Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મહુવા પંથકમાં સોલાર કંપની દ્વારા 45 ખેડૂતો સાથે છેતરપિંડી

મહુવા તાલુકાના કોટડા ફીડરમાં સરકારી યોજના હેઠળ ખેડૂતોને 25 વર્ષ સુધી ફ્રીમાં વીજળી મળશે અને વધારાની વીજળી વેચી ખેડૂતો અઢળખ આવક કરી શકશે તેવી લોભામણી જાહેરાતો કરી ખેડૂતોને છેતરવામાં આવ્યા હોવાની ખેડૂત એકતા મંચ, ભાવનગર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, આ ફરિયાદ અંતર્ગત 45 ખેડૂતોને સોલાર કંપનીના અધિકારીએ સો રૂપિયાના કોરો સ્ટેમ્પપેપર ઉપર ખેડૂતો પાસે સહી કરાવી લીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Fraud with 45 farmers by Solar Company

ખેડૂત એકતા મંચના ભાવનગર જિલ્લાના પ્રમુખ ભરતસિંહ વાળાએ આ બાબતે ખેડૂતોને સાથે રાખી અનેક વખત રજૂઆતો કરી છે. વીજ કંપનીના અધિક્ષક ઇજનેર અને મહુવાના ધારાસભ્યને પણ રજૂઆતો કરવામાં આવી છે. સોલાર પેનલમાં 60 ટકા સબસિડી અપાશે તેવી ખાતરી આપ્યા બાદ પાછળથી એગ્રીમેન્ટમાં 65 ટકા લોનની વાત મોટાપાયે ગોલમાલ અને છેતરપિંડી હોવાની રજૂઆત બાદ કંપનીના અધિકારીઓ અને વીજ કંપનીના બાબુઓ વચ્ચે બેઠક પણ યોજાઇ હતી.આ અંગે ખેડૂત એકતા મંચની એવી માગણી છે કે, ખેડૂતોને બોલાવીને સુખદ નિરાકરણ લાવી આપવું અને જો તે ન થાય તો ખેડૂતોને તેના જુના ઉધડા અને 60 પૈસે યુનિટ વાળા વીજ કનેક્શનો કરી આપવા અને ખેડૂતોએ પાંચ ટકા રકમ ભરી તે પરત આપવાની માગણી સાથે ખેડૂતો ખેડૂતો સોલાર પેનલ કાઢવા તૈયાર થયા છે.

આ સોલાર પેનલથી ખેડૂતોની ઉપજાવ એક વિધો જમીન પડતર રહે છે તેનું વળતર કંપનીએ આપવાનું રહેશે, અને આની સંપુર્ણ જવાબદારી કંપનીએ લેવાની માગ કરવામાં આવી રહી હોવાનું અગ્રણી ખેડૂત નેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - ભારત વિશ્નમાં સૌથી વધુ કપાસ ઉત્પદાક દેશ, જાણે ખેડૂતોને ફાયદા પહુંચાડતી સરકારની નવી નીતિ વિશે

Share your comments

Subscribe Magazine

More on News

More