Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઈસબગુલની ખેતી કરવાની પદ્ધતિ અને ઉન્નત જાત

ઈસબગુલ એક નાના કદની ઔષધિય જડીબુટી છે. તે 35થી 40 સેમીની ઉંચાઈ સુધી વધે છે. ઈસબગુલને મુખ્યત્વે તેના બીજ માટે ઉગાડવામાં આવે છે. ભારત આ બીજો અને ઈસબગુલની ભૂસીનું અગ્રણી ઉત્પાદક દેશ છે. ઈસબગુલ ભારતમાં ઉગાડવામાં આવતો રવી સિઝનની ઔષધિય પાક છે.

ઈસબગુલ એક નાના કદની ઔષધિય જડીબુટી છે. તે 35થી 40 સેમીની ઉંચાઈ સુધી વધે છે. ઈસબગુલને મુખ્યત્વે તેના બીજ માટે ઉગાડવામાં આવે છે. ભારત આ બીજો અને ઈસબગુલની ભૂસીનું અગ્રણી ઉત્પાદક દેશ છે. ઈસબગુલ ભારતમાં ઉગાડવામાં આવતો રવી સિઝનની ઔષધિય પાક છે.

તેના ભૂસીના ઔષધિય ગુણો ઉપરાંત તેનો ઉપયોગ ખાદ્ય ઉદ્યોગમાં પણ કરવામાં આવે છે. વિશેષ રીતે આઈસ્ક્રીમ, બિસ્કીટ અને કેન્ડીઝમાં આ પાક મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશનામાં વ્યાવસાયિક રીતે ઉગાડી શકાય છે. ઈસબગુલનો ઉપયોગ તેમના ભૂસી, બીજ, પાકેલા બીજ તથા પાઉડરના સ્વરૂપમાં કરવામાં આવે છે. ઈસબગુલ ભારત,પશ્ચિમ એશિયા, બાંગ્લાદેશ, ઈરાન, મેક્સિકો અને ભૂમધ્ય સાગરીય ક્ષેત્રોમાં નિકાસ કરવામાં આવે છે.

જલવાયુ-

મૂળસ્વરૂપે ઈસબુગલ રવીના ઠંડી મૌસમના પાક છે અને તેને પાકવામાં શુષ્ક ધૂપવાળા મૌસમની આવશ્યકતા હોય છે.

માટી-

ઈસબગુલની ખેતી માટે સૌથી ઉપયુક્ત માટી બલુઈ દોમટ હોય છે. આ માટીમાં પાણીના નિકાલ સારી રીતે કરવો જોઈએ અને પીએચ 7.3થી 8.4 વચ્ચે હોવું જોઈએ.

જમીનની તૈયારી-

પાકના વાવેતર અગાઉ ખેતરનું ખેડાણ કરવું જોઈએ. માટીને સારી રીતે સુકવવા માટે તેની તૈયારી કરવી ઘણી મહત્વપૂર્ણ હોય છે. તેમાં ક્યારી તૈયાર કરીને સુનિશ્ચિત કરવુ જોઈએ,,જેથી સિંચાઈ પ્રવૃત્તિઓને સરળ કરી શકાય..

વાવેતર અને અંતર-

ઈસબગુલ એક મોસમી પાક છે. જેને ભારતમાં રવી સીઝનમાં ઉગાડવામાં આવે છે. ઈસબગુલના બીજની વાત કરીએ તો 1 એકર જમીનને કવર કરવા માટે 3-4 કિલો બીજની આવશ્યકતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીજોને ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં એક પંક્તિમાં 15 સેન્ટીમીટરના અંતરથી ઉગાડવા જોઈએ.

સિંચાઈ-

વાવેતર બાદ સિંચાઈ કરવું જોઈએ. સામાન્ય રીતે ઈસબગુલના બીજના અંકુરણ એક સપ્તાહ બાદ શરૂ થાય છે. બીજી સિંચાઈ 3-4 સપ્તાહ બાદ અને ત્રીજી સિંચાઈ સ્પાઈક તૈયાર થવા સમયે કરવી જોઈએ. સામાન્ય રીતે ઈસબગુલને તેના સંપૂર્ણ વિકાસ અવધી દરમિયાન 8-10 સિંચાઈની આવશ્યકતા હોય છે.

ઈસબગુલની ઉન્નત જાત-

  • જી-1

 

  • જી-2

 

  • 3.ટી-એસ-1-10

 

  • ઈસી 124345

 

  • નિહારિકા

 

  • હરિયાણા ઈસબગુલ-1-5

 

  • જવાહર- 4

 

સબગુલના ફાયદા

  • ઈસબગુલ કબજીયાથી રાહત આપે છે

 

  • ઝાડાને નિયંત્રિત કરે છે.

 

  • ઈસબગુલ પાચનમાં સુધારો કરે છે

 

  • વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

 

  • એસિડિટીથી રાહત આપવામાં મદદ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More