Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કમળ કાકડીનું મુલ્ય

કમળએ ભારતનું રાષ્ટીય ફૂલ છે. તે એક પવિત્ર ફૂલ છે કારણ કે પ્રચીન ભારતની કલા અને પૌરાણિક કથાઓમાં એક વિશીષ્ટ સ્થાન ધરાવે છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod

આ પણ વાંચો : ભાવનગર જીલ્લામાં ખરીફ ઋતુના વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો કાળજી રાખવી

હિંદુ, બૌધ અને ચીની પરંપરાગત સંસ્કૃતિમાં તેને ખૂબ જ સારું પ્રતિક માનવામાં આવે છે. કમળએ ખૂબ જ લોકપ્રિય સુશોભન છોડ છે, તેમજ લોકપ્રિય શાકભાજી અને પરંપરાગત ઔષધીય છોડ છે. કમળની ત્રણ શ્રેણીઓ હોય છે.

1.રાઈઝોમ(કમળ કાકડી) 2.બીજ ૩.ફૂલ

કમળ તળાવની આજુબાજુ કિચડમાં ઉગે છે. કમળ કાકડીને હિન્દીમાં કરી અથવા ધેંસ અને અંગ્રેજીમાં લોટસ રૂટ્સ પણ કેહવામાં આવે છે. કમળ કાકડી ભારત અને ચીનમાં ખવાતી ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે. કમળ કાકડી પોષણથી ભરપુર હોય છે, તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન, એમીનો એસીડ, ફાઈબર, વિટામીન સી અને વિટામીન બી કોમ્પ્લેક્ષ હોય છે.

કમળ તળાવની આજુબાજુ કિચડમાં ઉગે
કમળ તળાવની આજુબાજુ કિચડમાં ઉગે

કમળ કાકડીના ફાયદાઓ

કમળ કાકડી ઘણા સ્વાસ્થ લાભો પ્રદાન કરે છે. કમળ કાકડીનો ઔષધી માટે ઉપયોગ થાય છે તેમજ પોષણથી ભરપુર હોવાને કારણે તેનો ઉપયોગ બાળકોના વિકાસ માટે વાનગીઓ બનાવામાં થાય છે, બીજા ઘણા ફાયદાઓ નીચે મુજબ છે.

કમળ કાકડી પોષણથી ભરપુર હોય છે
કમળ કાકડી પોષણથી ભરપુર હોય છે
  • કમળ કાકડી પોષણથી ભરપુર હોય છે,તેમાંથી ભરપુર માત્રામાં પ્રોટીન, ફાઈબર અને આયર્ન મળે છે. કમળનું મૂળ ફાઈબરથી ભરેલું હોય છે, જે પાચન પ્રક્રિયામાં મદદ કરે છે અને કબજીયાત થતું અટકાવે છે. કમળના મૂળમાં આયર્ન રહેલું હોય છે તેથી તે એનીમીયા જેવા ગંભીર રોગના જોખમને ઘટાડે છે.
  • કમળ કાકડી લીવરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, તેમજ ફેટી લીવરની પરેશાનીથી દુર રાખે છે. કમળ કાકડીનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરવાથી મધુપ્રમેહને કંટ્રોલ કરવામાં મદદ થાય છે, તેમજ ઇન્સુલીન વધારવામાં મદદ કરે છે.
  • કમળ કાકડીનો ઉપયોગ ઔષધીય દવા તરીકે સુકા અને પાવડર સ્વરૂપમાં થાય છે. કમળ કાકડીના ઉપયોગથી આપણા શરીરને વિવિધ ચેપ અને ફંગલ રોગો સામે રક્ષણ મળે છે.
  • કમળ કાકડીમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ હોય છે તે તણાવ, ચીડિયાપણું, માથાનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.
  • ગર્ભવતી મહીલા એ કમળ કાકડીનો ઉપયોગ કરવાથી ગર્ભમાં રહેલ શિશુની વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે, કારણ કે તેમાં વિટામીન સી, વિટામીન બી, સોડીયમ, ઝીંક, ફોલિક એસીડ અને મેંગેનીઝ જેવા પોષક તત્વોનો ભંડાર છે.
  • કમળના મૂળનો અર્ક શરીરમાં ચરબીના પેશીઓને ઘટાડવામાં મદદ કરી શકે છે તેથી, તે વજન નિયંત્રણ માટે ફાયદાકારક હોઈ શકે છે.
  • આ ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, તે ધમનીઓને બંધ થવાથી પણ અટકાવે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
પોષક તત્વો
પોષક તત્વો

કમળ કાકડીમાંથી મળતા પોષક તત્વો

પોષક તત્વો

પોષક મુલ્ય (૧૦૦ ગ્રામ)

કાર્બોહાઈડ્રેટ

૧૭.૨ ગ્રામ

પ્રોટીન

૨.૬ ગ્રામ

લોહતત્વ/આયર્ન

૧.૧૬ મિલી ગ્રામ

ચરબી

૦.૧ મિલી ગ્રામ

ફાઈબર

૪.૯ ગ્રામ

વિટામીન સી

૧૬.૪ મિલી ગ્રામ

વિટામીન બી-૬

૧૩.૦ મિલી ગ્રામ

કેલ્શિયમ

૪૫.૦ મિલી ગ્રામ

સોડીયમ

૪૦.૦ મિલી ગ્રામ

પોટેશિયમ

૫૫૬.૦

મેગ્નીસિઅમ

૨૩.૦ મિલી ગ્રામ

ઝિંક

૦.૩૯ મિલી ગ્રામ

મેગનીઝ

૦.૨૬૧ મિલી ગ્રામ

વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કમળ કાકડીનો ઉપયોગ કરી શકો છો
વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કમળ કાકડીનો ઉપયોગ કરી શકો છો

 કમળ કાકડીનો ઉપયોગ કેવી રીતે કરવો? 

તમે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કમળ કાકડીનો ઉપયોગ કરી શકો છો. કમળ કાકડીને રાંધીને ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે, બાફીને, તળીને અને વરાળે બાફીને.કમળ કાકડીનો ઉપયોગ કરતા પહેલા તેને બરાબર પાણીથી ધોઈ લો. કમળ કાકડીનો ઉપયોગ આપણે ઘણી બધી વાનગીઓ બનાવામાં કરી શકીએ છીએ. જેમ કે વેફર, કમળ કાકડીનું શાક, કમળની દાંડી અને દહીંની કરી, કમળ કાકડી અને પાલકનું શાક, કબાબ, સલાડ, અથાણાં, કોફતા કરી, પકોડા, પેટીસ, સલાડ વગેરે. તેમાંની એક કમળ કાકડી કોફતા કરી બનાવવાની રીત નીચે મુજબ આપેલ છે.

સામગ્રી

Ø  ૨૫૦ ગ્રામ કમળ કાકડી

Ø  ૪-૫ ચમચી ચણાનો લોટ (બેસન)

Ø  ૩-૪ ચમચી તેલ

Ø  ૧-૨ ડુંગળીની લુગદી(પેસ્ટ)

Ø  ૨-૩ ટામેટાની લુગદી (પેસ્ટ)

Ø  ૨-૩ ચમચી આદું લસણની પેસ્ટ

Ø  ૩-૪ ચમચી લીલા ધાણા સુધારેલા

Ø  ૨-૩ લીલા મરચા સુધારેલા

Ø  ૧ ડુંગળી સુધારેલી

Ø  ૧ ચમચી આખું જીરું

Ø  ૧/૪ ચમચી હળદર

Ø  ૧ ચમચી આમચૂર પાઉડર

Ø  ૧ ચમચી લાલ મરચા પાઉડર

Ø  ૧ ચમચી ધાણાજીરું પાઉડર

Ø  તેલ તળવા માટે (કોફતા)

Ø  મીઠું સ્વાદ પ્રમાણે

 

બનાવવાની રીત

  1. કમળ કાકડી કોફતા બનાવવા સૌ પ્રથમ કમળ કાકડી લો એને બહારથી બરોબર ધોઈ સાફ કરી લો ત્યારબાદ છોલીને સાફ કરી લો અને તેને સુધારી લો.
  2. હવે એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો એમાં થોડું મીઠું અને કમળ કાકડીના ટુકડા નાખી ચાર-પાંચ મિનીટ ઉકાળી લો ત્યારબાદ ચારણીમાં કાઢી લો.
  3. હવે કમળ કાકડીના ટુકડાને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ એમાં સુધારેલી ડુંગળી, આદું લસણની પેસ્ટ, હળદર, મીઠું, આમચૂર પાઉડર, લીલા ધાણા અને બેસન ઉમેરી મિક્ષ કરી લો, ત્યારબાદ નાના બોલ બનાવી લો.
  4. હવે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ મુકો અને કોફતાને હલકા ભૂરા રંગના થાય ત્યાં સુધી તળી લો.
  5. હવે એ જ કડાઈમાં ચાર-પાંચ ચમચી તેલ ગરમ મુકો, તેલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવો, ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ અને આદું-લસણની પેસ્ટ ઉમેરો. ડુંગળી બરાબર ગડી જાય અટેલે એમાં ટામેટાની પેસ્ટ ઉમેરો, ટામેટા બરાબર ગળી જાય પછી હળદર, લાલ મરચા પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરી મિક્ષ કરી લો અને બે ત્રણ મિનીટ સુધી ધીમા ગેસ  ઉપર ચડાવો.
  6. હવે એમાં કોફતા મિક્ષ કરો, થોડું પાણી ઉમેરી ચાર પાંચ મિનીટ સુધી ચડાવી લો.
  7. કમળ કાકડી કોફતા ગરમ રોટલી સાથે સર્વ કરો.

ઘરમાં કમળ ઉગાડવાની રીત

કમળ ઉગાડવાની રીત
કમળ ઉગાડવાની રીત
  • સૌ પ્રથમ કમળના બીજ લો સામાન્ય રીતે કમળના બીજ બજારમાં કરીયાણાની દુકાનમા સહેલાઇથી મળી રહે છે, બીજની ગુણવતા સારી હોવી જોઈએ.
  • બીજની એક બાજુ ઉપસેલો ભાગ હોય છે, જેને સેન્ડ પેપર અથવા નખ કટર સાથે ઘસી લો, બીજની અંદર સફેદ રંગનો એક ભાગ દેખાશે  ત્યાં સુધી ઘસી લો.
  • ત્યારબાદ એક નાના વાટકા અથવા ગ્લાસમાં પાણી ભરી બીજને પાલડી રાખો વચ્ચે વચ્ચે પાણીની બદલી કરતા રહેવું, થોડા જ દિવસોમાં બીજ અંકુરણ પામશે અને તેમાંથી નાની ડાળીઓ નીકળી આવશે.
ઉગાડવાની રીત
ઉગાડવાની રીત
  • સૌ પ્રથમ કમળના બીજ લો સામાન્ય રીતે કમળના બીજ બજારમાં કરીયાણાની દુકાનમા સહેલાઇથી મળી રહે છે, બીજની ગુણવતા સારી હોવી જોઈએ.
  • બીજની એક બાજુ ઉપસેલો ભાગ હોય છે, જેને સેન્ડ પેપર અથવા નખ કટર સાથે ઘસી લો, બીજની અંદર સફેદ રંગનો એક ભાગ દેખાશે  ત્યાં સુધી ઘસી લો.
  • ત્યારબાદ એક નાના વાટકા અથવા ગ્લાસમાં પાણી ભરી બીજને પાલડી રાખો વચ્ચે વચ્ચે પાણીની બદલી કરતા રહેવું, થોડા જ દિવસોમાં બીજ અંકુરણ પામશે અને તેમાંથી નાની ડાળીઓ નીકળી આવશે.
  • હવે એક માટીનું કુંડુ અથવા મોટી ડોલમાં તળાવની આજુ બાજુથી લીધેલ કીચડ વાળી માટી અને છાણીયું ખાતર ઉમેરી અંકુરિત પામેલા છોડ ને તેમાં વાવી દો અને તેને પાણીથી ભરી દો.
  • થોડા જ દિવસોમાં કમળના મોટા મોટા પત્તા ઉગી જાશે.
  • આ રીતે તમે ઘરમાં જ કમળ કાકડી ઉગાડી શકશો.

સારાંશ

આપણે જોઈ શકીએ છીએ કમળ કાકડીનો ઉપયોગ પ્રાચીન સમયથી થાય છે. કમળ કાકડી પોષણથી ભરપુર અને સ્વાદનું પાવરહાઉસ હોય છે તેમજ તેના બીજા ઘણા બધા ફાયદાઓ હોવાને લીધે રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. બાળકોના વિકાસ, ગર્ભવતી મહિલાઓ અને મધુપ્રમેહના દર્દીઓ માટે કમળ કાકડી ખુબજ ઉપયોગી છે. કમળ કાકડીનો ઉપયોગ આપને ઘણી વાનગીઓ બનાવામાં કરી શકીએ છીએ જેથી કરીને નાના બાળકો અને મોટા વ્યક્તિઓ પણ ખાય શકે છે.

સૌજન્ય : દિવ્યાબા પરમાર પી, એમ. એસ સી. વિદ્યાર્થી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા, ગુજરાત
ડો. ભાવના અસ્નાની, મદદનીશ પ્રાધ્યાપક, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ, ગુજરાત

Related Topics

lotus cucumber

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More