Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

દિવસને-દિવસ વધી રહી છે પાણીની કટોકટી, આવી રીતે ઓછા પાણી વાપરીને મેળવો વધુ ઉત્પાદન

આજે વિશ્વના દરેક ખૂણામાં પાણીના સંકટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.પાણીની કટોકટીના કારણે હવે પરંપરાગત ખેતી પદ્ધતિને પહોંચી વળવા પણ પૂરતી નથી. તેના કારણે આજે ખેડૂતોએ ખેતી માટે નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આજે વિશ્વના દરેક ખૂણામાં પાણીના સંકટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.પાણીની કટોકટીના કારણે હવે પરંપરાગત ખેતી પદ્ધતિને પહોંચી વળવા પણ પૂરતી નથી. તેના કારણે આજે ખેડૂતોએ ખેતી માટે નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેથી કરીને આજે અમે તમને એક એવી પદ્ધતિ વિશે જણાવિશુ જેથી તમે પાણીનું ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીને પણ સારો એવો ઉત્પાદન મેળવી શકો છો. તો ચાલો શરૂ કરીએ.

વાત જાણો એમ છે કે ખેતીની આ નવી પદ્ધતિ થકી ખેડૂતોએ માટી વગર પણ પાકની સુધારેલી જાતો ઉગાડી શકે છે. તેના માટે નહીતર ભારે મશીનરીની જરૂર પડશે કે ન તો મોટા ખેતરોની જરૂર પડશે, તેના માટે ફક્ત ખેડૂતોને પાણી, કેટલાક ખનિજો અને ખાતરોની જરૂર પડશે. આ ખેતીની તકીનીકને હાઈડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ શું છે, એ કેવી રીતે કરવામાં આવે છે, તેના દ્વારા કયો પાક ઉગાડી શકાય, તેના ખર્ચથી લઈને નફા સુધીની વાતો હવે અમે તમને જણાવીશું.

સૌથી પહેલા જાણો શું હોય છે હાઈડ્રોપોનિક્સ ખેતી

હાઈડ્રોપોનિક્સ શબ્દમાં 'હાઈડ્રો'નો અર્થ પાણી થાય છે. આ ખેતીની ટેકનિક માટે માટીની જરૂર નથી પરંતુ ફક્ત પાણીની જરૂર છે. હાઇડ્રોપોનિક ખેતીમાં માટીને બદલે રેતી કે કાંકરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે બદલાતા અને બગડતા હવામાનની પાક પર કોઈ અસર થતી નથી કારણ કે આમાં ખેડૂતો પોતપોતાના વાતાવરણને નિયંત્રિત કરીને ખેતી કરે છે. હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજીથી એવા લોકો પણ ખેતી કરી શકે છે જેમની પાસે ખેતર નથી અથવા જે લોકોએ શહેરી વિસ્તારોમાં રહે છે.

આ ટેકનિકમાં પરંપરાગત ખેતીની સરખામણીમાં ખૂબ જ ઓછું પાણી અને ખર્ચા થાય છે. એટલું જ નહીં, આ તકનીકનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા છોડ જમીનમાં ઉગાડવામાં આવતા પાક કરતાં 20 થી 30 ટકા વધુ સારી રીતે વૃદ્ધિ પામે છે. ખાસ વાત એ છે કે નાના હાઇડ્રોપોનિક ફાર્મમાં ખેડૂતો એકસાથે ડઝનબંધ વિવિધ પ્રકારના પાક ઉગાડી શકે છે. આ ખેતીની તકનીકથી ખેડૂતો ઓછી જગ્યામાં અથવા ખેતર વગર ખેતી કરી શકે છે.  

હાઇડ્રોપોનિક ખેતી કરવાની સાચી રીત

જેમ કે અમે તમને જણાવ્યું કે હાઇડ્રોપોનિક ખેતી માટે માટીની જરૂર હોતી નથી. તેના માટે ફક્ત પાઈપોની જરૂર હોય છે. આ પાઈપોમાં સમાંતર અંતરે છિદ્રો બનાવવામાં આવે છે. આ પછી, છોડને આ છિદ્રોમાં એવી રીતે રોપવામાં આવે છે કે તેના મૂળ ફક્ત પાઇપના છિદ્રોની અંદર જાય છે અને છોડ પાઇપના છિદ્રોની બહાર રહે છે. આ વીંધેલા પાઈપો પછી પાણીથી ભરાય છે અને કેટલીક રેતી, કાંકરા અથવા કોકો પીટ પણ પાણીમાં ભળી જાય છે. આ પાઈપમાં, પાણીની સાથે, છોડ માટે જરૂરી પોષક તત્વો ભેળવીને તેના મૂળમાં મોકલવામાં આવે છે. જણાવી દઈએ આમાં, ખેતરનું તાપમાન 15 થી 30 ડિગ્રી વચ્ચે અને ભેજ 80 થી 85 ટકા રાખવાની રહેશે. 

શરૂઆતમાં ખર્ચ વધારો હોય છે.

ખેડૂત ભાઈઓ હાઈડ્રોપોનિક ખેતીમાં પહેલા પાકમાં ખર્ચ ઘણો વધારે હોય છે, પછી તે ધીમે ધીમે ઘટતો જાય છે. શરૂઆતમાં હાઇડ્રોપોનિક અથવા કુદરતી ખેતી કરવામાં ઘણો ખર્ચ થાય છે, પરંતુ એકવાર હાઇડ્રોપોનિક ફાર્મ સ્થપાયા પછી દરેક પાક પર ખર્ચ ઓછો આવા માંડે છે અને ઉપજ વધે છે. એક અંદાજ મુજબ, ગ્રીન હાઉસ હાઇડ્રોપોનિક ફાર્મ સ્થાપવા માટે પ્રતિ એકર વિસ્તાર આશરે 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

આવી રીતે કરો શરૂઆત

સામાન્ય ખેડૂતો માટે હાઇડ્રોપોનિક ખેતીની પદ્ધતિ સંપૂર્ણપણે નવી છે, તેથી કૃષિ સાથે સંબંધિત કેટલીક કંપનીઓ ખેડૂતોને તેના માટે મદદ કરે છે. દેશમાં આવી ઘણી કૃષિ કંપનીઓ છે જે ખેડૂતોને હાઇડ્રોપોનિક્સ ફાર્મ સ્થાપવામાં મદદ કરવા માટે સીધી તમારી પાસે આવશે અને તમને તેની સાથે સંબંધિત ટેક્નોલોજી, તેના તમામ સાધનો અને તેનાથી સંબંધિત તમામ ઘોંઘાટ સમજાવશે. હાઇડ્રોપોનિક્સ ફાર્મ સેટઅપ કરવા અને તેમાં તાલીમ લેવા માટે, તમે તમારા વિસ્તારના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી માહિતી પણ મેળવી શકો છો. આ માટે ખેડૂતોને અલગથી તાલીમ આપવામાં આવે છે અને તેનો કોર્સ પણ ફક્ત બે થી 5 દિવસમાં પતિ જાય છે.  

આ પણ વાંચો: મહિન્દ્રા ટ્રેક્ટર્સ કર્યું ખેડૂતો માટે પ્રતિયોગિતાનું આયોજન, વિજેતાને આપવામાં આવ્યું 51 હજારનું ચેક

વધુ માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે તમે આ ખેતીના નવા તકનીક થકી મોટા પાકો ઉગાડી શકતા નથી. તેના દ્વારા ફક્ત નાના છોડ જ વાવી શકાય છે. હાઇડ્રોપોનિક્સ ફાર્મમાં વટાણા, ગાજર, મૂળો, સલગમ, કેપ્સિકમ, પાઈનેપલ, ટામેટા, ભીંડા, સેલરી, તુલસી, તરબૂચ, કેન્ટાલૂપ, બ્લુબેરી, સ્ટ્રોબેરી જેવા પાકો ઉગાડી શકાય છે.

હાઇડ્રોપોનિક ખેતીની કિંમત

માટી વગરની આ ખેતીમાં શરૂઆતમાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ જો આ ખેતીમાંથી થતા નફાને લાંબા ગાળે જોવામાં આવે તો આ ખર્ચ ઘણો મોટો બની જાય છે. જે ખેડૂતોનું બજેટ ઓછું હોય તેઓ તાલીમ લઈ શકે છે અને તેને તેમના ધાબા પર અથવા કોઈપણ એક રૂમમાં શરૂ કરી શકે છે અને તેને સેટઅપ કરાવવા માટે કંપનીનો સંપર્ક કરી શકે છે. જો આ શક્ય ન હોય તો પણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વિડીયો જોઈને ખેડૂતો જાતે હાઈડ્રોપોનિક્સ ફાર્મ ઉભું કરી શકે છે.

જો તમે ખૂબ જ નાના સ્કેલ પર હાઇડ્રોપોનિક ફાર્મ જાતે બનાવો છો, તો તેના માટે ફક્ત 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થશે. પરંતુ જો તમે તેને મોટું સેટઅપ કરાવો તો તેની કિંમત પ્રતિ બિઘા રૂપિયા 20 લાખથી વધુ થઈ શકે છે. આ ફાર્મમાં પર્યાવરણને નિયંત્રિત કરવા માટે, પોલી હાઉસ સ્થાપિત કરવું પડશે. જોકે, સરકાર દ્વારા પોલી હાઉસ માટે 50 ટકા સબસિડી આપવામાં આવે છે.   

Related Topics

Water Crises Farming Soil Agripedia

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More