Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જોઈતું હોય પાકનું અઢળક ઉત્પાદન તો આ ટેકનોલોજીનો કરો ઉપયોગ

આજકાલ AI નું ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સથી એક માણસની ફોટો બીજા માણસના મોડા ઉપર ચોંટાડી દેવામાં આવે છે. જો કોઈ તેને જોવે છે તેને પોતાની આખો ઉપર વિશ્વાસ નથી હોતું કે તે એ માણસ નથી જેને આપણે જોઈ રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
શેરડીનું અઢળક ઉત્પાદન જોઈતું હોય તો કરો એઆઈ ટેક્નિકનું ઉપયોગ
શેરડીનું અઢળક ઉત્પાદન જોઈતું હોય તો કરો એઆઈ ટેક્નિકનું ઉપયોગ

આજકાલ AI નું ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સથી એક માણસની ફોટો બીજા માણસના મોડા ઉપર ચોંટાડી દેવામાં આવે છે. જો કોઈ તેને જોવે છે તેને પોતાની આખો ઉપર વિશ્વાસ નથી હોતું કે તે એ માણસ નથી જેને આપણે જોઈ રહ્યા છે.તમે હાલમાં જ તેનો એક ઉદાહરણ જોયું હશો, જ્યાં દક્ષિણ ભારતીય અભિનેત્રીના ફોટાને બીજા છોકરીની મોડા ઉપર ચોંટાડી દેવામાં આવ્યા હતા. આવી જ રીતે હવે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન ખેડૂતોની મદદ કરશે શેરડીના પાકને ઝડપકતી ઉગાડવા માટે.

કેટલીક જગ્યા થઈ રહ્યો છે ઉપયોગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ખેતીમાં કેટલીક જગ્યા પર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તેનો ઉપયોગ ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યો છે. જ્યા તેની મદદખી શેરડીની ખેતી કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ આ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને શેરડી પર જીવાતોના હુમલા વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે. આ ટેક્નોલોજીની મદદથી ખેડૂતોને તેમના પાકના સ્વાસ્થ્યને લગતી તમામ માહિતી સમયસર મળી રહે છે.

ખેડૂતોનું કામ બની ગયું છે ઘણું સરળ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કૃષિ ક્ષેત્રમાં AI ટેક્નોલોજી આવવાથી ખેડૂતોનું કામ ઘણું સરળ બની શકે છે. સરકારી અહેવાલ મુજબ, એકલા ઉત્તર પ્રદેશની સુગર મિલોમાં 500 લાખ ટનથી વધુ શેરડીનું પિલાણ કરવામાં આવે છે, જોકે રાજ્યની લગભગ 120 સુગર મિલો દ્વારા કરવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રથમ વખત શેરડીની ખેતીમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી શેરડીના ઉત્પાદનમાં સુધારો કરી શકાય. આથી ખેડૂતોને શેરડીની ખેતીમાંથી સારો નફો મળી શકે.

શેરડીના પાક વિશે દરેક માહિતી આપશે એઆઈ ટેક્નિક

ઉલ્લેખનિય છે કે ખેતીમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને તેમના પાક વિશેની દરેક માહિતી પહેલાથી જ મળી જશે. સાથે જ ખેડૂતેન એ પણ માહિતગાર થશે કે કયા સમયે તેમના પાક પર કયા રોગની અસર થવાની છે. આ ઉપરાંત પાકની સારી વૃદ્ધિ માટે પાણીની સિંચાઈ, જમીનના નમુનાઓનું પરીક્ષણ તેમજ પાકની રોપણી સહિતની બીજી ઘણી મહત્વની માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.

ખાતર વિશે પણ આપશે માહિતી

આ ટેક્નોલોજી થકી ખેડૂતોની તેની માહિતી પણ મળશે કયા સમય કેટલા પ્રમાણમાં શેરડીના ખેતર પર ખાતરનું ઉપયોગ કરવાનું છે. સૂત્રો પાસેથી મેળવી માહિતી મુજબ આ ટેક્નોલોજી થકી ગુજરાતમાં પણ શેરડીના ખેડૂતોને તેનો ફાયદો મળશે. ગુજરાત સરકારના સૂત્રો મુજબ આ ટેક્નોલોજી ગુજરાતમાં વહેલી તકે આવવાની માહિતી મળી રહી છે.  

જોઈતું હોય અઢળક ઉત્પાદન તો કરો એઆઈ ટેક્નિકનું ઉપયોગ
જોઈતું હોય અઢળક ઉત્પાદન તો કરો એઆઈ ટેક્નિકનું ઉપયોગ

કેંદ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું એઆઈ ચેટબોક

નોંધણીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોની મદદ માટે PM કિસાન AI ચેટબોટ લોન્ચ કરવામાં આવી હતી. આ AI ચેટબોટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય પીએમ-કિસાન યોજનાને વધુ અસરકારક બનાવવાનો અને ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી, સ્પષ્ટ અને સચોટ જવાબ આપવાનો છે.

જો કે PM કિસાન AI ચેટબોટ પાંચ ભાષાઓમાં ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. જેમાં હિન્દી, અંગ્રેજી, તેલગુ, ઉડિયા અને તમિલ ભાષાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે અને તેમાં જલ્દ ગુજરાતી, બંગાળી, પંજાબી, કન્નડ, મલયાલમ અને અસમી અને મરાઠીનું પણ સમાવેશ કરીને દેશની દરેક 22 આધિકારિક ભાષાઓમાં તેનો ચેટબોટ બનવવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More