Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કેમ વધે છે કપાસના પાકમાં ગુલાબી ઈચલ, જાણો નિષ્ણાતોની રાય

ઈંડામાંથી નીકળેલી ઇયળ બારીક સફેદ વાળ જેવી હોય છે. ઇયળ નાનું કાણું પાડીને ફૂલ, કળી અથવા જિંડવામાં દાખલ થાય છે. અને સમય જતા આ ઇયળે પાડેલું કાણું કુદરતી રીતે પુરાઈ જતું હોય છે .આમ ઇયળથી નુકસાન પામેલા ઉપદ્રવીત નાના જિંડવા , ભમરી અને ફૂલ ખરી પડે છે. આઇયળ જિંડવાની અંદર દાખલ થાય છે અને બીજને નુકસાન કરે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ગલાબી ઈચળ
ગલાબી ઈચળ

ઈંડામાંથી નીકળેલી ઇયળ બારીક સફેદ વાળ જેવી હોય છે. ઇયળ નાનું કાણું પાડીને ફૂલ, કળી અથવા જિંડવામાં દાખલ થાય છે. અને સમય જતા  આ ઇયળે પાડેલું કાણું કુદરતી રીતે પુરાઈ જતું હોય છે .આમ ઇયળથી નુકસાન પામેલા ઉપદ્રવીત નાના જિંડવા , ભમરી અને ફૂલ ખરી પડે છે. આઇયળ જિંડવાની અંદર દાખલ થાય છે અને બીજને નુકસાન કરે છે.

કપાસ આપણાં દેશકના મુખ્ય રોકડિયા પાકમાં આગવું સ્થાન ધરાવે છે. ખેડૂતો કપાસ ના પાક ને સફેદ સોનું પણ કહે છે. સાથે જ  કપાસ કાપડ ઉધોગ માં પણ આગવું સ્થાન ધરાવે છે. કપાસના પાક માં નુકસાન કરતી જીવતો જેવીકે થ્રીપ્સ, મોલોમચી, લીલા તડતડિ યા, સફેદ માખી, મિલિબગ, લાલ કથીરી લીલી ઇયળ, કાબરી ઇયળ અને ગુલાબી ઇયળ નો સમાવેશ થાય છે. જ્યારથી 2002થી બીટી બિયારણ નું આગમન થચુ છે, ત્યારથી જ આ ઇયળો નું પ્રમાણ કપાસમાં વઘી ગયુ છે.પરંતુ વાતાવરણમાં થતા  ફેરફારો, નવી જાતોની આડેધડ વાવણી અને જંતુનાશક દવાના વપરાશમાં ઘટાડો વગેરેના લીધે ગુલાબી ઇયળ નો ઉપદ્રવ વધી ગયો છે.

ગુલાબી ઇયળ નું નુકસાન કપાસની અંદર થતુ હોવાથી ખેડૂતોરી આખે જોઈ શકતા નથી એટ્લે કે એક છુપા દુશ્મનની જેમ તે કપાસના પાકને નુકસાન કરે છે. આ જીવાતથી કપાસના પાકને 5થી 60 ટકા સુધીનો નુકસાન થાય છે. કપાસના પાકમાં જીવાતોની લઘુતમ ક્ષમ્યમાત્રા જીવાતની લઘુતમ ક્ષમ્યમાત્રા માટે W આકારે ચાલીને 20 છોડ પસંદ કરવા ત્યારે દરેક છોડને ટોચના, મધ્યના અને નીચેના ભાગના એક- એક પાન નું નિરીક્ષણ કરવું અને જીવાત ની લઘુતમ ક્ષમ્યમાત્રા પ્રમાણે ભલામણ મુજબ જ સ્પ્રે કરવો.

જીવાત નું નામ જીવાતની લઘુતમ ક્ષમ્યમાત્રા  મોલોમશી 10 મોલો પ્રતિ પાન અથવા 10 ટકા નુકશાન વાળા છોડ  લીલા તડતડિ યા 2થી 3 લીલાત યા પ્રતિ પાન અથવા નુકશાન નો આંક૨ થ્રીપ્સ 5થી 10 થ્રીપ્સ પ્રતિ પાન અથવા 10 ટકા નુકશા નવાળા છોડ સફેદ માખી 5થી 10 સફેદ માખી પ્રતિ પાન લાલ કથીરી 20 બચ્ચા અથવા 10 પુખ્ત પ્રતિ પાન મીલીબગ ગ્રેડ -2 અથવા 10 ટકા નુકશાન વાળા છોડ ગુલાબી ઇયળ દરરોજ 8ના ફૂદા/ ફેરોમેન ટ્રેપ લીલી ઇયળ 15 ઇયળ /20 છોડ  લશ્કરી ઇયળ 3 ઈંડાનો સમહૂ /20 છોડ કપાસમાં ગુલાબી ઇયળ નું નુકસાન આ જીવાત નું નુકસાન છોડ માં કળીઓ અને ફૂલ બેસવાનું શરૂ થાય ત્યારેથી જ થતુ હોય છે.

કપાસના પાકમાં ગુલાબી ઈચળ
કપાસના પાકમાં ગુલાબી ઈચળ

ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઈ ને ગુલાબના ફૂલ જેવા (રોસેટ) આકાર માં ફેરવાઇ જાય છે. ઈંડામાંથી નીકળેલી ઇયળ બારીક સફેદ વાળ જેવી હોય છે. ઇયળ નાનું કાણું પાડીને ફૂલ, કળી અથવા જિંડવામાં દાખલ થાય છે. અને સમય જતા  આ ઇયળે પાડેલું કાણું કુદરતી રીતે પુરાઈ જતું હોય છે .આમ ઇયળથી નુકસાન પામેલા ઉપદ્રવીત નાના જિંડવા , ભમરી અને ફૂલ ખરી પડે છે. આઇયળ જિંડવાની અંદર દાખલ થાય છે અને બીજને નુકસાન કરે છે. અને એક જિંડવામાં ઘણીવાર એક કે તેથી વધારે ઇયળ જોવા મળે છે. આ જીવાત ના ઉપદ્રવ થી ગુણવતા અને ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થાય છે.

કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધવાના સંભવિત કારણો

  • સમગ્ર રાજયમાં બીટી કપાસનું મોટા પાયે વાવેતર (મોનો –ક્રોપ્પિંગ).
  • પિયત વિસ્તારમાં લાંબા સમય સુધી (એપ્રિલ-મે) કપાસના પાકનું ખેતરમાં રહવું.
  • ગુલાબી ઇયળના કુદરતી દુશ્મનો પણ ઘણા ઓછા હોવાથી જૈવિક નિયંત્રણ લઈ શકાતુ નથી.
  • કપાસ પૂરો થયા પછી પણ તેની સાઠીઓ ખેતરમાં એક જગ્યા ઉપ્પર બળતણ ’માટે ઢગલો કરીને રાખવો આમ કરવાથી આ જીવાતના અવશેસોના પ્રભાવનો લાભ મળે છે.
  • કપાસ ના જીન ચોમાસા સુધી ચાલુ રહતા હોવાથી તેના આજુ બાજુ ના ખેતરોમાં આ ઇયળ ની શરૂઆત ખુબ વહેલી થઈ જાય છે.

ગૌતમભાઈ સોલંકી, (M.Sc. & Gold Medalist in agriculture )

જયેશ મારૂ (સામાજિક કાર્યકર)

કોસ્ટલ સેલિનિટી પ્રિવેનશન સેલ, તળાજા

મો:- 7778822766

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More