Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જલ્દી કરો,ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મોદી સરકાર આપી રહી છે 50% સબસીડી

મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા નવી નવી યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતોને ખેતરમાં ખેત ઓજારો અને અન્ય સાધનોની આવશ્યકતા વારંવાર પડતી હોય છે આજના જમાનામાં ખેતમજૂરો મળવા ખુબજ મુશ્કેલ છે અને આ સમયે ટ્રેક્ટર એ ખેડૂતો માટે મહત્વનું સાધન સાબિત થયુ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા નવી નવી યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતોને ખેતરમાં ખેત ઓજારો અને અન્ય સાધનોની આવશ્યકતા વારંવાર પડતી હોય છે આજના જમાનામાં ખેતમજૂરો મળવા ખુબજ મુશ્કેલ છે અને આ સમયે ટ્રેક્ટર એ ખેડૂતો માટે મહત્વનું સાધન સાબિત થયુ છે.ટ્રેક્ટરથી ખેડ, વાવણી લણણી સહિતના અનેક કામ કરે છે. જોકે ભારતમાં અનેક ખેડૂતો એવા છે જેમને આર્થિક તંગીને કારણે ટ્રેક્ટર નથી લઇ શકતા. એવામાં ટ્રેક્ટર ભાડે લઈને અથવા તો ખેડ કરવા માટે બળદનો ઉપયોગ કરતા હોય છે.એવામાં ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર ટ્રેક્ટર ખરીદવા માટે સબસીડી આપવાની યોજના શરૂ કરી છે. આ યોજનાને પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામ આપવામાં આવ્યું છે.

50% સુધીની સબસીડી

ઘણા રાજ્યમાં રાજ્ય સરકારો ખેડૂતોને પોતા-પોતાના સ્તરે ટ્રેક્ટર ખરીદવા માટે 20 થી 50% સુધીની સબસીડી આપે છે. હવે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર પણ સબસીડી આપી રહી છે. તેની સૌથી સારી વાત એ છે કે ખેડૂત કોઈપણ કંપનીનું ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે પણ અડધી કિંમતે. બાકીની અડધી રકમ કેન્દ્ર સરકાર સબસીડી તરીકે આપે છે.

આવી રીતે ઉઠાવશો લાભ

- સરકાર તે જ ખેડૂતોને સબસીડી આપે છે જે 1 ટ્રેક્ટર ખરીદે છે.

- 1 ટ્રેક્ટરની ખરીદી કરવા પર જ સબસીડી મળશે.

- ખેડૂત પાસે આધાર કાર્ષ, જમીનના ડોક્યુમેન્ટ, બેન્કની વિગતો, પાસપોર્ટ સાઈઝ ફોટોની જરૂર પડશે.

આ યોજના હેઠળ ખેડૂત કોઈપણ નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More