ડુંગળીના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે અને ક્ષેત્રફળમાં પ્રથમ સ્થાન ધરાવે છે. પરંતુ ચીન, યુએસએ, નેધરલેન્ડ વગેરે મુખ્ય ઉત્પાદક દેશો કરતા ભારતમાં ડુંગળી ઉત્પાદકતા ઘણી ઓછી છે અને હવે તો ખરીફ ડુંગળીની વાવણીના મોસમ છે.
ડુંગળીના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે અને ક્ષેત્રફળમાં પ્રથમ સ્થાન ધરાવે છે. પરંતુ ચીન, યુએસએ, નેધરલેન્ડ વગેરે મુખ્ય ઉત્પાદક દેશો કરતા ભારતમાં ડુંગળી ઉત્પાદકતા ઘણી ઓછી છે અને હવે તો ખરીફ ડુંગળીની વાવણીના મોસમ છે.
ખરીફ સીઝનમાં ડુંગળીની ખેતી કરીને ખેડુતો અઢળક કમાણી કરી શકે છે.ખરીફમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને સરકારના તરફથી આર્થિક મદદ પણ મળી રહી છે. આ ઉપરાંત ભારત સરકાર મિશન ઓફ ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલચર( બાગાયતી) (એમઆઈડીએચ) હેઠળ ખરીફ સિઝનની ડુંગળીને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. સરકારે પાંચ રાજ્યોને એક વિશેષ પ્રોજેક્ટ આપ્યો છે, જેમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. ડુંગળીના ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે આ દિશામાં વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે અને આ કારણોસર મિશન શરૂ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય બાગાયતી સંશોધન અને સંશોધન વિકાસ સ્થાપના નવી દિલ્હીના ડાયરેક્ટર ડો.પી.કે.ગુપ્તા કહે છે કે ખરીફ ડુંગળીનું વાવેતર કરતા ખેડુતોએ સુધારેલ જાતોની પસંદગી કરવી જોઈએ. NDRFA એક વિશિષ્ટ વિવિધતા વિકસાવી છે, જે ખૂબ સારી છે. ખેડૂત ભાઈઓએ તેનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી ખેડૂતોને ઉપજ પણ સારી મળશે અને સારી ઉપજને કારણે આવક પણ બમણી થશે.
ખરીફ ડુંગળી ખેડુતો માટે ફાયદાકારક
રવિ સિઝનમાં ભારતમાં મોટાભાગના ખેડૂતો ડુંગળીની ખેતી કરે છે.આ સીઝનમાં તેનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે અને વળી સંગ્રહ કરવાનો અભાવ હોવાના કારણે ખેડુતોને યોગ્ય નફો મળી શકતો નથી. આ ઉપરાંત નવેમ્બર સુધીમાં તેનો સ્ટોક ચાલુ થવાનું શરૂ થાય છે અને તે સમયે ડુંગળીના ભાવમાં વધારો થાય છે. આ જ સમયે ખરીફ સીઝનની ડુંગળી બજારોમાં આવે છે અને ખેડૂતોને સારી આવક થાય છે.
https://gujarati.krishijagran.com/kheti-badi/isabagul-cultivation-method-and-improved-variety/
ખરીફ ડુંગળીની મુખ્ય જાતો
જો તમે પણ ખરીફ સીઝનમાં ડુંગળીની ખેતી કરવા માંગતા હો, તો તમારે સુધારેલ જાતો પસંદ કરવી પડશે. ખેડૂત લાઈન 883, એન 33, ભીમા સુપર, ભીમા લાલ, ભીમા ડાર્ક રેડ, ભીમા શુભ્રા, ભીમા વ્હાઇટ, ભીસા વ્હાઇટ અને એગ્રીફ્રાઉન્ડ ડાર્ક રેડ જાતોમાંથી તમે કોઈપણ જાત પસંદ કરી શકો છે. આમ આ રીતે વિવિધ પ્રદેશોની આબોહવા પ્રમાણે વિવિધ જાતો વિકસાવવામાં આવી છે.
આબોહવા અને જમીન
ડુંગળીના પાકને એવા વાતાવરણની જરૂર હોય છે જે ન તો ખૂબ ગરમ હોય અને ન તો ઠંડું હોય. સારા કંદની રચના માટે લાંબો દિવસ અને થોડું વધારે તાપમાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે તે તમામ પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ફળદ્રુપ કમળની જમીન, જેમાં સજીવ ખાતર વિપુલ પ્રમાણમાં અને સારી ડ્રેનેજ સિસ્ટમ છે, તે શ્રેષ્ઠ રહે છે. માટી ખૂબ આલ્કલાઇન અને ખૂબ એસિડિક હોવી જોઈએ નહીં, જો આમ હોય તો કાંદાની વૃદ્ધિ સારી થતી નથી. જો જમીનમાં સલ્ફર ઓછું હોય તો ખેતરની અંતિમ તૈયારીના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં હેક્ટર દીઠ 400 કિલો જીપ્સમ ઉમેરી દેવાનું.
હરિયાણા સરકાર આપશે એકર દીઠ 8000 રૂપિયા
જો તમે હરિયાણાના છો, તો ખરીફ ડુંગળીની ખેતી તમને ડબલ ફાયદાકારક રહેશે. એક, પાક તૈયાર થાય ત્યારે તમે નફો મેળવશો અને બીજું, રાજ્ય સરકાર તરફથી તમને એકર દીઠ 8000 રૂપિયા મળશે. આ વિશે માહિતી આપતાં સરકારના પ્રવક્તાએ તાજેતરમાં જણાવ્યુ હતું કે, એકીકૃત બાગાયતી વિકાસ મિશન અંતર્ગત ખરીફ ડુંગળીની ખેતી અપનાવતા ખેડૂતોને રાજ્ય સરકારે આપેલી ગ્રાન્ટની રકમ સીધા જ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. એક ખેડૂતને વધુમાં વધુ 5 એકર સુધીની આ ગ્રાન્ટ યોજનાનો લાભ આપવામાં આવશે.
Share your comments