Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

‘આસાની’ વાવાઝોડાની આફત, ગુજરાતના આ શહેરમાં દેખાશે અસર

દેશમાં અવાર-નવાર અનેક વાવાઝોડાની અસર સર્જાતિ હોય છે, ત્યારે વર્ષ 2022નું પ્રથમ વાવાઝોડુ આસાની 13 મે સુધીમાં બંગાળની ખાડીમાં ત્રાટકશે. આમ તો આ વાવાઝોડુ બંગાળ. ઓરિસ્સા, તમિલનાડુ, નાગાલેન્ડ, મેઘાલય વગેરે રાજ્યમાં ટકરાશે.

Himanee Chauhan
Himanee Chauhan
Disaster Of ‘Asani’ Cyclone
Disaster Of ‘Asani’ Cyclone

દેશમાં અવાર-નવાર અનેક વાવાઝોડાની અસર સર્જાતિ હોય છે, ત્યારે વર્ષ 2022નું પ્રથમ વાવાઝોડુ આસાની 13 મે સુધીમાં બંગાળની ખાડીમાં ત્રાટકશે. આમ તો આ વાવાઝોડુ બંગાળ. ઓરિસ્સા, તમિલનાડુ, નાગાલેન્ડ, મેઘાલય વગેરે રાજ્યમાં ટકરાશે.

ગુજરાતમાં પણ દેખાશે અસર

વેસ્ટ બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડાની અસર ગુજરાતના સુરત શહેરમાં પણ જોવા મળશે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ત્રણ થી ચાર ડિગ્રી ઘટી શકે છે. અને સાથે જ વાદળછાયુ વાતાવરણ રહેવાની અને પૂરઝડપે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ હાલમાં વેસ્ટ બંગાલની ખાડીમાં જે વાવાઝોડુ બન્યુ છે. તે આગામી દિવસોમાં સીવીયર અને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. આગામી દિવસોમાં આકાશ વાદળછાયુ રહેવાની શકયતાઓ છે. વરસાદની સંભાવના નથી. પરતુ કલાકના 15 થી 28 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. સુરત શહેરનું તાપમાન 32 થી 39 ડિગ્રી વચ્ચે નોંધાશે.

વાવાઝોડાની ઝડપ ઘટી

બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘આસાની’ ચક્રવાત ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, પરંતુ તેની ઝડપ હવે ઘટી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતને કારણે, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ અને કેરળમાં 10-13 મે સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે.

આ રાજ્યોમાં છે વરસાદની સંભાવના

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગંગાનું પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આંતરિક ઓડિશા, કેરળ, દક્ષિણ કર્ણાટક, રાયલસીમા અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાત ‘અસાની’ને શ્રીલંકાએ નામ આપ્યું છે, જે સિંહલી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ગુસ્સો અથવા જુસ્સો થાય છે.

આ રાજ્યોમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત્

સાથે જ ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. બિહાર અને ઝારખંડમાં, બંગાળની ખાડીમાં ચક્રવાત આસાનીની થોડી અસર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 મેથી હવામાનમાં પલટો આવશે અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.

વાવાઝોડાને પગલે એલર્ટ

આ વાવાઝોડાને પગલે એલર્ટ પણ આપવામાં આવ્યુ છે, જેના કારણે સરકાર દ્વારા એનડીઆરએફ NDRFની ટીમને પણ ગોઠવી દેવામાં આવી છે જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટી શકે.

આ પણ વાંચો : ખુશખબર : કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે ફરીથી બંપર વધારો

આ પણ વાંચો : હાય રે મોંઘવારી : લીંબુ બાદ હવે લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો 

Share your comments

Subscribe Magazine

More on News

More