Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ હોય છે લઘુત્તમ ટેકાના ભાવ (MSP),નવા કાયદા પછી ખેડૂતો શા માટે છે મુંઝાવણમાં

કેંદ્ર સરકાર ખેડૂતોની આવકને વર્ષ 2022ના અંત સુધી બમણી કરવા માંગે છે. જેના આધારે સરકારે ત્રણ કૃષિ કાયદા રજુ કર્યા હતા. પરંતુ આ ત્રણ કૃષિ કાયદા ખેડૂતોને નથી ગમયુ. જેના પાછળનો મોટુ કારણ છે એમએસપી એટલે લઘુત્તમ ટેકાના ભાવ. ખેડૂતો ખાસકરીને પંજાબ અને હરિયાણા ખેડૂતોને ડર છે કે સરકાર આ કાયદા દ્વારા મંડી બંદ કરી દેશે અને તે તેમનો પાક એમએસપીના આધારે નથી વેચી શકે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પંજાબના ખેડૂતો
પંજાબના ખેડૂતો

કેંદ્ર સરકાર ખેડૂતોની આવકને વર્ષ 2022ના અંત સુધી બમણી કરવા માંગે છે. જેના આધારે સરકારે ત્રણ કૃષિ કાયદા રજુ કર્યા હતા. પરંતુ આ ત્રણ કૃષિ કાયદા ખેડૂતોને નથી ગમયુ. જેના પાછળનો મોટુ કારણ છે એમએસપી એટલે લઘુત્તમ ટેકાના ભાવ. ખેડૂતો ખાસકરીને પંજાબ અને હરિયાણા ખેડૂતોને ડર છે કે સરકાર આ કાયદા દ્વારા મંડી બંદ કરી દેશે અને તે તેમનો પાક એમએસપીના આધારે નથી વેચી શકે.

કેંદ્ર સરકાર ખેડૂતોની આવકને વર્ષ 2022ના અંત સુધી બમણી કરવા માંગે છે. જેના આધારે સરકારે ત્રણ કૃષિ કાયદા રજુ કર્યા હતા. પરંતુ આ ત્રણ કૃષિ કાયદા ખેડૂતોને નથી ગમયુ. જેના પાછળનો મોટુ કારણ છે એમએસપી એટલે લઘુત્તમ ટેકાના ભાવ. ખેડૂતો ખાસકરીને પંજાબ અને હરિયાણા ખેડૂતોને ડર છે કે સરકાર આ કાયદા દ્વારા મંડી બંદ કરી દેશે અને તે તેમનો પાક એમએસપીના આધારે નથી વેચી શકે. આ ડર ખેડૂતો કેમ છે તેના વિશે અમે નથી કઈ શકતા. પણ આજે અમે તમને આ લેખમાં લઘુતમ ટેકાના ભાવના (MSP)વિશેમાં બધી માહિતી આપીશુ.

શુ છે લઘુત્તમ ટેકાના ભાવ

મોટા પાચે ખેડૂતો પોતાના પાક એમસપીના આધારે વેંચે છે. પરંતુ આપણા દેશના ઘણ બધા લોકો આના વિશ માહિતી નથી કે આ લઘુત્તમ ટેકાના ભાવ શુ હોય છે અને તેને સરકાર કેવી રીતે નક્કી કરે છે. સાથે જ એમએસપીથી ખેડૂતોને શુ ફાયદો થાય છે જેના ખોવાનુ ડર ખેડુતોનો આ ત્રણ કાયદાના કારણે લાગી રહ્યુ છે.અહીં અમે લઘુત્તમ ટેકાના ભાવ શું છે અને તે નક્કી કરવા માટેનું સૂત્ર શું છે તે વિશે વિગતવાર વર્ણન કરી રહ્યા છીએ

લધુત્તમ ટેકાના ભાવ શું છે

લઘુતમ ટેકાના ભાવ એટલે કે MSP એ ખેડૂતોના પાક માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ છે. MSP ના આધારે સરકાર ખેડૂતો પાસેથી તેમનો પાક ખરીદે છે. રેશન સિસ્ટમ હેઠળ જરૂરિયાતમંદ લોકોને અનાજ આપવા માટે, સરકાર આ એમએસપી પર ખેડૂતો પાસેથી તેમના પાક ખરીદે છે.બજારમાં તે પાકનો દર ગમે તેટલો ઓછો હોય, સરકાર તેને નિશ્ચિત MSP પર જ ખરીદશે. આ સાથે, ખેડૂતોને તેમના પાકની નિશ્ચિત કિંમત, તેમના પાકની કિંમત કેટલી છે તે જાણવા મળે છે.

કારણ કે સોયથી વિમાન બનાવતી કંપનીઓ તેમના માલની વેચાણ કિંમત નક્કી કરે છે અને બજારમાં વેચે છે, પરંતુ ખેડૂત પોતે તેના પાકની કિંમત નક્કી કરી શકતો નથી. આ માટે તેણે આર્તિયાઓ અને સરકાર પર આધાર રાખવો પડે છે એવું નથી કે પાકની MSP નક્કી થયા બાદ તે બજારમાં સમાન કિંમતે ઉપલબ્ધ થશે. તમને એ જ પાક MSP કરતા વધુ કે ઓછા ભાવે વેચાયેલો જોવા મળશે. બજારમાં, સમાન પાકની કિંમત હંમેશા ઉપર અથવા નીચે (મોટે ભાગે નીચે) હોઈ શકે છે.હવે ખેડૂતો પોતાનો પાક સરકારને MSP પર અથવા એજન્ટને ઓછા ભાવે વેચવાનો છે.


તેમ છતાં કોઈ ખેડૂત એમનો પાક એમએસપી કરતા નીચા ભાવે વેચવા માંગતો નથી, પરંતુ એવું થાય છે કે જ્યારે પાક વેચવાનો સમય આવે છે ત્યારે ત્યાં સરકારી ખરીદી કેન્દ્રો પર ટ્રેકટર, પાકથી ભરેલી ટ્રકોની લાંબી લાઈનો લાગે છે. મંડીમાં ખેડૂતોને તેમના પાક વેચવા માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે. આ સિવાય મોટાભાગના સરકારી કેન્દ્રોમાં થોડી સમસ્યા છે. ક્યારેક ગન બેગનો અભાવ તો ક્યારેક મજૂરીનો. અને કેટલીકવાર સરકારી ખરીદી કેન્દ્રો નિર્ધારિત સમય કરતા ઘણું મોંડુ ખુલે છે. આ બધાને કારણે ખેડૂતોએ તેમના પાકને ઓછા ભાવે આર્તિયાઓને વેચવા પડે છે. તેથી આ રીતે કહી શકાય કે ખેડૂતોના કેટલાક અનાજના પાકના ભાવની MSP સરકાર દ્વારા ખાતરી આપવામાં આવે છે.

MSP કોણ નક્કી કરે છે

સરકાર દર વર્ષે રવિ અને ખરીફ સીઝનના પાકની MSP જાહેર કરે છે. પાક માટે લઘુતમ ટેકાના ભાવ કૃષિ ખર્ચ અને કિંમતો પંચ (CACP) દ્વારા નક્કી કરવામાં આવે છે. આ કમિશન લગભગ તમામ પાકોના ભાવ નક્કી કરે છે. શેરડી કમિશન શેરડીના ટેકાના ભાવ નક્કી કરે છે.સીએસીપી સમયાંતરે ખેતીના ખર્ચને આધારે પાકના ભાવ નક્કી કરીને સરકારને તેના સૂચનો મોકલે છે. આ સૂચનોનો અભ્યાસ કર્યા બાદ સરકાર MSP ની જાહેરાત કરે છે.પાકની MSP જાહેર કરવાથી પહેલા સરકાર કૃષિ ખર્ચ અને ભાવો માટેનું કમિશન દર વર્ષે ખરીફ અને રવિ સિઝનના પાકના આગમન પહેલા ગણતરી કરે છે.

23 પાક માટે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરે છે સરકાર

સરકાર ડાંગર, ઘઉં, મકાઈ, જવ, બાજરી, ચણા, તુવેર, મગ, અડદ, મસૂર, સરસવ, સોયાબીન, સૂર્યમુખી, શેરડી, કપાસ, જ્યુટ વગેરેના પાકના ભાવ નક્કી કરે છે. અનાજના 7, કઠોળના 5, તેલીબિયાના 7 અને વ્યાપારી પાકોના 4 એમએસપી માટે સમાવવામાં આવ્યા છે .

MSP ફોર્મ્યુલા

કૃષિ સુધારાઓ માટે 2004 માં સ્વામીનાથન પંચની રચના કરવામાં આવી હતી. આયોગે એમએસપી નક્કી કરવા માટે અનેક સૂત્રો સૂચવ્યા હતા. એમએસ સ્વામીનાથન સમિતિએ ભલામણ કરી હતી કે એમએસપી ઉત્પાદનની સરેરાશ કિંમત કરતાં ઓછામાં ઓછી 50 ટકા વધારે હોવી જોઈએ.

મોદી સરકાર MSPના દરને બમણો કરવા વાળી પહેલી સરકાર

મોદી સરકારે સ્વામીનાથન આયોગની ભલામણ અમલમાં મૂકી અને વર્ષ 2018-19ના બજેટમાં ઉત્પાદન કિંમતના ઓછામાં ઓછા બમણો એમએસપી બનાવવાની જાહેરાત કરવામાં આવી.

સરકાર કેવી રીતે અનાજ ખરીદે છે

દર વર્ષે પાકની વાવણી પહેલા લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. ઘણા ખેડૂતો એમએસપી જોઈને જ તેમના પાકની વાવણી કરે છે.સરકાર વિવિધ એજન્સીઓ જેમ કે FCI વગેરે દ્વારા ખેડૂતો પાસેથી MSP પર અનાજ ખરીદે છે. સરકાર MSP પર ખરીદી કરીને અનાજનો બફર સ્ટોક બનાવે છે. સરકારી ખરીદી બાદ આ અનાજ એફસીઆઈ અને નાફેડના ગોડાઉનમાં સંગ્રહિત થાય છે. આ અનાજનો ઉપયોગ જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે રાશન સિસ્ટમ (PDS) માં ગરીબ લોકોને વહેંચવા માટે થાય છે. જો બજારમાં કોઈ પણ અનાજમાં વધારો થાય તો સરકાર ખુલ્લા બજારમાં આ સ્ટોકમાંથી અનાજ બહાર કાઢે છે અને ભાવને નિયંત્રિત કરે છે.

કેરળ શાકભાજી MSP આપવા વાળા પહેલા રાજ્ય 

કેરળ સરકારે શાકભાજીની બેઝ પ્રાઇસ નક્કી કરવાની પહેલ કરી છે. કેરળ શાકભાજી માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) નક્કી કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. શાકભાજીની આ લઘુતમ અથવા બેઝ પ્રાઈસ ઉત્પાદન કિંમત કરતાં 20 ટકા વધુ છે. હાલમાં 16 પ્રકારના શાકભાજીને એમએસપીના દાયરામાં લાવવામાં આવ્યા છે.

હરિયાણા પણ કેરળની તર્જ પર શાકભાજીને ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ લાવવાની પહેલ કરી રહી છે. આ માટે સૂચનો માંગવામાં આવી રહ્યા છે. મંડીઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

Related Topics

MSP Farmers Law Agriculture PMModi

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More