દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં આ દિવસોમાં ભારે ઠંડી Winter જોવા મળશે, જોકે, આ દિવસોમાં સૂર્ય દેવતા પણ તેમનો પૂર્ણ પ્રકાશ આપશે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ હવે Weather Update લોકોને ઠંડીમાંથી રાહત મળશે.
અનેક રાજ્યોમાં 5 દિવસ વરસાદની આગાહી
આ વચ્ચે હવામાનખાતાએ Weather Forecast કેટલાંક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ ઉત્તરનાં પર્વતીય વિસ્તારમાં હવામાન ખાતા અનુસાર હિમવર્ષા થઈ શકે તેવો અનુમાન છે. આ વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઉતર ભારતના રાજયોમાં જે રીતે ઠંડી વધી રહી છે. અને સુરત શહેરમાં ઠંડી લાવતા પવન પણ સક્રિય થયા હોવાથી આગામી દિવસોમાં કાતિલ ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે.
ગુજરાતમાં વધી શકે છે ઠંડીનુ જોર
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ ઠંડી પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, સુરત શહેરમાં ઉતર દિશાના ઠંડા પવન સક્રિય થતા ન્યુનતમ તાપમાન બે ડિગ્રી ઘટીને 16.6 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ ઠંડીના ચમકારા અનુભવ્યા હતા, ઉપરાંત આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ફિંડલા નામક ફળના ચમત્કારિક ફાયદા, અનેક બીમારીઓને ભગાડવામાં છે કારગર
દક્ષિણ ગુજરાતમાં મંગળવારે સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસર બુધવારે ઉત્તર ગુજરાતમાં વર્તાઈ હતી. જે અંતર્ગત રાત્રિના તાપમાનમાં આંશિકથી લઈને 2 ડિગ્રી સુધીના ઉતાર-ચઢાવ વચ્ચે પારો 15.4 થી લઈને 16 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેને લઈને ઠંડીનું જોર ઘટ્યું હતું અને શિયાળાની વિદાય થઈ રહી હોય તે્વુ લાગી રહ્યુ છે. બીજી બાજુ ગરમીનો પારો પોણા 2 ડિગ્રી સુધી ઉચકાતાં પાંચેય શહેરમાં દિવસનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આ સાથે બપોરના 12 થી 3 વાગ્યા સુધી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધે તેવી શક્યતા છે. અને રવિવાર સુધીમાં રાત્રિનું તાપમાન 18 થી 20 ડિગ્રીની વચ્ચે પહોંચતાં ઠંડીનું જોર સાવ ઘટી જશે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસમાં ઠંડી વિદાય લેશે અને ઠંડી ઘટીને 20 ડિગ્રી થઈ જશે.
આ પણ વાંચો : લીંબુ પાણીનુ વધારે માત્રામાં સેવન પહોંચાડશે નુકસાન
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર તટીય તમિલનાડુ પર ઝડપથી ઉત્તર પશ્ચિમી હવાઓને કારણે તમિલનાડુ અને કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ થઈ શકે છે. તો લક્ષદ્વીપમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતાની માહિતી મુજબ, બે પશ્ચિમી વિક્ષોભને કારણે આગામી પાંચ દિવસ સુધી જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલિસ્તાન, મુઝફ્ફરાબાદનાં મોટાભાગનાં વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે.
હિમાચલ પ્રદેશનાં મોટાભાગનાં વિસ્તારમાં 18થી 20 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તરાખંડનાં કેટલાંક વિસ્તારમાં 20 ફેબ્રુઆરીનાં વરસાદ અને હીમવર્ષા થઈ શકે છે.
આ પણ વાંચો : ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો છતાં ખાદ્યતેલના ભાવ કેમ આટલા વધારે છે ?
આ પણ વાંચો : ખુશખબર : સરકાર આપશે વૃદ્ધોને દર મહિને 9,250 રૂપિયા પેન્શન
Share your comments