Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અમિત શાહે ગઈ કાલે ગુજરાતના સુરત ખાતે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો-ઇથેનોલ પ્રોજેક્ટ- કૃભકો હજીરાનું શિલારોપણ કર્યું અને સહકારિતા સંમેલનને સંબોધન કર્યું

કૃભકોનો બાયો-ઇથેનોલ પ્રોજેક્ટ સહકારી ક્ષેત્ર, પર્યાવરણીય સુધારા, ખેડૂતોની આવક બમણી કરવા, ભારતનાં વિદેશી વિનિમય ભંડારને વધારવા અને ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલાં બહુઆયામી અભિયાન તરફનું એક સાર્થક પગલું છે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
amit shah
amit shah

કૃભકોનો બાયો-ઇથેનોલ પ્રોજેક્ટ સહકારી ક્ષેત્ર, પર્યાવરણીય સુધારા, ખેડૂતોની આવક બમણી કરવા, ભારતનાં વિદેશી વિનિમય ભંડારને વધારવા અને ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલાં બહુઆયામી અભિયાન તરફનું એક સાર્થક પગલું છે

આ પ્રોજેક્ટથી હજીરા ખાતે દૈનિક 250,000 લિટરની ક્ષમતા સાથે બાયો-ઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે, જે 8.25 કરોડ લિટર બાયો-ઇંધણનું ઉત્પાદન કરશે અને એનાથી 2.5 લાખ મેટ્રિક ટન મકાઈ અથવા પર્યાય ઉત્પાદન માટે સારું બજાર પણ મળશે

ગુજરાતના લગભગ નવ જિલ્લામાં મકાઈ મુખ્ય ઉત્પાદન છે અને આ સિવાય રાજ્યના દસ જિલ્લામાં મકાઈનું ઉત્પાદન થઈ શકે છે અને આ પ્લાન્ટ દ્વારા ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે

કૃભકોનો બાયો-ઇથેનોલ પ્રોજેક્ટથી ઉચ્ચ પ્રોટિનયુક્ત પશુઆહાર, મત્સ્યપાલન અને મરઘાંપાલન માટે કાચો માલ પણ મળશે, જેનાથી આ વિસ્તારોને પણ મોટો લાભ થશે

મોદીજીની પેટ્રોલિયમ નીતિનાં પરિણામે આજે દેશમાં ઈથેનોલ પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે

આ ક્ષેત્રમાં ભારત માટે અપાર સંભાવનાઓ ઉપલબ્ધ છે, કૃભકો જેવા અન્ય સહકારી એકમોએ પણ આ દિશામાં કામ કરવું જોઈએ, તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને સાથે સાથે ભારતનાં વિદેશી મુદ્રા ભંડારને પણ મજબૂતી મળશે

મોદીજીએ નવેમ્બર 2022 પહેલાં 10% મિશ્રણનું  લક્ષ્યાંક રાખ્યું હતું એને દેશે નિર્ધારિત સમયમર્યાદાના પાંચ મહિના પહેલા જ પ્રાપ્ત કરી લીધું છે અને તેથી 2030 સુધીમાં 20% ઇથેનોલનાં મિશ્રણનું લક્ષ્ય વહેલું કરીને 2025 કરી દેવામાં આવ્યું છે

2025-26 સુધીમાં 20 ટકા મિશ્રિત કરવા માટે મોદીજીએ ઘણા નીતિગત નિર્ણયો પણ લીધા છે

જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો, આકર્ષક વ્યાજ રાહત યોજના હેઠળ, ઇથેનોલ ફેક્ટરીઓ સ્થાપિત કરનારા લોકોનું 6 વર્ષની મુદત માટેનું 50 ટકા વ્યાજ ભારત સરકાર  બૅન્કોને ચૂકવશે

હવે દેશભરમાં ઘણા પ્લાન્ટ્સ લાગી રહ્યા છે અને ઇથેનોલનું ઉત્પાદન આગામી દિવસોમાં દેશનાં પેટ્રોલિયમ ક્ષેત્રની સમગ્ર અર્થવ્યવસ્થા બદલનારું સાબિત થવાનું છે, જેનાથી ભારતનાં વિદેશી મુદ્રા ભંડારમાં પણ લગભગ 1,00,000 કરોડ રૂપિયાની બચત થશે

મોદીજીનાં નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયે ઘણાં નવાં પગલાં લેવાનું કામ કર્યું છે જેમાં પીએસીએસનું કોમ્પ્યુટરાઈઝેશન, બહુઆયામી પીએસીએસની રચના અને પીએસીએસને એફપીઓનો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે

કૃભકો, ઇફ્કો અને અમૂલ જેવી સંસ્થાઓ મળીને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું એક એક્સપોર્ટ હાઉસ બનાવવા જઇ રહી છે, જે સહકારી ધોરણે ખેડૂતોની પેદાશની નિકાસ કરશે અને નફો સીધો ખેડૂતનાં બૅન્ક ખાતામાં જશે

અમે બિયારણ સંવર્ધન માટે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની પણ રચના કરવા જઈ રહ્યા છીએ અને ઓર્ગેનિક ઉત્પાદનોનાં સર્ટિફિકેશન અને માર્કેટિંગ માટે પણ એક બહુ રાજ્ય સહકારી સમિતિ બનાવવા જઈ રહ્યા છીએ

amit shah
amit shah

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના સુરતમાં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો-ઇથેનોલ પ્રોજેક્ટ કૃભકો હજીરાનું શિલારોપણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, કૃભકોનો બાયો-ઇથેનોલ પ્રોજેક્ટ સહકારી ક્ષેત્ર, પર્યાવરણીય સુધારા, ખેડૂતોની આવક બમણી કરવા, ભારતનાં વિદેશી હૂંડિયામણનાં ભંડારમાં વધારો કરવા અને ગ્લોબલ વોર્મિંગનાં પડકારનો સામનો કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલાં બહુઆયામી અભિયાનની દિશામાં એક સાર્થક પગલું છે. આ પ્રોજેક્ટથી હજીરા ખાતે દૈનિક 2.50 લાખ લિટરની ક્ષમતા ધરાવતો બાયો-ઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે, જે 8.25 કરોડ લિટર બાયો-ઇંધણનું ઉત્પાદન કરશે, જેનાથી 2.5 લાખ મેટ્રિક ટન મકાઈ અથવા સમાનાર્થી ઉત્પાદન માટે સારું બજાર પણ મળશે. ગુજરાતના લગભગ નવ જિલ્લામાં મકાઈ મુખ્ય ઊપજ છે અને આ સિવાય રાજ્યના દસ જિલ્લામાં મકાઈનું ઉત્પાદન થઈ શકે છે અને આ પ્લાન્ટ દ્વારા ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. સાથે જ એનાથી ખરાબ મકાઈનું પણ ઈંધણ બનીને દેશની અર્થવ્યવસ્થા અને વિદેશી મુદ્રા ભંડારને પણ ફાયદો થશે અને આ પ્લાન્ટથી નિરાશ ખેડૂતોનાં જીવનમાં એક નવી આશાનો સંચાર થશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, કૃભકોની બાયો-ઇથેનોલ પરિયોજનાથી ઉચ્ચ પ્રોટિનયુક્ત પશુઆહાર, મત્સ્યપાલન અને મરઘાંઉછેર માટે કાચો માલ પણ ઉપલબ્ધ થશે, જેનાથી આ વિસ્તારોને પણ મોટો લાભ થશે. તેમણે કહ્યું કે, મોદીજીની પેટ્રોલિયમ નીતિનાં પરિણામ સ્વરુપે આજે દેશમાં ઈથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. ભારતે વર્ષ 2011-12માં 172 એમએમટી તેલની આયાત કરી હતી અને વર્ષ 2021-22માં 212 એમએમટી કાચાં તેલની આયાત કરે છે. કાચાં તેલ પર આપણી નિર્ભરતા 83 ટકાથી વધીને 88 ટકા થઈ ગઈ છે કારણ કે આપણે વિકાસ કરવા માટે ઉર્જા ક્ષેત્રમાં કાચાં તેલનું મહત્વ સમજવું પડશે. આજે આપણા દેશની  9 લાખ કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા ક્રૂડ ઓઇલની આયાત પર ખર્ચ થાય છે અને તેનાથી બચવા માટે જૈવ ઇંધણ એક સારો વિકલ્પ છે અને તેના માટે સમગ્ર વિશ્વમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઇથેનોલ નીતિ હેઠળ કરવામાં આવેલ સંગઠિત પ્રયાસ અન્ય કોઈ પણ દેશે કર્યો નથી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા સમગ્ર વિશ્વના ૫૫ ટકા, બ્રાઝિલ ૨૭ ટકા અને ભારત માત્ર ૩ ટકા જેટલું ઇથેનોલનું ઉત્પાદન કરે છે. તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં ભારત માટે પુષ્કળ સંભાવનાઓ ઉપલબ્ધ છે, કૃભકોની જેમ અન્ય સહકારી એકમોએ પણ આ દિશામાં કામ કરવું જોઈએ, તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને સાથે સાથે ભારતનાં વિદેશી હૂંડિયામણનો ભંડાર મજબૂત થશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદીજીએ નવેમ્બર, 2022 અગાઉ 10 ટકા મિશ્રણનું લક્ષ્યાંક રાખ્યું હતું એને દેશે નિર્ધારિત સમયમર્યાદાનાં પાંચ મહિના અગાઉ જ હાંસલ કરી લીધું છે અને એટલે વર્ષ 2030 સુધીમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક વર્ષ વહેલો કરીને 2025 કરી દેવામાં આવ્યો છે. મોદીજીએ 2025-26 સુધીમાં 20 ટકા મિશ્રિત કરવા માટે ઘણા નીતિગત નિર્ણયો પણ લીધા છે. જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે અને આકર્ષક વ્યાજ સહાય યોજના હેઠળ ઇથેનોલ ફેક્ટરીઓ સ્થાપિત કરનારા લોકોનું 6 વર્ષના સમયગાળા માટેનું 50 ટકા વ્યાજ બૅન્કોને ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હવે દેશભરમાં ઘણા પ્લાન્ટ્સ લાગી રહ્યા છે અને ઇથેનોલનું ઉત્પાદન આગામી દિવસોમાં દેશનાં પેટ્રોલિયમ સેક્ટરની સમગ્ર અર્થવ્યવસ્થા બદલી નાખનારું સાબિત થવાનું છે, જેનાથી ભારતનાં વિદેશી મુદ્રા ભંડારમાં પણ લગભગ 1,00,000 કરોડ રૂપિયાની બચત થશે.

No tags to search

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કૃભકો અનેક પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એક જાણીતી સંસ્થા છે. કૃભકો એ દેશનો એક મોટો સફળ સહકારી પ્રોજેક્ટ છે જે વિશ્વભરમાં દેશના સહકારિતાના મોડેલ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે કૃભકોના ફૂલ ફોર્મમાં કૃષ્ક ભારતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે કૃભકો ભારતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે હજીરા અને શાહજહાંપુરમાં 2 મેગા ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે જે દર વર્ષે લગભગ 34 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન કરે છે, તે ભારતના કુલ વેચાણના 10 ટકા છે. આ સાથે કૃભકોએ એક ખાસ સ્પેશિયલ પર્પઝ વીઇકલ બનાવ્યું છે જે ખેડૂતોનાં ફળો અને શાકભાજીનું પ્રોસેસિંગ અને નિકાસ કરીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરશે.

સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં, ખાસ કરીને શાકભાજી અને ફળોનાં પ્રોસેસિંગમાં કૃભકો જેટલી ગતિ વધારશે, તેટલો જ દેશના ખેડૂતોને વધુ લાભ થશે. આ સાથે જ સારાં બિયારણને સાચવવાં અને પ્રોત્સાહન આપવાં માટે 12 અત્યાધુનિક પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી છે જે 1.90 લાખ ક્વિન્ટલ બિયારણને પ્રમાણિત કરવાનું કામ કરે છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયે અનેક નવાં પગલાં લીધાં છે, જેમાં પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન, બહુપરિમાણીય પીએસીએસનું નિર્માણ અને પીએસીએસને એફપીઓનો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે. આ સાથે કૃભકો, ઇફ્કો અને અમૂલ જેવી સંસ્થાઓ મળીને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું એક એક્સપોર્ટ હાઉસ બનાવવા જઇ રહી છે જે સહકારી ધોરણે ખેડૂતોની પેદાશની નિકાસ કરશે અને તેનો નફો સીધો ખેડૂતનાં બૅન્ક ખાતામાં જશે. આ ઉપરાંત બીજ સંવર્ધન માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની પણ રચના કરવામાં આવી રહી છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સનાં સર્ટિફિકેશન અને માર્કેટિંગ માટે એક બહુ રાજ્ય સહકારી સમિતિ પણ રચના થવા જઈ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં અમને કૃભકોનો સહયોગ પણ મળશે.

આ પણ વાંચો:કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે ગુજરાતમાં નાળિયેર વિકાસ બોર્ડના રાજ્ય કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

Share your comments

Subscribe Magazine

More on News

More