Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા ૧૭૬૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાશે

નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાશેઃ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા મંત્રી શ્રી બચુભાઈ ખાબડની વિશેષ ઉપસ્થિતિ

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાશેઃ  મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા મંત્રી શ્રી બચુભાઈ ખાબડની વિશેષ ઉપસ્થિતિ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ

બિન અનામત વર્ગના ૨૬, અનુસૂચિત જાતિ વર્ગના ૩૩૭, અનુસૂચિત જનજાતિ વર્ગના ૨૪૫, સામાજીક અને શૈક્ષણિક વર્ગના ૮૮૪, અને આર્થિક રીતે નબળા વર્ગના ૨૬૮ ઉમેદવારોની પસંદગી

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા ૧૭૬૦ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત સમારોહ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. આ નિમણૂંક પત્ર એનાયત સમારંભમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહેશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીઘી ભરતી માટેની તા. ૧૧/૦૫/૨૦૨૨ના રોજ સ્પર્ઘાત્મક પરીક્ષા માટે જાહેરાત બહાર પાડવામા આવી હતી. જેમાં કુલ ૪૬,૧૮૦ જેટલા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હતી. અરજી કરનાર ૪૬,૧૮૦ ઉમેદવારો પૈકી ૪૦,૯૬૦ કરતા વઘુ ઉમેદવારોએ રાજ્યભરના૧૫૧ પરીક્ષા કેન્દ્રો ઉપર તા. ૨૬/૦૬/૨૦૨૨ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી.

પરીક્ષા પૂર્ણ થયાના ફકત ત્રણ કલાકમાં જ ઉમેદવારોની ઉત્તરવહી(ઓએમઆર શીટ)ને સ્કેન કરી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરી ૨૪ કલાકમાં ઉમેદવાર માટે પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ કર્યા બાદ પસંદગી પામેલ બિન અનામત વર્ગના ૨૬ ઉમેદવારો, અનુસૂચિત જાતિ વર્ગના ૩૩૭ ઉમેદવારો, અનુસૂચિત જનજાતિ વર્ગના ૨૪૫ ઉમેદવારો, સામાજીક અને શૈક્ષણિક વર્ગના ૮૮૪ ઉમેદવારો , આર્થિક રીતે નબળા વર્ગના ૨૬૮ ઉમેદવારો સહિત  કુલ ૧૭૬૦ ઉમેદવારો તા. ૧૩/૦૩/૨૦૨૩ના રોજ ફાઇનલ મેરીટ યાદી બહાર પાડી પારદર્શક રીતે સમગ્ર પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

ભરતી પ્રક્રિયામા દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. તમામ ઉમેદવારોને તેમના મેરીટ કમ પ્રેફરન્સ આધારે પારદર્શક રીતે જિલ્લા પંચાયતોનો ફાળવણી કરવામાં આવી.આ પૈકી ૧૭૬૦ ઉમેદવારોના ભલામણ પત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જિલ્લાઓને આપવામાં આવ્યા જે પૈકી ૧૫૯૭ ઉમેદવારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો:ડૉ. મનસુખ માંડવિયાએ અંગદાન નીતિની સમીક્ષા કરી; આંતરરાષ્ટ્રીય ધોરણોમાંથી શિક્ષા લેવા નિર્દેશ આપ્યો

Share your comments

Subscribe Magazine

More on News

More