Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભાવનગર જીલ્લામાં ખરીફ ઋતુના વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો કાળજી રાખવી

બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી

KJ Staff
KJ Staff
બાગાયત ખાતું
બાગાયત ખાતું

આ પણ વાંચો : ધૂમ વેચાય છે : લાલ તરબૂચ કરતા પીળા રંગના તરબૂચની માંગ બજાર માં વધી

ઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં

ભાવનગર જીલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણોની ખરીદી કરતી વખતે તકેદારીઓ / કાળજીઓ રાખવા અંગે નાયબ ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવે છે.

બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ / પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય અને સુપરિચિત ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, જાત, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું સહી સાથે નું પાકું બિલ અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ? તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણોની ખરીદી કરવી નહીં.

મહ્તમ  વેચાણ કિંમત (છાપેલી કિંમત) કરતા ઊંચા ભાવે કોઈપણ સંજોગોમાં બિયારણોની ખરીદી કરવી નહીં. કોઈ પણ બિયારણો ખરીદતા સમયે થેલી / પેકેટ પર બિયારણ વિષે છાપવામાં આવેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચી તેમાં દર્શાવેલ જાત અને તેની આનુંવન્શિક અને ભૌતિક શુધ્ધાતાની ટકાવારી વિગેરે ખાસ જોઈ લેવાની રહેશે

કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પાક કે કોઈ પણ જાતનાં બિયારણો સીલબંધ પેકેટ / થેલી સિવાય ખુલ્લા કે છુટ્ટા બિયારણોની ખરીદી કરવી નહિ. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારા ધોરણો દર્શાવેલ ન હોય તેવા “૪જી” અને “૫જી” જેવા જુદા જુદા નામે વેચાતા અનઅધિકૃત બિયારણોની કોઈ પણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.

કોઈ પણ પ્રકારનું હલકી ગુણવત્તાવાળા અનઅધિકૃત બિયારણો કે ભળતા નામથી લોભામણી જાહેરાતો અને સસ્તા ભાવોની લાલચ આપતા તત્વોથી ભરમાવું નહિ કે એવી લોભ લાલચમાં આવવું નહી. બિયારણ વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો અનુરોધ / આગ્રહ કે ફરજ પાડતા વિક્રેતા પાસેથી બિયારણો ની ખરીદી કરવી નહિ.

બિયારણો માં સરકારી સબસીડી ફક્ત ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.નાં અધિકૃત વિક્રેતા અને ખેતીવાડી ખાતા મારફત જ આપવામાં આવતી હોય કોઈ પણ દ્વારા સબસીડીની લાલચ આપવામાં આવેતો તેમાં ભરમાવું નહિ. વાવણી કર્યા બાદ ખરીદ કરેલ બિયારણનું ખાલી પેકેટ/ થેલી તેમજ તેનું બીલ અને થેલી પરની ટેગો વિગેરે સાચવીને રાખવા, જેથી વાવણી કર્યા બાદ બિયારણ બાબતે કોઈ ફરિયાદ ઉદ્ભવે તો વેચાણ કરનાર વિક્રેતા કે ઉત્પાદક સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ઉપયોગી થશે.
કોઈ પણ લેભાગુ તત્વો હલકી ગુણવત્તાનાં બિયારણ વેચતા હોવાનું જો ધ્યાને આવે અથવા ઉક્ત બાબતોએ જો કોઈ રજૂઆત કે સંશય હોય તો, તાત્કાલિક સંબંધિત તાલુકાનાં ખેતીવાડી અધિકારી / એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા મદદનીશ ખેતી નિયામક (ગુ. નિ.) અથવા નાયબ ખેતી નિયામક(વિ.) ભાવનગર, નો સંપર્ક કરવા જણાવવા માં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More