Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો છતાં ખાદ્યતેલના ભાવ કેમ આટલા વધારે છે ?

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ફૂડ ટ્રેડર્સે ખાદ્ય તેલના ભાવ પર નિયંત્રણ ન રાખવા પાછળ ત્રણ મુખ્ય કારણો આપ્યા છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આયાત થતા સોયાબીન તેલના ભાવમાં વધારો થયો છે.

Himanee Chauhan
Himanee Chauhan
Edible Oil
Edible Oil

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ફૂડ ટ્રેડર્સે ખાદ્ય તેલના ભાવ પર નિયંત્રણ ન રાખવા પાછળ ત્રણ મુખ્ય કારણો આપ્યા છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આયાત થતા સોયાબીન તેલના ભાવમાં વધારો થયો છે.

કેન્દ્ર સરકારે તહેવારો ટાણે  વિવિધ  આયાતી ખાદ્યતેલો પરની ઈમ્પોર્ટ  ડયૂટીમાં  ઘટાડો   કર્યાના નિર્દેશો વચ્ચે   તેલ-તેલીબિયાં  બજારમાં   ખાદ્યતેલોના   ભાવ બંધ  બજારે નીચા બોલાતા  થયા હતા.   સરકારે  ઈમ્પોર્ટ ડયૂટી  ઘટાડી છે સામે કૃષી કલ્યાણ સેસમાં   વૃદ્ધી ગણતાં   ખાદ્યતેલોની  ઈમ્પોર્ટ ડયુટીમાં   આશરે કુલ સાડા પાંચ ટકાનો ઘટાડો થયો છે. ક્રૂડ પામ ઓઈલ, સોયાતેલ ડિગમ તથા ક્રૂડ  સનફલાવર તેલ  પર ડયુટીમાં થયો હતો.

આયાત ડ્યૂટીમાં ભારે ઘટાડા છતાં ખાદ્યતેલ Edible Oilsના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા એક વર્ષ દરમિયાન આયાત ડ્યૂટી અને કૃષિ કલ્યાણ સેસમાં 40 ટકાનો વિક્રમી ઘટાડો થયો છે, પરંતુ ખાદ્યતેલોના ભાવમાં વધારો કાબૂમાં નથી આવી રહ્યો.

ઓલ ઈન્ડિયા ફૂડ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કર કહે છે કે ફેબ્રુઆરી 2021માં ખાદ્ય તેલની આયાત ડ્યૂટી Import Dutyઅને કૃષિ કલ્યાણ સેસ 45 ટકા હતો. જે હવે ઘટાડીને માત્ર 5 ટકા કરવામાં આવી છે. તેમ છતાં, તેલના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે યોગ્ય દિશામાં કામ કર્યું ન હોવાને કારણે ભાવ નીચે નથી આવી રહ્યા. આંતરરાષ્ટ્રીય વિકાસને કારણે સરકારની મહેનત પર પાણી ફળી રહ્યું છે. આપણે સૌથી વધુ સોયાબીન તેલ બ્રાઝિલ અને આર્જેન્ટીનામાંથી આયાત કરીએ છીએ.

આપણે સૌથી વધુ સોયાબીન તેલ બ્રાઝિલ અને આર્જેન્ટીનામાંથી આયાત કરીએ છીએ. છેલ્લા ત્રણ મહિનાથી બહુ ઓછું ઉત્પાદન થયું છે. લગભગ 40 ટકાની ઘટ છે. જેના કારણે સોયાતેલના ભાવમાં વધારો થયો હતો. બીજી તરફ ઈન્ડોનેશિયા જ્યાંથી આપણે મહત્તમ માત્રામાં પામોલીન આયાત કરીએ છીએ, ત્યાં 20 દિવસ પહેલા સરકારે તેમની નિકાસ નીતિમાં ફેરફાર કર્યો છે. જેમાં અગાઉ નિકાસ માટે લાયસન્સ નહોતું, પરંતુ હવે નવી નિકાસ નીતિમાં એવું નથી. ઈન્ડોનેશિયાના ઘરેલુ વપરાશ માટે ઓછામાં ઓછો 20 ટકા સામાન રાખવો જરૂરી છે. જ્યારે 80 ટકા માલની નિકાસ કરવા માટે લાઈસન્સ લેવું પડશે. જેથી નિકાસ અટકી પડી છે. જેના કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

 આ પણ વાંચો : લાલ ચંદનની ખેતી

આ પણ વાંચો : વ્યાપારીધોરણે ગાદલીયાનાની ખેતી

 

Share your comments

Subscribe Magazine

More on News

More