેનો લાભ મેળવી શકે છે. આ સાથે, ખેડૂતો દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માટેનો વ્યાજ દર 9 ટકા છે. પરંતુ સરકારને આના પર 2 ટકાની સબસિડી આપવામાં આવે છે અને તે જ સમયે સમયસર રકમ પરત કરવા પર વધારાના 3 ટકા માફ કરવામાં આવે છે, આનાથી વ્યાજ દર ખૂબ ઓછો આવે છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ જણાવ્યું હતું કે '2.5 કરોડ ખેડુતોને 2 લાખ કરોડનું સરળ અને રાહત દરે આપવાની ક્રેડિટ આપવામાં આવશે".

પહેલા કરતાં હવે બેંકમાંથી લોન મેળવવા ખેડુતો ને વધુ સરળ થઇ ગઈ છે. પીએમ-કિસાન સન્માન નિધિમાં જોડાવા પર લોન લેવા માટે કાર્ડ મેળવવાની પ્રક્રિયાને મોદી સરકારે પણ ખુબ જ સરળ બનાવી દીધી છે. આ પ્રક્રિયામાં, કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોના મહેસૂલ રેકોર્ડ, બેંક ખાતા અને આધારકાર્ડને મંજૂરી મળી ચૂકી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More